ભરૂચની શ્રાવણ વિદ્યાધામ ભરૂચ ખાતે શાળામાં ધો.1 થી 5 ગુજરાતી માધ્યમ વિભાગમાં સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન આ વિષય આધારીત યોજવામાં આવી. આ એક્ટિવીટીમાં ધો. 1 થી 5 ના વિદ્યાર્થીઓએ પોતાના ઘરે ઉપયોગમાં લેવામાં આવતી સ્વદેશી વસ્તુઓ લાવી તેમાં ઉત્સાહપુર્વક ભાગ લીધો. ભારતમાં જ ઉત્પાદન કરવામાં આવતી રોજીંદી જીવન વ્યવહારમાં ઉપયોગી વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ. અતિથિ વિશેષ અને નિર્ણાયક તરીકે એસવીએમઆઈટી કોલેજ ભરૂચના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ દિપકભાઈ દેવરે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને સ્વદેશી શબ્દ વિશે સમજ આપી અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ વિશે પણ સમજ આપી. સ્પર્ધામાં ગાર્ગી હાઉસ વિજેતા રહ્યુ હતુ.


