ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયની રિપોર્ટમાં ચોંકાવનાર ખુલાસો સામે આવ્યો છે. સીઝફાયર બાદ પણ 300 લોકોએ ઇઝરાયલી હુમલામાં જીવ ગુમાવ્યા છે.
યુદ્ધમાં મોટી સંખ્યામાં ફિલિસ્તીનિઓના મોત
ઇઝરાયલ-હમાસની વચ્ચે થયેલા યુદ્ધમાં સૌથી મોટી સંખ્યામાં જો કોઇને નુકસાન થયુ હોય તો તે છે માનવાતને. આ લડાઇ જેટલી લાંબી ચાલશે તેટલી જ જીવ ગુમાવવાની સંખ્યામાં વધારો થશે. જે લોકો માર્યા ગયા છે તેમનો યુદ્ધ સાથે કોઇ સંબંધ ન હતો. ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ છે કે, ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરુ થયા બાદ પેલેસ્ટિનિયન મૃત્યુઆંક 70 હજારને વટાવી ગયો છે. આ કોઈ નાની સંખ્યા નથી. જેમણે યુદ્ધની કિંમત પોતાના જીવથી ચૂકવી છે.
ઇઝરાયલી ડ્રોન હુમલાનો મામલો
આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો કે, અત્યાર સુધીમાં કુલ 70 હજાર પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. મંત્રાલયના રેકોર્ડ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વસનીય માનવામાં આવે છે. તેથી આ આંકડાઓને સચોટ માનવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગાઝામાં નાસર હોસ્પિટલના ડોકટરોએ અહેવાલ આપ્યો કે 8 અને 11 વર્ષના બે ભાઈઓના મૃતદેહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે બાળકો શાળા નજીક વિસ્થાપિત લોકોના આશ્રયસ્થાન નજીક ઇઝરાયલી ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા.
યુદ્ધવિરામ પછી પણ હુમલાઓ કેમ થઈ રહ્યા છે?
ઇઝરાયલી સેના કહે છે કે તેણે શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ હોય તેવા સૈનિકો પાસે પહોંચેલા લોકો પર હુમલો કર્યો હતો. તેણે બાળકોનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. 10 ઓક્ટોબરથી અમલમાં આવેલા યુદ્ધવિરામ પછી પણ પરિસ્થિતિ શાંત થઈ નથી. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામ પછી 352 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. ઇઝરાયલનું કહેવું છે કે તેના હુમલા ફક્ત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા આતંકવાદીઓ પર નિર્દેશિત છે. દરમિયાન, બંને પક્ષો એકબીજા પર યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.


