સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિના અવસરે આયોજિત “સરદાર @૧૫૦ યુનિટી માર્ચ” અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરા ખાતે વરણમા વિસ્તારથી મેનપુરા સુધીની પદયાત્રામાં પદયાત્રી તરીકે સહભાગી થયા. આશરે ૧૪ કિલોમીટરની પદયાત્રા પૂર્ણ બાદ મેનપુરા ખાતે સરદાર ગાથા કાર્યક્રમમાં નાગરિકોને સરદાર સાહેબના જીવન કવન અને તેમની ગાથાઓથી નાગરિકોને માહિતગાર કર્યા
કોંગ્રેસ દ્વારા ષડયંત્ર રૂપી દબાવી દેવામાં આવ્યા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું કે સરદાર સાહેબે દેશને એક રાખવા માટે કરેલા મક્કમ નિર્ણય બાદ કરેલા અથાક પ્રયત્નોને પરિણામે આપણે અત્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે વિઝા લેવા નથી પડતા. સરદાર સાહેબ દ્વારા કરેલા કાર્યો અને સરદાર સાહેબે દેશ માટે આપેલા યોગદાનોને કોંગ્રેસ દ્વારા ષડયંત્ર રૂપી દબાવી દેવામાં આવ્યા હતા.
આ દેશને એક રાખવા માટે સરદાર સાહેબની દુરંદેશી
દેશના નાગરિકોને, આ દેશને એક રાખવા માટે સરદાર સાહેબની દુરંદેશીના અને એમના એક પછી એક તમામ નિર્ણયોના કારણે આજે આપણે સૌ લોકો એક છીએ. ષડયંત્રરૂપે સરદાર સાહેબના વિચારો સરદાર સાહેબની ઉપલબ્ધિઓ સરદાર સાહેબના નિર્ણયોને દેશના યુવાનો સુધી ના પહોંચવા દેવા માટેનું ષડયંત્ર કોંગ્રેસ દ્વારા વર્ષો વર્ષ સુધી ચલાવવામાં આવ્યું.
ભવ્ય ઇતિહાસની ગાથા પહોંચાડવાના પ્રયાસો કર્યા
તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવી છે, એટલું જ નહીં, ૧૫૦મી જન્મજયંતિ અંતર્ગત યુનિટી માર્ચના આયોજન થકી સરદાર સાહેબના ભવ્ય ઇતિહાસ, ગાથા, જીવન કવન અને સ્મૃતિને જીવંત રાખવા અને દેશભરના બાળકોથી માંડીને યુવાનો વડીલો સુધી આ ભવ્ય ઇતિહાસની ગાથા પહોંચાડવાના પ્રયાસો કર્યા છે. સરદાર સાહેબે સોમનાથ જઈને પ્રતિજ્ઞા કરી હતી કે આ આપણું સોમનાથનું મંદિર છે એનો જીર્ણોદ્ધાર કરીને જ જંપીશ. આજે વર્તમાનમાં જે સોમનાથનું મંદિર છે એ સરદાર સાહેબના આ સંકલ્પનું પરિણામ છે.
વર્ષ 2047 સુધીમાં વિશ્વની અંદર આપણો દેશ “વિકસિત ભારત” તરીકે ઊભરી આવશે
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણને સંકલ્પ આપ્યો છે કે, વર્ષ 2047 સુધીમાં વિશ્વની અંદર આપણો દેશ “વિકસિત ભારત” તરીકે ઊભરી આવશે. વિકસિત ભારત સંકલ્પને સાકર કરવા આપણે સૌએ એક થઈને મહેનત કરવી પડશે, પરસેવો પાડવો પડશે અને એના માટે આપણે સૌએ આત્મનિર્ભર બનવું પડશે.
ઐતિહાસિક સંકલ્પ લેવા આહવાન કર્યું
સ્વદેશી અપનાવવા સંકલ્પ લેવો પડશે. સ્વદેશી એટલે કે જે ચીજવસ્તુની બનાવટમાં ભારતના લોકોનો પરસેવો હોય. આપણે સૌએ સ્વદેશી અપનાવવા મક્કમતાથી નિર્ણય લેવાનો છે. આ યાત્રા જે જે ગામમાંથી નીકળી છે ત્યાં ત્યાં આજે સરદાર સાહેબના સંકલ્પો પૈકી એક ઐતિહાસિક સંકલ્પ લેવા પ્રત્યેક ગ્રામજનોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આહવાન કર્યું.
આ પણ વાંચો—- Banaskantha : પાલનપુરની છાપરા ગ્રામ પંચાયતનો દારૂ બંધી માટે મહત્વનો નિર્ણય, દારુ વેચશો કે પીશો તો તમામ લાભ બંધ કરાશે


