ટ્યૂલિપ સિદ્દીક પર ન્યૂ ટાઉન પરિયોજનામાં સસ્તે કિંમતે પ્લોટ ખરીદવાનો આરોપ છે.
શેખ હસીના ત્રીજીવાર અન્ય કેસમાં દોષિત
બાંગ્લાદેશની કોર્ટે ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાને એક મહિનામાં ત્રીજીવાર અન્ય કેસમાં દોષિત ઠેરવ્યા છે. ઢાકાના ન્યૂ ટાઉન પરિયોજના સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં શેખ હસીનાને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. શેખ હસીનાની બહેન રેહાના અને તેમની ભત્રીજી ટ્યૂલિપ સિદ્દીકીને પણ આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. બાંગ્લાદેશની મીડિયાએ કહ્યુ હતુ કે, ટ્યૂલિપ સિદ્દીકને 2 વર્ષની અને તેમની માતા રેહાનાને 7 વર્ષની જેલની સજા આપવામાં આવી છે. ટ્યૂલિપ સિદ્દીક બ્રિટનના સાંસદ છે. 2024માં તેમના પર આ તમામ આરોપ લાગ્યો હતા.
શેખ હસીનાને 26 વર્ષની સજા
શેખ હસીનાને બાંગ્લાદેશની કોર્ટે 26 વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત વધુ એક ચુકાદામાં શેખ હસીનાને સજા-એ-મોતની સજા ફટકારવામાં આવી છે. શેખ હસીના વિરુદ્ધ 100થી વધુ કેસ બાંગ્લાદેશની વિવિધ કોર્ટમાં ચાલી રહ્યા છે. તેમના પર નરસંહાર, પદનો દુરોપયોગ અને ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. બાંગ્લાદેશના ચીફ એડવાઇઝર મોહમ્મદ યુનુસના કહ્યા અનુસાર, શેખ હસીના સત્તાથી દૂર રહ્યા બાદ પણ સરકારમાં સક્રિય છે. જે બાંગ્લાદેશની જનતાને સ્વીકાર્ય નથી.
ટ્યૂલિપ સિદ્દીકને સજા મળતા હડકંપ
બાંગ્લાદેશની કોર્ટે ટ્યૂલિપ સિદ્દીકીને બે વર્ષની જેલની સજા ફટકારી છે જેનાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. ટ્યૂલિપ બ્રિટિશ સાંસદ છે અને તેમનો પક્ષ ત્યાં સત્તામાં છે. તાજેતરમાં, ટ્યૂલિપે બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર બદલો લેવાનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે તેમની સામે દાખલ કરાયેલા કેસ યોગ્યતા વગરના છે. બાંગ્લાદેશ સરકાર ન તો તેમનો પક્ષ સાંભળી રહી છે કે ન તો પુરાવા આપી રહી છે. પાંચ અગ્રણી બ્રિટિશ વકીલોએ ટ્યૂલિપ અંગે બાંગ્લાદેશ સરકારને પત્ર પણ લખ્યો હતો.


