શહેરમાં શિયાળાની ઋતુના પ્રારંભે જ હ્ય્દયરોગના જીવલેણ કિસ્સામાં વધારો થયો છે. જેમાં 1 જ દિવસમાં પાંચના હાર્ટ એટેકથી મોત નિપજયા છે જયારે કુલ એક માસમાં 30 વર્ષથી નીચેના 15 સહિત 28ના હ્ય્દય બેસી ગયા છે. તાજેતરમાં બે સ્પોર્ટસ પર્સનના હાર્ટ એટેકથી જ મોત નિપજયા હતા. શહેરમાં મંદિરે દર્શન કરવા ગયેલા કારખાનેદાર પ્રૌઢ સહિત પાંચ લોકોના હાર્ટ એટેકથી મોત નિપજયા હતા. કોઠારિયા રોડ પર વિવેકાનંદ નગર શેરી નં 14માં રહેતા પ્રતાપભાઈ ધીરૂભાઈ વાઘેલા ઉ.52 નામના પ્રૌઢ મંદિરે દર્શન કરવા જતા જ બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર મળે તે પૂર્વે જ દમ તોડયો હતો. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


