રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આવેલ જળાશયો, નદી, તળાવ, નહેર, દરિયામાં ન્હાવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાથી મરણ થવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આ બાબત અતી ગંભીર છે. લોકો જળાશયો, નદી ,તળાવ, નહેર, દરિયામાં ન્હાવાના શોખીન હોય, આવી કોઈ પણ પ્રકારની આકસ્મિક તથા ગંભીર ઘટનાઓ બનતી અટકાવી જરૂરી છે.
૩૬ સ્થળોએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ
જેથી આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે જૂનાગઢ જિલ્લામાં આવેલ ૩૬ સ્થળોએ કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ.બારડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢના વીલંગ્ડન ડેમ, વાઘેશ્વરી તળાવ, ગણેશનગર, કાળવા નદી, સોનરખ નદી, નરસિંહ મહેતા તળાવ, નારાયણ ધરા, જટાશંકર જંગલ વિસ્તાર, જૂનાગઢ ગ્રામ્યમાં બાદલપુર ડેમ, ઉબેણ ડેમ, ઓજત નદી પર ગુજરીયા ડેમ, સોનરખ નદી પર પસવાળા ડેમ, હસ્નાપુર ડેમ, ઓઝત નદી બંધ (આંણદપુર) , મધુવંતી નદી, આંબાજળ ડેમ સતાધારનો સમાવેશ થાય છે.
કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ
સાથે ધા્ફડ ડેમ સરસઈ,ઝાંઝેશ્રી ડેમ, મહુડા મહુડી ડેમ,ઓઝત નદી, ટીલોળી નદી, નોળી નદી, શાબરી, મધુવતી નદી, વંથલીમાં શાપુર ઓઝત્, ખોરાસા ડેમ, બાંટવા ખારો ડેમ, ભાદર (વેકરી ગામ),ઓઝત (આંબલીયા ગામ),ભાદર નદી (સરાડીયા ગામ), ઓઝત નદી (કોયલાણાગામ, મટીયાણા ગામ), કામનાથ મંદિર પાસે આવેલ નોળી નદી, માળીયાહાટીનામાં ભાખરવડ ડેમ, કાળેશ્વર ડેમ, મેઘલપુલ, વડીયા ગામ કોઝવે, કાત્રાસા ગામ કોઝવે, મેઘલ નદી જેમાં સમઢીયાળા ગામ પાસે આવેલ ચેકડેમ પર કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે.આ જાહેરનામું તા. ૫ ડીસેમ્બરથી તા.૨ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
આ પણ વાંચોઃ Gandhinagar News: દહેગામના બહિયલમાં ગૌવંશને બચાવવા જતા યુવક પર હુમલો


