ઘણા લોકો મોટા બિઝનેસના સપના જોવે છે, જોકે આઈડિયા ગમે તેટલા સારા હોય તેમની પાસે પૈસા અને જમીનની કિંમતને કારણે આઈડિયા માત્ર એક વિચાર સુધી જ મર્યાદિત રહી જાય છે. આવામાં જો સરકાર દ્વારા તેમને જમીન આપવામાં આવે તો તે ઉદ્યોગકારો માટે એક બુસ્ટ સાબિત થાય છે. જો તમે ઉદ્યોગ શરૂ કરવા માંગો છો અને તમારે એ માટે જમીન જોઈએ છે, તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે.
બિહાર સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રત્સાહન આપવા માટે મોટો નિર્ણય કર્યો છે. બિહાર સરકાર ફક્ત એક રૂપિયાના ટોકન અમાઉન્ટ પર જમીન આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી ઉદ્યોગકારોને નવા એકમ સ્થાપવા માટે સસ્તી જમીન મળશે, જે કારણે બિહારમાં રોજગારીની તકો અને ઈન્ડસ્ટ્રિસમાં વધારો થશે. જેનો લાભ બિહારવાસીઓને મળશે. આ યોજનાનું નામ બિહાર ઈન્ડસ્ટ્રિયલ રોકાણ પ્રોત્સાહન પેકેજ 2025 છે. આ યોજનાનો ઉદ્દેશ્ય બિહારમાં રોકાણ લાવવાનો છે.આ માટે સરકારે અમુક શરતા રાખે છે. જે શરતો મુજબ તમને બિહારમાં એક રૂપિયા પ્રતિ એકર જમીન મળશે. આ પેકેજનો લાભ લેવા માટે તમારે 31 માર્ચ, 2026 સુધીમાં અરજી કરવાની રહેશે.
1 રૂપિયા વાળી જમીન માટે કોણ બનશે હકદાર?
શું દરેકને રૂપિયા એકમાં જમીન મળશે?’ આનો જવાબ છે, ના. સરકારે આ વિશેષ લાભ માટે ચોક્કસ શરતો અને મોટી કેટેગરી નક્કી કરી છે. આ ઓફર મુખ્યત્વે તે મોટા રોકાણકારો માટે છે, જે રાજ્યમાં રોજગારની ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય મોટા રોકાણકારોને રૂપિયા 100 કરોડથી વધુનું રોકાણ અને ઓછામાં ઓછા 1,000 લોકોને રોજગારી આપશે તો આ માટે તેમને 10 એકર જમીન આપવામાં આવશે. જો કોઈ કંપની 1000 કરોડ કે તેથી વધુનું રોકાણ કરે છે. તો તેને 25 એકર જમીન આપવામાં આવશે. ફોર્ચ્યુન 500માં સામેલ કંપની માટે નિયમો સરળ છે. તેમને 200 કરોડનું રોકાણ કરવા બદલ 10 એકર જમીન મળશે.
અન્ય રોકાણકારો માટે શું?
જે ઉદ્યોગપતિઓ ઉપરોક્ત શ્રેણીમાં આવતા નથી, તેમને પણ નિરાશ થવાની જરૂર નથી. બિયાડા (BIADA) અન્ય રોકાણકારોને તેની જમીનના દરોમાં 50 ટકા સુધીની ભારે છૂટ આપી રહ્યું છે. માત્ર જમીન નહીં, નાણાકીય સહાયનો પણ સંપૂર્ણ સપોર્ટ આપવામાં આવશે. બિહાર સરકાર માત્ર સસ્તી જમીન આપીને અટકતી નથી, પરંતુ તમારી ઇન્ડસ્ટ્રી ફૂલે-ફાલે તે માટે નાણાકીય સહાયનું મોટું પેકેજ પણ તૈયાર કર્યું છે. જેમાં વ્યાજ સબસિડી આપવામાં આવશે.જેમાં રોકાણકારોને રૂપિયા 40 કરોડ સુધીની વ્યાજ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે તેમને 100 ટકા SGST (સ્ટેટ GST)ની પરત અથવા પ્રોજેક્ટ ખર્ચના 300 ટકા સુધીનું નેટ SGST રીઇમ્બર્સમેન્ટ મળેશે. જે 14 વર્ષ સુધી મળશે.આ સાથે સરકાર 30 ટકા કેપિટલ સબસિડીનો વિકલ્પ પણ આપશે. રોકાણકારો પોતાની સુવિધા અનુસાર વિકલ્પની પસંદ કરી શકે છે.
કેવી રીતે કરશો અરજી?
- જો તમે આ યોજના અંતર્ગત પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માંગો છો, તો તમારે સરકારી ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નથી.
- આ માટેની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન અને પારદર્શી રાખવામાં આવી છે.
- આ માટે સૌથી પહેલા તમારે બિયાડા (BIADA)ની સત્તાવાર વેબસાઈટ https://biada1.bihar.gov.in/ ની મુલાકાત લેવાની રહેશ.
- વેબસાઈટ પર Apply Online સેક્શનમાં જઈને રજિસ્ટ્રેશન કરો
- જેમાં તમારી વિગતો ભરો. આમાં તમારૂ ઈમેલ આઈડી જ તમારૂ યુઝર આઈડી બનશે.
- પાસવર્ડ સેટ કર્યા બાદ અરજી ફોર્મ ભરો
રોકાણકારોની મદદ કરવા માટે સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર 18003456214 પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જમીનની વિગતો અને તમારા બિઝનેસ માટે ઈન્ડસ્ટ્રિયલ એરિયા સારો રહેશે, જેવી જાણકારી લેન્ડ બેંક સેક્શન પર મળી રહેશે. આ સાથે લેન્ડ બેંક સેક્શનમાં પ્લગ એન્ડ પ્લે શેડ્સની ડિટેઈલ પણ ઉપલ્બ્ઘ થે. જેનાથી તમને બાંધકામની ઝંઝટમાંથી છૂટકારો મળશે, અને તમે તાત્કાલિક કામ શરૂ કરી શકશો.
આ પણ વાંચો – IndiGoએ વધારી મુસાફરોની મુશ્કેલી, ફ્લાઇટ રદ થતાં, ભાડા રેકોર્ડ સ્તરે પહોંચ્યા!


