બાબા વેંગાની જાપાનને લઇને ભવિષ્યવાણી સચ થતી જોવા મળી રહી છે અને લોકોમાં ફરી એક વખત ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જાપાનમાં 8 ડિસેમ્બરે જોરદાર ભૂકંપ આવ્યો ત્યાર બાદ સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે.તેને લઇને બાબા વેંગાએ ઘણા વર્ષો પહેલા ભવિષ્યવાણી કરી હતી.જે સાચી પડતી જોવા મળી રહી છે.
તો બીજી તરફ બાબા વેંગાનો દાવો હતો કે વર્ષ 2025ના અંતમા ભયાનક પ્રાકૃતિક આપત્તિઓ આવવાનુ અનુમાન છે. આનાથી સમગ્ર વિશ્વમાં તબાહી મચશે.શ્રીલંકામાં આવેલા દિતવાહ વાવાઝોડુ અને હવે જાપાનના નોર્થ ઇસ્ટમાં આવેલા ખતરનાક ભૂકંપની લઇને અનેક ભવિષ્યવાણી સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે.
2025માં 2011 કરતા પણ મોટી સુનામી આવશે
જાપાનના પેટિંગ આર્ટિસ્ટ રિયો તાત્સુકીને જાપાનના બાબા વેંગા પણ કહેવામાં આવે છે. કોવિડ જેવી ભયાનક બિમારી ફેલાવવાનુ પણ પ્રીડિક્શન જાપાનાી બાબા વેંગાએ પહેલેથી જ કરી દીધી હતી. 1999માં પોતાના પુસ્તકમાં ધ ફ્યુચર ડેટ આઇ સોમાં જાપાની બાબા વેંગાએ દાવો કર્યો હતો કે 2020માં એક રહસ્યમય વાયરસથી ભયાનક બિમારી ફેલાશે.ત્યારે લોકોએ તેને કોરોના મહામારી સાથે જોડ્યો હતો. આ જ જાપાની બાબા વેંગાએ લખ્યુ કે 2025માં 2011 કરતા પણ મોટી સુનામી આવશે. તેને લઇને જ લોકોમાં ગભરાટ ફેલાયો છે. કારણકે જાપાનમાં સુનામીનુ એલર્ટ આપવામાં આવ્યુ છે.
વૈજ્ઞાનિકો સંયમ બનાવી રાખવાની સલાહ આપી
જાપાન હવામાન એજન્સી અનુસાર, સોમવારે સાંજે જાપાનમાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે પેસિફિક કિનારા પર 50 સેન્ટિમીટર સુધીની સુનામી આવી હતી. વાચકોએ તેની સરખામણી 1995 ના કોબે ભૂકંપ અને 2011 ના પૂર્વ જાપાન ભૂકંપ અને સુનામી જેવી ઘટનાઓ સાથે કરી.તો બીજી તરફ વૈજ્ઞાનિકો સંયમ બનાવી રાખવાની સલાહ આપી રહ્યા છે. તેઓનુ કહેવુ છે કે આ તો કુદરતી આપત્તિ છે. વિજ્ઞાન અને ભૂકંપ વિજ્ઞાન પર ધ્યાન આપો….


