ટીમ ઇન્ડિયાના બે ધુરંધર ખેલાડીઓ અત્યારે સારું પ્રદર્શન કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા સામે રાંચી વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શને ટ્રોલર્સ અને વિવેચકોને જડબાતોડ જવાબ આપ્યો. સોશિયલ મીડિયમાં યુઝર્સ બંને ક્રિકેટરોની પ્રશંસા કરે છે તો બીજી બાજુ ટીમ ઇન્ડિયાના કોચ ગૌતમ ગંભીરને ટ્રોલ કરી રહ્યા છે. આ મેચ બાદ ગૌતમ ગંભીરની રોહિત શર્મા સાથેની તસવીરોએ યુઝર્સનું ધ્યાન ખેંચ્યું હતું. તસવીરોમાં ગૌતમ અને રોહિત કોઈ બાબત પર ગંભીર ચર્ચા કરતા હોવાનું દેખાય છે. આ જોઈ ટ્રોલર્સના નિશાના પર ગૌતમ ગંભીર આવ્યો.
ગૌતમ ગંભીરના વધ્યા મતભેદ
રોહિત અને વિરાટ સાથે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે મતભેદ હોવાનું સમાચારોમાં આવ્યું છે. ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે તેમના ટૂંકા કાર્યકાળમાં ઘણો વિવાદ ઉભો કર્યો છે. કેટલાક લોકો ગૌતમ ગંભીરની સરખામણી ગ્રેગ ચેપલ સાથે કરી રહ્યા છે. સૌરવ ગાંગુલીના સમયમાં રહેલા ભારતીય કોચ ગ્રેગ ચેપલ રમતના મહાન બેટ્સમેન અને એક રહસ્યમય વ્યક્તિ ગણાતા હતા. તેઓ કયારેક મજાક કરતા તો કયારેક વધુ સીરિયસ થઈ જતા હતા. તો અનેક વખત સામાન્ય બાબતે ક્રિકેટરો સાથે લડાઈ થતી હતી. ક્રિકેટરો સાથેના ઝગડાને લઈને તેઓ અનેક વખત સમાચારની હેડલાઈન પણ બન્યા હતા.
આકાશ ચોપરાએ આપી ગંભીરને સલાહ
ગૌતમ ગંભીર પણ ગ્રેગ ચેપલના રસ્તા ચાલી રહ્યા હોવાનું કેટલાક લોકોને લાગે છે. તાજેતરમાંજ ભૂતપૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપરાએ તેમને સલાહ આપી છે કે “આટલા બધા ઝઘડા કરવાનું બંધ કરો.” દક્ષિણ આફ્રિકા સામે ભારતે ત્રણ મેચની ODI શ્રેણી જીતી લીધા પછી ગંભીરે જિંદાલ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે તે તેના “ડોમેન” માં રહે. મુખ્ય કોચે ઇન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝ દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદાલનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું હતું. કારણ કે જિંદાલે ટીમ માટે વિભાજીત કોચિંગનું સૂચન કર્યું હતું. ક્રિકટરો બાદ ફ્રેન્ચાઈઝીના માલિક સાથે ગંભીરના મતભેદને લઈને ચોપરાએ કહ્યું કે આમ કરીને, ગંભીર પોતાના માટે વધુ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. અશોક ચોપરા એક સમયે ગૌતમ ગંભીરનો મિત્ર હતો. અને એટલે જ આજે મિત્ર વધુ મુશ્કેલીમાં ના મૂકાય માટે તેને આ સલાહ આપી.
આ પણ વાંચો : IPL 2026 Auction: IPL ઓક્શનથી 1005 ખેલાડીઓની છુટ્ટી, હવે રેસમાં ફક્ત આટલા નામ


