પાલનપુર હાઈવે સર્કલ પર ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા 562 કરોડના ખર્ચે સોનગઢ થી જગાણા સુધીનો 24.5 કિમીનો બાયપાસનું ખાતમુર્હુત કરવામાં આવ્યું છે ત્યારે ખોડલા ગામના ખેડૂતોએે તેમના જમીનના વળતરમાં અપુરતા ભાવ ચુકવ્યા હોવાના અંગે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાલનપુર ખાતે બાયપાસની કામગીરી શરૂ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું તે કાર્યક્રમને પૂર્ણ થયાના 24 કલાક પણ વિત્યા ન હતા તેવામાં ખોડલા ગામના ખેડૂતોની જમીન બાયપાસમાં સંપાદન કરવામાં આવેલ છે અને તેમને પુરતું વળતર મળતું ન હોઈ તેમણે વિરોધ કર્યો છે અને પુતળુ બનાવી અને તેને જુતાનો હાર પેરાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને જણાવ્યું હતું કે જો તમને ઉચિત દામ નહિ મળે તો તેઓ આગામી ચુંટણીનો બહિષ્કાર કરી અને ઉગ્ર આંદોલન કરશે આમ પાલનપુરમાં હાઈવે સર્કલ પરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે બાયપાસનું કામ શરૂ કરવા હજુ તો માંડ 24 કલાક પણ વિત્યા નથી ત્યાં ખેડૂતોએ વિરોધ કરી અને તેમને પુરતા ભાવ મળે તે માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમને બજાર કિંમત મુજબ માંગ સાથે વિરોધ કર્યો હતો.


