અમદાવાદ અને વડોદરાને જોડતા એક્સપ્રેસ-વેનું નિર્માણ થયાને બે દાયકાથી વધુ સમય વીતી ગયો છે.
કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ માર્ગનો મુખ્ય હેતુ એ હતો કે મુસાફરોનો સમય વેડફાયા વગર વડોદરા પહોંચી શકે, તેમનો કિંમતી સમય બચે અને ટ્રાફ્કિ જામમાં ઇંધણનો બગાડ ન થાય. પરંતુ, વર્તમાન પરિસ્થિતિ જોતા લાગે છે.
આ મૂળ હેતુ CTM ચાર રસ્તા પાસે જ રોળાઈ રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર એક્સપ્રેસ-વેના પ્રવેશદ્વાર પર જ ખાનગી વાહનચાલકોએ જાણે પોતાનો અડ્ડો બનાવી લીધો છે. CTM ચાર રસ્તા પર જ્યાંથી વડોદરા તરફ્ જવા માટે એક્સપ્રેસ-વેનો વળાંક શરૂ થાય છે, ત્યાં જ ખાનગી કાર ચાલકો અને લક્ઝરી બસોના ચાલકો કલાકો સુધી ઉભા રહે છે. જ્યાં સુધી તેમની ગાડીમાં મુસાફરો પૂરેપૂરા ભરાઈ ન જાય, ત્યાં સુધી તેઓ મુખ્ય રસ્તો રોકીને અડીંગો જમાવે છે. આને કારણે પાછળથી આવતા અન્ય વાહનચાલકોને ભારે અડચણ ઊભી થાય છે અને પીક અવર્સમાં લાંબો ટ્રાફ્કિજામ સર્જાય છે. મુસાફરોને બેસાડવાની આ હોડ ક્યારેક જીવલેણ અકસ્માતને પણ આમંત્રણ આપે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે માર્ગ પર હજારો વાહનોની અવરજવર હોય ત્યાં ટ્રાફ્કિ પોલીસના જવાનો શોધ્યા જડતા નથી. જાણે ખાનગી વાહનચાલકોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ તેઓ બેફમ રીતે રસ્તો રોકીને ઉભા રહે છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર , આ જગ્યા પર ઉભા રહેવા અને પેસેન્જરો બાબતે વાહનચાલકો વચ્ચે અવારનવાર બોલાચાલી અને મારામારીના બનાવો પણ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. આમ છતાં, ટ્રાફ્કિ વિભાગ દ્વારા અહીં કાયમી બંદોબસ્ત કેમ રાખવામાં આવતો નથી, તે એક મોટો સવાલ છે.


