શિયાળામાં ખાવાના શોખીનોને મોજ પડે છે. શિયાળાના દિવસોમાં બજારમાં દેખાતા લીલા શાકભાજી અને કેટલાક ફળ સૌથી વધુ અને સૌથી સારા હોય છે. ઠંડીના દિવસો કેટલાક ફળ એવા છે જે ફકત બે મહિના મળે છે. આ ફળ નારંગી છે જેનું સેવન અનેક ફાયદા આપે છે. વજન ઘટાડનાર માટે આ ફળ વરદાન છે. તેનો જયુસ અથવા ફળ ખાઈને નાની ભૂખ દૂર કરી શકો છો. નારંગી ખાવાનો ચોક્કસ સમય છે તેવું નિષ્ણાત કહે છે.
સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખશે નારંગીનું સેવન
નારંગીનું સેવન કરી તમે સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકો છો. પરંતુ ભરપૂર ફાયદા આપતું આ ફળ કયારે ખાવું તેને લઈને લોકોમાં મૂંઝવણ છે. કારણ કે લોકોમાં માન્યતા છે કે જો શિયાળામાં રાત્રિના સમયે નારંગી ખાવામાં આવે તો શરદીની સમસ્યા વધે છે. નારંગીમાં ડાયેટરી ફાઈબર, પોટેશિયમ અને ફોલેટ સારા પ્રમાણમાં રહેલું છે. વિટામિન-સીનો ઉતમ વિકલ્પ માનવામાં આવે છે આ ખાટુમીઠું ફળ. તેનું નિયમિત સેવન શરીરને મહત્ત્વપૂર્ણ એન્ટિઓક્સિડન્ટ્સ પણ પ્રદાન કરે છે.
રાત્રે નારંગી ખાવાથી સ્વાસ્થય સમસ્યા
શિયાળામાં નારંગી ફક્ત બપોરે જ ખાવા જોઈએ કે નહીં, સાંજે કે રાત્રે કોને ટાળવું જોઈએ, અને ફળ ખાતી વખતે તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ. રાત્રે નારંગી ખાવાથી શરદી અથવા ગળામાં દુખાવો, શરદી અને ખાંસી જેવી સમસ્યાઓ થાય છે. આની પાછળનું કારણ આપતા નિષ્ણાતે કહ્યું કે રાત્રિના સમયે આપણી પાચનક્રિયા કુદરતી રીતે ધીમી પડી જાય છે. જ્યારે શરીર ગરમ હોય છે ત્યારે સાઇટ્રસ ફળો વધુ સરળતાથી પાચન કરે છે. પરંતુ રાત્રિના સમયે આ ખાટા ફળો જલદી પાચન કરતા નથી. ખાસ કરીને જે લોકોની પાચન શક્તિ નબળી હોય તેમણે આ ફળનું રાત્રે સેવન ના કરવું.
નારંગી ખાવાનો શ્રેષ્ઠ સમય
નારંગી કોઈપણ સમયે ખાતા હોવ ત્યારે તેને છોલીને તરત જ ખઈ જાઓ. જો તમારી પાચનશક્તિ મજબૂત હોય, તો આ ફળો સાંજના ભોજન પછી અથવા નાસ્તા તરીકે ખાઈ શકાય છે. જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે હંમેશા બપોરના સમયે ભોજન બાદ નારંગી ખાવી. નારંગની જયુસ તાજો અને સવારના સમયે જ પીવો જોઈએ. જો તમને જયુસને ફ્રીજમાં સ્ટોર કરશો તો તેના પોષકતત્વો મરી જશે. તેના ખાવાનો કોઈ ફાયદો થશે નહી.
આ પણ વાંચો : Winterમાં ઓછું પાણી પીવાની આદત હોય તો આજે જ બદલો, સ્વાસ્થ્ય પર દેખાશે આ અસર, એક્સપર્ટ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


