ભૃગુઋષીની નગરી તરીકે પ્રખ્યાત ઉત્તર પ્રદેશમાં ગંગા કિનારે આવેલા બલિયા જિલ્લાના સાંસદ સનાતન પાંડેજીએ આજે ભૃગુઋષીની તપોભૂમી ભરૂચની મુલાકાત લીધી હતી અને ભરૂચ-અંકલેશ્વર વિસ્તારમાં રહેતા ઉત્તર ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી.
બલિયાનાં સાંસદ સનાતન પાંડેજીએ બલિયાનાં ભૃગુ મંદિરેથી આશીર્વાદ લઈ ભૃગુ તીર્થ ભરૂચની પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ભરૂચ આવ્યા બાદ ભૃગુ ઋષિ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યાર બાદ ઝાડેશ્વર સર્કીટ હાઉસ ખાતે તેમનાં ટૂંકા રોકાણ દરમ્યાન તેમણે ઉત્તર ભારતીય સમાજનાં ભરૂચનાં આગેવાન ડો. જીતેન્દ્ર રાજપૂતનાં અધ્યક્ષ સ્થાને ભરૂચ ખાતેનાં ઉત્તર ભારતીય સમાજનાં બીજા આગેવાનો સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.


