ધંધૂકા તાલુકામાં આવેલ નર્મદા કેનાલના ડાયવર્ઝન માર્ગ પર ડામર રોડની સુવિધા ન હોવાના કારણે રોજિંદી અવરજવરથી ભારે ધૂળ ઉડતી રહે છે.
જેના કારણે આજુબાજુના ખેતરોમાં ઊભો પાક ધૂળના થરથી ઢંકાઈ ગયો છે અને પાકના ઉત્પાદન તથા ગુણવત્તા ઉપર ગંભીર અસર પડી રહી છે. ધૂળના કારણે ખેડૂતોના ઊભા પાકનું મૂલ્ય ઘટી જતાં આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો વહેલી તકે આ માર્ગ પર ડામર રોડનું કામ હાથ ધરવામાં નહીં આવે તો તેમની મહેનત પરપાણી ફ્રી વળશે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સ્થાનિક ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક ડામર રોડ બનાવવાની માંગ ઉઠાવવામાં આવી છે.


