By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના નાગલપરમાં બનશે મેડિકલ ડિવાઇસ પાર્ક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટના નાગલપરમાં બનશે મેડિકલ ડિવાઇસ પાર્ક

Editor
Last updated: 2025/12/26 at 5:02 PM
3 months ago
Share
રાજકોટના નાગલપરમાં બનશે મેડિકલ ડિવાઇસ પાર્ક
SHARE

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કચ્છ અને સૌરાષ્ટ્રના આયોજન થકી વૈશ્વિક રોકાણ અને આધુનિક મેડિકલ ડિવાઇસ ઇકોસિસ્ટમને મળશે વેગ : રાજયના ઝડપી વિકાસના તબીબ ક્ષેત્રને નવી ગતિ મળશે

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજકોટ જિલ્લાના નાગલપર ખાતે એક નવો, ક્ષેત્ર-વિશિષ્ટ મેડિકલ ડિવાઇસ પાર્ક સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ તબીબી ઉપકરણ ઉદ્યોગ માટે એક સંકલિત અને વ્યાપક ઇકોસિસ્ટમ વિકસાવવાનો છે, જે સંશોધન, ઉત્પાદન, ગુણવત્તા પરીક્ષણ તેમજ વૈશ્વિક નિકાસને મજબૂત આધાર પૂરો પાડશે.

GIDC દ્વારા પ્રસ્તાવિત નાગલપર મેડિકલ ડિવાઇસ પાર્ક લગભગ 336 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ પાર્કને “એન્ડ-ટુ-એન્ડ” ઇકોસિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં પ્રારંભિક સંશોધનથી લઈને ઉત્પાદન, પરીક્ષણ અને અંતે આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ સુધીની સમગ્ર પ્રક્રિયા સરળ અને કાર્યક્ષમ બની રહેશે.

નાગલપરનું સ્થાન લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીની દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક છે. આ વિસ્તાર પીપાવાવ બંદરથી આશરે 125 કિમી, કંડલા બંદરથી 198 કિમી અને મુન્દ્રા બંદરથી 243 કિમી અંતરે સ્થિત છે. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મારફતે સૌરાષ્ટ્ર પ્રદેશને મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા દેશના મુખ્ય શહેરો સાથે સીધી એર કનેક્ટિવિટી પ્રાપ્ત છે. ઉપરાંત, આ મેડિકલ ડિવાઇસ પાર્ક NH-27 થી માત્ર 9 કિમી દૂર સ્થિત છે, જે અમદાવાદ, જયપુર અને દિલ્હી જેવા મહત્વપૂર્ણ શહેરોને જોડતો મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે.નાગલપર મેડિકલ ડિવાઇસ પાર્કનો વિકાસ, ભારતના ઝડપથી વિકસતા મેડિકલ ડિવાઇસ ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતને અગ્રેસર રાજ્ય તરીકે સ્થાપિત કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

પ્લગ-એન્ડ-પ્લે માળખાકીય સુવિધાઓ

ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, નાગલપર મેડિકલ ડિવાઇસ પાર્કમાં આધુનિક અને તૈયાર-ઉપયોગ (Plug-and-Play) માટે માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં દૈનિક 3.5 મિલિયન લિટર (MLD) ક્ષમતા ધરાવતી વિશ્વસનીય પાણી પુરવઠા વ્યવસ્થા, ઘન કચરા વ્યવસ્થાપન સુવિધા તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)નો સમાવેશ થાય છે. અવિરત વીજ પુરવઠા માટે 66 KV સબસ્ટેશન માટે જમીન અનામત રાખવામાં આવી છે. સાથે જ, કાર્યક્ષમ સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવા માટે કોમન વેરહાઉસ અને લોજિસ્ટિક્સ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે.

VGRC રાજકોટ: રોકાણ માટેનું વ્યૂહાત્મક મંચ

રાજકોટમાં યોજાનારી આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) નાગલપર ખાતેના મેડિકલ ડિવાઇસ પાર્ક દ્વારા સર્જાતી વિશાળ રોકાણ તકોને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે એક સશક્ત અને ગતિશીલ પ્લેટફોર્મ પુરું પાડશે. ઓર્થોપેડિક અને સર્જિકલ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગ માટે ઓળખ ધરાવતા રાજકોટમાં યોજાનારી આ કોન્ફરન્સ દરમિયાન એન્જિનિયરિંગ, બંદરો અને લોજિસ્ટિક્સ, તેમજ કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશોની ક્ષમતાઓને વિશેષ રૂપે ઉજાગર કરવામાં આવશે. જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાનારી VGRC રાજકોટ ખાતે વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગ આગેવાનો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે સીધા સંવાદ દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીઓ વિકસાવવાની, જમીન ફાળવણી મેળવવાની અને ભારતના મેડિકલ ડિવાઇસ બજારમાં આગવી ઓળખ સ્થાપિત કરવાની સુવર્ણ તક ઉપલબ્ધ થશે.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
રાજકોટ

 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન

Editor By Editor 6 days ago
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?