રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ અને અપૂર્વમુનિ સ્વામીજી ઉપસ્થીત રહેશે
જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન (JDF) – રાજકોટ દ્વારા ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકો અને તેમના પરિવાર માટે એક સર્વોત્કૃષ્ટ ‘મોટિવેશનલ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તારીખ ૦૪-૦૧-૨૦૨૬, રવિવાર ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે, BAPS સ્વામિનારાયણ મંદિર, મુખ્ય સભાગૃહ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે.
પૂજ્ય સંતોનું સાનિધ્ય આ પ્રસંગે રાષ્ટ્ર સંત પૂજ્ય પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ જેડીએફ પરિવારને કૃપાશિષ સહ ધર્મ સંદેશ પાઠવશે. વધુમાં, બાળકો અને વાલીઓની હતાશા, ડર અને નિરાશા દૂર કરવા માટે પ્રેરણાના મહાસાગર પરમ પૂજ્ય શ્રી અપૂર્વમુનિ સ્વામીજી તેમના પ્રેરણાત્મક વિચારો દ્વારા જીવન જીવવાના કૌશલ્યને પ્રદીપ્ત કરશે.
કાર્યક્રમમાં શહેરના અનેક અગ્રણી શ્રેષ્ઠીઓ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધારશે જેમાં વી. એસ. દામાણી (પ્રમુખશ્રી – શ્રી પારસધામ, જૂનાગઢ), કિરીટભાઈ સંઘવી (ખ્યાતનામ એડવોકેટ તથા સેક્રેટરીશ્રી – અજરામર સ્થા. જૈન સંઘ), પરાક્રમસિંહ જાડેજા (CEO – JYOTI CNC Ltd.), મનસુખભાઈ પાણ (ડાયરેકટર – પાણ એગ્રી એકસપોર્ટ), મુકેશભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ), સર્વાનંદભાઈ સોનવાણી (RK બિલ્ડર્સ), કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન પમ્પ્સ પ્રા.લિ.), જીતેન્દ્રભાઈ બેનાણી (અમીધારા બિલ્ડર્સ), હરીશભાઈ લાખાણી (DML GROUP), ચંદ્રકાન્તભાઈ શેઠ (પ્રમુખ- રોયલ પાર્ક સ્થા. મોટા સંઘ), પ્રવિણભાઈ કોઠારી (ગોંડલ નવાગઢ સ્થા.જૈન સંઘ), મધુભાઈ ખંધાર (પ્રમુખ અજરામર સ્થા. જૈન સંઘ), જગતસિંહ જાડેજા (ISUZU મોટર્સ), દિનેશભાઈ પારેખ (પ્રમુખ – જાગનાથ જૈન તપગચ્છ સંઘ), કમલેશભાઈ શાહ (અગ્રણી ધારાશાસ્ત્રી), ભાવેશભાઈ શેઠ અને અજયભાઈ શેઠ (ANS પ્રા.લી.), શિરીશભાઈ રવાણી (ચેરમેન – SMB એન્જિન વાલ્વસ), દેવાંગભાઈ માંકડ (પ્રમુખ- શ્રી પંચનાથ હોસ્પિટલ), મયુરભાઈ શાહ (સેક્રેટરી – શ્રી પંચનાથ હોસ્પિટલ), સુજીતભાઈ ઉદાણી (અગ્રણી બિલ્ડર), મિત્તલભાઈ ખેતાણી અને શ્રી પ્રતિકભાઈ સંઘવી (એનિમલ હેલ્પ લાઇન), દિલીપભાઈ સંઘવી (સીમંધર જવેલર્સ), અમીશભાઈ દેસાઈ (તપસ્વી સ્કૂલ), નિલેશભાઈ શેઠ (લેન્ડ ડેવલોપર્સ), મેહુલભાઈ મણિયાર અને વિજયભાઈ હાંસલપરા (ગીરીરાજ મિલ્ક પ્રોડકટ પ્રા.લિ.), હીનાબેન મહેતા, હીરેનભાઈ, પ્રકાશભાઈ તથા આનંદભાઈ (કે.એન. મહેતા ટ્રસ્ટ), નિલેશભાઈ દોશી (હોટલ એવર સાઇન), નિલયભાઈ દોશી (હોટલ ધ એવર ગ્રાન્ડ પેલેસ), ડૉ. પી.જે.જોશી (ચીફ ડિસ્ટ્રીક હેલ્થ ઓફિસર) જીતુભાઈ દેસાઈ (માંડવી ચોક જૈન તપગચ્છ સંઘ), ડૉ. મોનાલી માકડીયા (સુપ્રિટેન્ડન્ટ – PDU સરકારી હૉસ્પિટલ)ડી.વી. મહેતા (જિનીયસ સ્કૂલ), સંજયભાઈ શેઠ અને વિરેનભાઈ શેઠ (લાઘાભાઈ ઝવેરચંદ શેઠ એન્ડ કાં.), જેનીશભાઈ અજમેરા, શૈલેષભાઈ માઉં, કેતનભાઈ શેઠ, દિપકભાઈ કોઠારી, હેમલભાઈ મહેતા (અગ્રણી બિલ્ડર્સ), રાજુભાઈ પોબારૂ (પ્રમુખ- સમસ્ત લોહાણા મહાજન સમાજ), મનોજભાઈ ડેલીવાળા (જૈન સાહિત્યકાર), વિપુલભાઈ દત્તાણી (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ), તબીબી નિષ્ણાંતો એન્ડોક્રાઈનોલોજિસ્ટ ડૉ. નિલેશ દેત્રોજા, ડૉ. સાગર બરાસરા, ડૉ. પંકજ પટેલ, ડૉ. કૌશલ શેઠ, ડૉ. હર્ષ દુર્ગીયા, ડૉ. બ્રિજ તૈલી, ડૉ. તપન પારેખ, પિડિયાટ્રિક એન્ડોક્રાઈનોલોજિસ્ટ: ડૉ. ઝલક શાહ ઉપાધ્યાય, ડૉ. ચેતન દવે સહિતના ઉપસ્થિત રહેશે.
જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન (JDF) ની સેવાકીય પ્રવૃત્તિઓ વર્ષ ૨૦૦૪થી કાર્યરત આ સંસ્થા ટાઈપ-1 ડાયાબિટીસ ક્ષેત્રે પાયાનું કામ કરી રહી છે. સંસ્થામાં ૨૨૫૦ થી વધુ સર્વજ્ઞાતીય બાળકો નિઃશુલ્ક નોંધાયેલા છે. સંસ્થા દ્વારા ૮૦૦થી વધુ જરૂરિયાતમંદ બાળકોને ઇન્સ્યુલીન, સિરીજ/નિડલ્સ, ગ્લુકોમીટર, સ્ટ્રીપ, લાન્સેટ અને તબીબી પરીક્ષણો સહિતની સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે અપાય છે. અન્ય તમામ બાળકોને આ સુવિધાઓ ૪૦% થી ૫૦% રાહતદરે પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ૮૧ જેટલા ચેકઅપ કેમ્પ, અવેરનેસ કેમ્પ, પિકનિક, સંગીત સંધ્યા અને જાદુ શો જેવા કાર્યક્રમો યોજાયા છે. આ ઉપરાંત સંસ્થા ૯૦ દીકરા-દીકરીઓના લગ્નસબંધ ગોઠવવામાં નિમિતરૂપ બની છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા ૬૦ બાળકો વર્ચ્યુઅલ એજયુકેશન કોર્ષ દ્વારા નેશનલ ડાયાબિટીસ એજયુકેટર બન્યા છે.
સંસ્થા દ્વારા નિરંતર ચાલતા સેવા યજ્ઞના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ બાળકોને ટાઈપ- 1 ડાયાબિટીસમાં ઉપયોગી કીટ ભેટ સ્વરૂપે (અંદાજિત મૂલ્ય – ૨૫૦૦ રૂપિયા) આપવામાં આવશે તેમજ હાજર દરેક બાળકો અને તેમના પરિવારજનો માટે ભોજનની પણ નિ:શુલ્ક વ્યવસ્થા રાખેલ છે. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અપુલ દોશી તથા અનીશ શાહ, રોહિત કાનાબાર, હરિકૃષ્ણ પંડયા, અમિત દોશી અને મિતેષ ગણાત્રા જહેમત ઉઠાવી રહ્યા છે.


