રાજય પોલીસ વડા વિકાસ સહાય 3૧મી ડિસેમ્બરે થયા નિવૃત
નવા DGP તરીકે ડો.કે.એલ.એન. રાવનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના હાલના DGP વિકાસ સહાય સત્તાવાર રીતે તો 6 મહિના પહેલાં જ નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે હવે પૂરું થઈ ગયું છે. રાવ વર્ષ 1992ની બેચના IPS અધિકારી છે.
રાજ્ય પોલીસ વડા તરીકે અત્યારે કાયમી ડીજીપી નહીં પરંતુ ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે. એલ એન.રાવને મૂકવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય 31 ડિસેમ્બર, 2025 નિવૃત્ત થઈ ગયા છે ત્યારે તેમની જગ્યાએ ચાર્જ આપવા માટે ઇન્ચાર્જ પોલીસવડાની નિમણૂક કરવાની હોવાથી અત્યારે હાલમાં ડો. કે. એલ. એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય પોલીસ વડા તરીકે કોને મૂકવા તેની અવઢવ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી, ત્યારે રાજ્યના નવા કાયમી પોલીસ વડાની જગ્યાએ હાલમાં ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે. એલ. એન.રાવને મૂકવામાં આવ્યા છે.
પોલીસ વડા તરીકે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ ડીજીપીની રેસમાં હતા. પરંતુ અત્યારે હાલમાં સરકાર તરફથી કાયમી ડીજીપી અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહીં. જેથી વિકાસ સહાયના નિવૃત્તિના છેલ્લા કલાકોમાં ઇન્ચાર્જ ડીજીપી મુકવા અંગેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારી તરીકે ડો. રાવ હોવાના કારણે તેમને ઇન્ચાર્જ ડીજીપી તરીકે હાલમાં મૂકવામાં આવ્યા છે.
ડો.કે.એલ.એન.રાવ ઓક્ટોબર, 2027માં નિવૃત્ત થશે. તેમણે જિલ્લા પોલીસવડા તરીકે હિંમતનગર, ખેડા, મહેસાણા જેવા જિલ્લાઓમાં નોકરી કરી હતી. જ્યારે રાજકોટ રેન્જ ડીઆઈજી અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. ઘણા સમય સુધી ગુજરાતની જેલોના વડા તરીકે રહી ચૂકેલા રાવ હાલમાં CID ક્રાઈમ અને રેલવેમાં ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ રેન્જ ડીઆઈજી અને અમદાવાદ જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે.
તેમજ ઘણા લાંબા સમય સુધી ગુજરાતના જેલોના વડા તરીકે તેઓ હતા. 22 મહિના બાદ એટલે કે ઓક્ટોબર 2027માં તેમની નિવૃત્તિ છે. રાજ્ય સરકાર દ્વારા કાયમી ડીજીપીની જગ્યાએ હાલમાં ઇન્ચાર્જ ડીજીપી મૂકવામાં આવ્યા છે. બે વર્ષનો કાર્યકાળ હજી બાકી છે ત્યારે તેઓને કાયમી ડીજીપી તરીકે ન મૂકવામાં આવતા હવે ઇન્ચાર્જ ડીજીપી રહેશે કે પછી કાયમી તરીકે તેમને મૂકવામાં આવશે તેને લઈને પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.
તેઓ કડક અધિકારી તરીકે કામ કરવા માટે જાણીતા છે. આ ઉપરાંત કુનેહપૂર્વક રાજ્યની તમામ જેલોનું મેનેજમેન્ટ પણ કરી ચૂક્યા છે. તેમના સમયગાળા દરમિયાન જેલમાં પણ કેદી ભાઇઓ માટે અનેક સારા કાર્યો થયા છે. કોઇ ‘ચોક્કસ કેમ્પ’ સાથે સંકળાયેલા નથી એટલે નિષ્પક્ષ હોવાની પણ એક ઇમેજ છે.
આઇપીએસ અધિકારીઓમાં સિનિયર પોસ્ટ
હાલ રાજ્યમાં હાજર આઇપીએસ અધિકારીઓમાં તેઓ સિનિયર મોસ્ટ છે અને કોઇ વિવાદમાં નથી. જોકે તેમને જેલમાં રહ્યા બાદ અનેક કેદીઓની સજા પૂર્ણ થઇ ગઇ હતી. પરંતુ તે જેલ મુક્ત થતા નહોતા. તે સમયે તેમને મહત્વની કામગીરી કરી માનવતા દાખવી તે વિષય પર કામ કરી અનેક કેદીઓને મુક્ત કરાવ્યા હતા.


