By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં એરોસ્પેસ-ડિફેન્સ પોલીસી જાહેર થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં એરોસ્પેસ-ડિફેન્સ પોલીસી જાહેર થશે

Editor
Last updated: 2026/01/02 at 4:59 PM
3 months ago
Share
રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં એરોસ્પેસ-ડિફેન્સ પોલીસી જાહેર થશે
SHARE

 વાઇબ્રન્ટ-ગુજરાત રીજયોનલ કોન્ફરન્સ ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો આપશે

નવી પોલીસીમાં એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્ર માટે મહત્વની પુરવાર થશે

રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ-ગુજરાત-રીજયોનલ કોન્ફરન્સ ફકત સૌરાષ્ટ્ર જ નહી પુરા ગુજરાતના વિકાસમાં એક મહત્વનો ફાળો આપશે અને તેનાથી 2047ના વિકસીત ભારતના જે લક્ષ્યાંક છે. તેમાં ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ પુરવાર થશે.

રાજકોટ વાઈબ્રન્ટ સમીટમાં રાજયની નવી એરોસ્પેસ તથા ડિફેન્સ પોલીસીની પણ જાહેરાત થનાર છે. અગાઉ 2016માં આ પોલીસી પ્રથમ વખત રચાઈ હતી જે તા.31 ડિસે. 2025ના પુરી થઈ છે પણ રાજય સરકારે હવે નવી પોલીસી જે આજના અને ભવિષ્યના આયોજન અને પડકારોને અનુરૂપ છે તે સંદર્ભમાં બનાવાશે અને તેની રાજકોટ સમીટમાં એક સંકલીત એરોસ્પેસ એન્ડ ડિફેન્સ પોલીસી જાહેર થશે.

આ નવી પોલીસીમાં એરોસ્પેસ તથા ડિફેન્સ ક્ષેત્ર માટે મહત્વની પુરવાર થશે. જેમાં નાણાકીય પ્રોત્સાહનો સબસીડી, ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધા મારફત ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત કંપનીઓ તથા સાહસિકોને આકર્ષશે અને તેના લાભ સમગ્ર ઉદ્યોગને માટે મહત્વપૂર્ણ પુરવાર થશે અને તેમાં મહત્વપૂર્ણ ગુજરાતના એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રને જોડાશે જેથી એરોસ્પેસ તથા ડિફેન્સ ઉત્પાદનમાં તેની ભાગીદારી વધશે.

આ નવી પોલીસી આ ઉપરાંત મોટા રોકાણકારોને પણ આકર્ષશે જેથી સર્વાંગી રીતે ગુજરાતમાં આ બન્ને ક્ષેત્રનો વિકાસ થશે. આ અંગે એક અગ્રણી કંપનીના ડિરેકટરના જણાવ્યા મુજબ દેશમાં આ ક્ષેત્રના ખ્યાલ અને નવી સંભાવનાને જોતા અનેક ભારતીય કંપનીઓ પણ વિદેશી ભાગીદારો સાથે આગળ આવવા આતુર છે પણ તેઓએ આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની સપ્લાય લાઈનની જરૂર પડે છે.

જે સ્થાનિક ઉદ્યોગોને આગળ આવવા દેતી નથી. આ માટે એક કલસ્ટર જેવી સ્થિતિ જરૂરી છે. જયાં એક જ સ્થળથી જે પ્રકારની ઉત્પાદન સેવા સુવિધા જેને `ડીફેન્સ પેક’ કહી શકાય તે ઉપલબ્ધ થવી જરૂરી છે. કોઈ છુટાછવાયા એકમો ચાલે નહી જેને ગુજરાતની આ નવી પોલીસી તે બાજુ હશે તે અપેક્ષા છે.

વી.જી.આર.સી.-૨૦૨૬માં જોડાવા માટે રાજકોટના ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ

એમ.એસ.એમ.ઈ. સહિત અનેક ધંધાઓને વેગ મળશે અને રોજગારી વધશેઃ ચેમ્બર પ્રમુખ

રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ-૨૦૨૬ (વી.જી.આર.સી.)ના આરંભનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ કોન્ફરન્સના આયોજન અને તેમાં જોડાવા માટે રાજકોટના ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે વી.જી.આર.સી.-૨૦૨૬ને રાજકોટ અને સૌરાષ્ટ્રની ઈકોનોમીને બૂસ્ટ કરનારો સુવર્ણ અવસર ગણાવ્યો છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘વાઈબ્રન્ટ ગુજરાત’ની શરૂઆત કરાવી હતી. આજે હવે પહેલીવાર રીજીયોનલ વાયબ્રન્ટ રાજકોટના આંગણે યોજાવા જઈ રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારો માટે આ સુવર્ણ અવસર છે. તેનાથી રાજકોટ-સૌરાષ્ટ્રની ઘણી પ્રોડક્ટ વિશ્વફલક પર પહોંચશે.

રાજકોટ-સૌરાષ્ટ્રના ઘણા ઉત્પાદકોની પ્રોડક્ટ વાયા-વાયા થઈને વિદેશ નિકાસ થતી હોય છે. અનેક ઉદ્યોગકારો જાતે નિકાસ નથી કરી શકતા. રીજીયોનલ વાઈબ્રન્ટમાં ફોરેન ડેલિગેટ્સ આવશે અને તેમના તરફથી સીધી પૂછપરછ અને મળનારા ઓર્ડરના લીધે, ઉદ્યોગકારો તેમને સીધી નિકાસ કરી શકશે. પરિણામે ઉદ્યોગકારોને વધુ ફાયદો થશે અને દેશનું હુંડિયામણ પણ બચશે. આ સાથે અનેક ધંધાઓ અને રોજગારીનો વ્યાપ વધશે. આમ રાજકોટ-સૌરાષ્ટ્રને ઘણો ફાયદો થાય તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

જ્યારે ચેમ્બરના માનદ સચિવ તથા ઉદ્યોગકાર નૌતમ બારસિયાએ જણાવ્યું હતું કે, વી.જી.આર.સી.-૨૦૨૬ માટે વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ છે. ચેમ્બરના ૨૦૦૦થી વધુ સભ્યોને વી.જી.આર.સી.માં રજિસ્ટ્રેશન માટેની લિન્ક આપવામાં આવી છે અને વેપારીઓ અને ઉદ્યોગકારો વી.જી.આર.સી.માં ભાગ લે તે માટે અપીલ પણ કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, આ વી.જી.આર.સી. બહારથી આવનારી મોટી કંપનીઓ-બાયર્સ અને રાજકોટના ઉદ્યોગકારો માટે સેતુ સમાન બની રહેશે. સર્વિસ ઈન્ડસ્ટ્રીઝને પણ તેનાથી મોટો ફાયદો થશે. આ કોન્ફરન્સથી સ્થાનિક અર્થતંત્રમાં ઉછાળો આવશે. વેપાર-ધંધા વધશે અને માર્કેટમાં નાણુ ફરતું થતાં બજારમાં તેજી આવશે તેવી આશા છે.

ભારત સહિત ૨૨ દેશોના આંતરરાષ્ટ્રીય કક્ષાના રજીસ્ટ્રેશન થયા

વાઇબ્રનટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જાપાન, યુક્રેન, રિપબ્લીક ઓફ કોરીયા, રિપબ્લીક ઓફ રવાન્ડા જેવા દેશો છે. અત્યાર સુધીમાં ૬3૬૪ રજીસ્ટ્રેશન થઇ ચુકયા છે. જેમાં ભારત સહિત ૨ દેશોના આંતરરાષ્ટ્રીય કક્ષાના રજીસ્ટ્રેશન થયા છે. ૨૬૪૦૦ ચોરસ મીટરમાં સમગ્ર પ્રદર્શન યોજાશે. ૪૫૦૦ ચોરસ મીટરમાં પેવેલીયન બનાવવામાં આવ્યું છે.

23 દેશના ઉદ્યોગપતિઓ રાજકોટ આવશે

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છ તા. ૧૧થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાશે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છના ૧૨ જિલ્લાને આવરી લેશે. મારવાડી યુનિવર્સિટી ખાતે ૧૧ જાન્યુઆરીએ બપોરે ૩.૩૦ કલાકે વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ તથા ટ્રેડ શોનો ઉદઘાટન સમારોહ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં ૨3 દેશના ઉદ્યોગપતિઓ ભાગ લેશે. વીજીઆરસીની થીમ રીજનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન રાખવામાં આવી છે. ૧૩ જેટલા આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝેશન પણ જોડાયા છે. ભારત સહિત ૨૩ દેશોમાંથી રજીસ્ટ્રેશન મળ્યા છે. ટ્રેડ શો અને એક્ઝિબિશન તા. ૧૧-૧૩ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાશે.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
રાજકોટ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Editor By Editor 3 days ago
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?