કર્મચારી યુનિયને જયમીન ઠાકર સમક્ષ વ્યક્ત કરી સલામતીની ચિંતા
એન્જિનીયર એસોસિએશન અને યુનિયનના સભ્યો સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરને રૂબરૂ મળ્યા હતા. છાશંવારે થતા હુમલાની ઘટનાને લઇને સલામતીની ચિંતા વ્યકત કરી હતી. ચેરમેન જયમીન ઠાકરે એવી ખાતરી આપી હતી કે, કોન્ટ્રાક્ટ એજન્સીને ૪૮ કલાકમાં બ્લેકલિસ્ટ કરવા સંબંધિત અધિકારીને સુચના આપી દેવામા આવી છે. સાથે ચેરમેને હુમલાનો ભોગ બનેલા કર્મચારી પ્રત્યે સાહનુભુતિ દાખવતા કહ્યુ હતુ કે, મનપાના કર્મચારીઓ શહેરના વિકાસની ધુરા છે. તેઓ દિવસ-રાતનો વિચાર કર્યા વગર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે ત્યારે આ રીતે થતા હુમલા કોઇ રીતે ચલાવી નહીં જ લઇએ.


