By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોરાજી-ઉપલેટા-જેતપુરમાં ભૂંકપનો ભયાવહ ખૌફ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ધોરાજી-ઉપલેટા-જેતપુરમાં ભૂંકપનો ભયાવહ ખૌફ

Editor
Last updated: 2026/01/09 at 3:53 PM
7 months ago
Share
ધોરાજી-ઉપલેટા-જેતપુરમાં ભૂંકપનો ભયાવહ ખૌફ
SHARE

૨૬ જાન્યુઆરી એટલે કે ગુજરાતના ગોઝારા ભૂંકપની કારમી વરસી નજીક આવતા જ ધણધણતી ધરાએ લોકોના જીવ અધ્ધર કરી દીધા

ધોરાજી-ઉપલેટા-જેતપુરમાં ભૂંકપનો ભયાવહ ખૌફ

ગઇકાલે મોડી સાંજથી આજે બપોર સુધીમાં ૧3 આંચકા, તીવ્રતા પાંચપીપળામાં ૮ અને લુણાગીરમાં પણ ૨ આંચકા

પાંચપીપળામાં ૮ અને લુણાગીરમાં પણ ૨ આંચકા : ગોંડલમાં પણ ધરા ધણધણી

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં આવેલા ગોઝારા ભૂંકપની કારમી વરસી એટલે ૨૬ જાન્યુઆરી. કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં કોપાયમાન થયેલી ધરાએ ખેદાનમેદાન કરી નાખ્યુ હતુ. ખાસ કરીને કચ્છ પંથક આજે પણ આ દર્દનાક આફ્ટરશોમાંથી બહાર નીકળી શક્યુ નથી. ૨૬ જાન્યુઆરી નજીક આવી રહી છે એવા ટાંણે જ ધરા ફરી ધણધણવા લાગી છે. આ વખતે સૌરાષ્ટ્રમાં ભયનો મહોલ સર્જાઇ રહ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, જેતપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ગઇકાલે મોડી સાંજથી ધરા ધણધણી રહી છે. એક-બે નહીં પણ વારંવાર ભૂંકપના આંચકા આવી રહ્યા છે. ગઇકાલે સાંજથી રાત સુધીમાં ૬ અને આજે સવારે પણ માત્ર 3 કલાકમાં ૭ વખત ભૂંકપના આંચકા આવ્ય હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ગાંધીનગર સ્‍થિત સીસ્‍મોગ્રાફી સેન્‍ટર ના અહેવાલમાં જણાવ્‍યું છે કે આજે સવારે ૬:૧૯ વાગ્‍યે ૩.૮, ૬: ૫૬ વાગ્‍યે ૨.૯, ૬: ૫૮ વાગ્‍યે ૩.૨, ૭:૧૦ વાગ્‍યે ૨.૯, ૭: ૧૩ વાગ્‍યે ૨.૯, ૭:૩૩ વાગ્‍યે ૨.૭ અને ૮:૩૪ વાગ્‍યે ૩.૨ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઇકાલે મોડી સાંજથી પણ છ આંચકા નોંધાયા છે. આ તમામ ભૂકંપનું કેન્‍દ્ર બિંદુ ઉપલેટા આસપાસ નોંધાયુ છે. વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભય પ્રસરી ગયો છે. એકબાજુ શિયાળાની ઠંડીને બીજી બાજુ વારંવાર ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો છે.

૨૬ વર્ષ પહેલાં ૨૬ જાન્‍યુઆરીના રોજ આવેલાં વિનાશક ભૂકંપને આજે પણ લોકો ભૂલી શકયા નથી. ત્‍યારે શિયાળાની ઋતુને અને ભૂકંપ વચ્‍ચે કોઈ કનેક્‍શન હોય તેમ ઠંડી વધતાં જ ભૂંકપના આંચકા શરૂ થઇ ગયા છે. ગઇકાલે મોડી સાંજ પછી શરૂ થયેલા આંચકાના ભયના ઓથાર હેઠળ લોકોએ રાત આખી વિતાવી. સવારે ફરી માત્ર ત્રણ કલાકમાં જ ધરતી ધણધણતા લોકોમાં ગભરાહટ વધી ગયો છે.

અમરેલી પંથકમાં પણ ધરા ધણધણી

ગિર ગ્રામ્ય વિસ્તારના ઇંગોરાળા, નાના વિસાવદર, નાની ધારી, અનીડા સહિતના વીસ્તારમાં ૧.૯ની તીવ્રતાના આંચકા

એપી સેન્ટરર અમરેલીથી ૪૧ કિલોમીટર દૂર હોવાનું ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયુ

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગિરના ગામડામાં આ કાલે સાંજે વાળું કરવાનાં સમયે લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્‍યો હતો. ઉપરાંત ધોરાજી શહેર સહિત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારમાં આજે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્‍યો હતો. જાણવા મળતી વિગત મુજબ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગિરના ગ્રામ્‍ય વિસ્‍તારના ઇંગોરાળા, નાના વિસાવદર, નાની ધારી, અનીડા સહિતના ગામોમાં આજે સાંજના ૭:૧૬ મિનિટે ૧.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ અંગે સિસ્‍મોલોજી વિભાગ ગાંધીનગર દ્વારા પણ ભૂકંપના આંચકાની પુષ્ટી આપી હતી. આ ભૂકંપ અમરેલીથી ૪૧ કિલોમીટર દૂર હોવા અંગેની વિગતો ગાંધીનગર સિસ્‍મોલોજી વિભાગે આપી હતી. આ અગાઉ પણ ખાંભા પંથકમાં ગીર કાંઠાના વિસ્‍તારોમાં અનેક વખત ભૂકંપના આંચકો આવતા હોય જેને લઈ ગાંધીનગરથી ખાસ ટીમ આ પંથકમાં દોડી આવી હતી. ત્‍યારે કાલે ફરી વખત ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. દરમિયાન આ લખાય છે ત્યારે પાંચપીપળામાં ૮ અને લુણાગીરમાં પણ ૨ આંચકા નોંધાયા છે.

‘અગ્ર ગુજરાત’એ શિક્ષણાધિકારી દિક્ષિત પટેલ સાથે કરી રૂબરૂ વાત

ધોરાજી તાલુકાની ૪૮, જેતપુર તાલુકાની ૭૦ સરકારી શાળામાં રજા

ખાનગી શાળાના સંચાલકોને પણ રજા રાખવા માટે શિક્ષણાધિકારીએ આપી મંજૂરી

ભૂંકપના આંચકા બંધ ન થાય ત્યા સુધી શાળાઓમાં રજા રાખવાની સતા સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આપવામા આવી

ધોરાજી, જેતપુર, ઉપલેટા પંથકમાં ભૂંકપના ભયાવહ માહોલ વચ્ચે નગરપાલિકા સંચાલિત તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામા આવી છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી દિક્ષિત પટેલ સાથે ‘અગ્ર ગુજરાત’એ કરેલી રૂબરૂ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, ભૂંકપના આંચકા સૌથી વધુ ધોરાજી અને જેતપુરમાં આવ્યા છે. ગોંડલ અને ઉપલેટામાં પણ અસર વર્તાઇ છે પણ આ બે સેન્ટરમાં વધુ અસર નથી. ખાસ કરીને ધોરાજી અને જેતપુરમાં ભયનો માહોલ છે. એ જોતા ત્યાની સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામા આવી છે. ધોરાજી તાલુકામાં ૪૮ અને જેતપુર તાલુમાની ૭૦ શાળાઓ આજે બંધ રાખવામા આવી હતી. બીજુ એ કે ત્યા સુધી સુચના આપવામા આવી છે કે, કુદરતી આફત ઓસરાય નહીં, ભૂંકપના આંચકા બંધ ન થાય ત્યા સુધી શાળાઓમાં રજા રાખવાની સતા સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આપવામા આવી છે. એટલુ જ નહીં ખાનગી શાળાના સંચાલકોને પણ પોતાની રીતે શાળામાં રજા રાખવા માટેની મંજૂરી આપવામા આવે છે.

જેતપુર મામલતદાર એ.ડી.બાખલકિયાનો અનુરોધ

94299 16996 કન્ટ્રોલ નંબર પર સંપર્ક કરવો

જેતપુરના મામલતદાર એ.ડી.બાખલકિયાએ ‘અગ્ર ગુજરાત’ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યુ હતુ કે, લોકોએ બિનજરૂરી ગભરાહત કે અફવાથી ડરવુ નહીં. આજે ટીડીઓ, ચીફ ઓફિસર અને શિક્ષણ વિભાગની મીટીંગ રાખી હતી. ખાસ ભૂંકપના માહોલને લઇને કન્ટ્રોલરૂમ ચાલુ કર્યો છે. જરૂર પડ્યે ફોન નં.૯૪૨૯૯ ૧૬૯૯૬ પર સંપર્ક કરવો. તમામ સરકારી શાળાઓમાં રજા આપવામા આવી છે. માત્ર શિક્ષકોને હાજર રહેવા જણાવાયુ છે.

You Might Also Like

પોરબંદરમાંથી પસાર થતા NH-151 AD અને ૧૫૧ Kને ફોરલેન કરવા માંગણી

થિરુવંતપુરમ-પોરબંદર એક્સપ્રેસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

લગ્નના વચનો આપી ત્યક્તા પર વારંવાર દુષ્કર્મ, શાપરમાં યુવક ઝડપાયો

જસદણના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફોરેન્સિક પીએમ કરાવાયું

જસદણના ખેડૂત યુવક સાથે કાર વેચાણના નામે રૂ.3 લાખની છેતરપીંડી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉપલેટાના વેપારીને 79.71 લાખનો ચુનો લગાવનાર સાયબર ગેંગનો રાજકોટનો સૂત્રધાર ઝડપાયો
ગુજરાતરાજકોટ

ઉપલેટાના વેપારીને 79.71 લાખનો ચુનો લગાવનાર સાયબર ગેંગનો રાજકોટનો સૂત્રધાર ઝડપાયો

Editor By Editor 6 days ago
ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી
ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા કાલે સર્વરોગ નિદાન કેમ્પ
ધોરાજી નગરપાલિકા સામે શુદ્ધ પીવાના પાણી મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી
સ્ટાફની અછત વચ્ચે શિક્ષકોને ફ્લડ કંટ્રોલની ડ્યુટી સોંપતા નારાજગી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?