ગુજરાતમાં સૌપ્રથમ તકતી મૂકત જૈન ધર્મ સ્થાનકનું રાજકોટમાં ઉદ્ઘાટન
જૈનમ જીવિકો દ્વારા જૈનીઝમ પર સેમિનાર: સદગુરૂદેવ પારસમુનિ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ સંપ્રદાયનાં ગાદીપતિ ગુરુદેવ શ્રી ગિરીશચંદ્રજી સ્વામી નાં સુશિષ્ય ગુજરાત રત્ન શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ તથા મહામંત્ર પ્રભાવક ગુરુદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબના શિષ્ય રત્ન સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબનાં સાનિધ્યમાં જીવો સંચાલિત શ્રી રૂડાનગર સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટ માં તારીખ ૧૧/૧/૨૬ રવિવારે મીન લગ્નમાં અને ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાં નાં યોગમાં, ચંદ્ર ની હોરા અને લાભ ચોઘડિયાંમાં માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર સાવરકુંડલા વાળા હાલ મુંબઈ, શ્રી ભાનુમતીબેન વનચંદ પારેખ, સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ની ઉદ્ઘાટન વિધિ રાખવામાં આવેલ છે.
સમસ્ત ગુજરાતમાં સૌપ્રથમ તકતી મુક્ત ઉપાશ્રયનું નવનિર્માણ થયું. જેમાં મુખ્ય લાભાર્થી ખેતાણી પરિવારની ઉત્તમોત્તમ નિર્મળ ભાવનાનાં દર્શન થાય છે. ભૂમિપ્રદાતા શ્રી ભાનુમતીબેન ની અંતરની ભાવનાને સાકાર મૂર્ત સ્વરૂપ પ્રાપ્ત થયેલ છે. ૨૦૨૧ માં સદગુરુદેવે ગોંડલ માં જણાવેલ કે જૈન સમાજનું સ્થાન ઉત્થાન તો જ શક્ય છે, જો ધર્મસ્થાનકો તકતી મુક્ત બને અને પ્રોગ્રામો સ્ટેજ મુક્ત બને. પ્રોગ્રામ સ્ટેજ મુક્ત બનાવવા અને ધર્મસ્થાનક તકતી મુક્ત સમાજે અહં ભાવ છોડી દાન આપતાં શીખવું પડશે. આજે સદગુરુદેવ ની ભાવના સાકાર થઈ. ઉપાશ્રયની અંદરમાં કોઈનાં પણ નામની તકતી લગાવવામાં આવેલ નથી. સાધુચર્યા ને સાનુકૂળ બને તેવા વર્તમાન સમયની ચતુર્વિધ સંઘની આવશ્યકતાની પૂર્તિ કરે તેવા ઉપાશ્રય સ્વરૂપ જૈન ધર્મસ્થાનક નું નિર્માણ થયું છે. જૈન ધર્મસ્થાનક નાં મુખ્ય દ્વાર નું ઉદ્ઘાટન મુખ્ય ઉદઘાટક શ્રી ધીરજલાલ કાંતિલાલ જૈન, શ્રીમતી મમતાબેન જૈન, જૈનમ – જીવિકા જૈન દુબઈ, પ્રવચન હોલ નું ઉદ્ઘાટન શ્રીમતી રીનાબેન જીતેન્દ્રભાઈ બેનાણી, આયંબિલ શાળા નું ઉદ્ઘાટન માતુશ્રી શારદાબેન રતિલાલ જેચંદ દોશી પરિવાર શ્રી તનસુખભાઈ દોશી, સ્વ. આનંદ કુમાર પંકજભાઈ રવાણી તથા . સ્વ. શ્રી પંકજકુમાર મનસુખલાલ રવાણી હૈદરાબાદ હાલ રાજકોટ શ્રી ભારતીબેન પંકજકુમાર રવાણી – દિવ્ય સાધનાલય – અન્નપૂર્ણાલય , શ્રીમતી કામિનીબેન કેતનભાઈ બોસમ્યા વેરાવળ રૂમ નં ૧, માતુશ્રી કુસુમબેન મનસુખલાલ મહેતા ઘડિયાળી પરિવાર જામનગર શ્રી જયેશભાઈ ઘડિયાળી રૂમ નં ૨, શ્રી ધીરજલાલ દુર્લભજીભાઈ મોદી પરિવાર ખાંભા રૂમ નં ૩, માતુશ્રી સુશીલાબેન ભૂપતલાલ શાહ પરિવાર રૂમ નં ૪, માતુશ્રી લતાબેન કાંતિલાલ મહેતા પરિવાર – લીનાબેન – રાહુલભાઈ રાજકોટ શાલીભદ્ર પેઢી કાર્યાલય, શ્રીમતી નિશાબેન સુનિલભાઈ પારેખ દુબઈ કોઠાર રૂમ, નવકાર મંત્ર – મહામાંગલિક – ઉવસગ્ગહરં સ્તોત્ર શિલાલેખ પરાગભાઇ રજનીભાઇ પારેખ, ભાવિકાબેન તુષારભાઈ ગોસલિયા, નિતિનભાઈ મહેતા, રુદ્રેશભાઈ રમેશચંદ્ર ગાઠાણી, જયંતિલાલ ભાઈચંદભાઈ મહેતા, અશોકભાઈ જોષી, કેતનભાઈ પટેલ, ગોંડલ સંપ્રદાયનાં સમસ્ત સંત પરંપરા નાં નવનિર્મિત આંબા નું દર્શનીય ચિત્ર કલાકૃતિ નું ઉદ્ઘાટન શ્રી ગોંડલ સંપ્રદાયનાં શ્રી પ્રવીણભાઈ મણિલાલ કોઠારી, શ્રી ચંદ્રકાંતભાઈ માણેકચંદભાઈ શેઠ (સી.એમ.), શ્રી રૂડા નગર સ્થાનકવાસી જૈન સંઘ ના ટ્રસ્ટી પ્રમુખ શ્રી મયૂરભાઈ ભૂપતલાલ શાહ, મહામંત્રી શ્રી કિશોરભાઈ રતિલાલ દોશી, ખજાનચી શ્રી અજયભાઈ ભૂપતરાય ભીમાણી, નાં વરદ હસ્તે થશે.
મુખ્ય લાભાર્થી માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવારની ઉત્તમ ભાવના આ ઉપાશ્રય માં સાકાર થઈ છે. ઉપાશ્રયની જગ્યામાં સ્થાનકવાસી જૈન પરંપરા અનુસાર આરાધના કરવા કરાવવામાં આવશે.
તારીખ ૧૧/૧/૨૬ રવિવારે ઉદ્ઘાટન પ્રસંગે પૂજ્ય દેવેન્દ્રમુનિ મહારાજ સાહેબ, સુશાંતમુનિ મહારાજ સાહેબ, પારસમુનિ મહારાજ સાહેબ, વનિતાબાઈ મહાસતીજી (સતીજી) , સદાનંદી પૂજ્ય સુમતિબાઈ મહાસતીજી, પ્રિયદર્શનાબાઈ – સુધાબાઈ મહાસતીજી, કલ્પનાબાઈ – અજીતાબાઈ મહાસતીજી, પૂજ્ય સંગીતાબાઈ મહાસતીજી, પૂજ્ય નંદા સુનંદાબાઈ મહાસતીજી, સુનિતાબાઈ મહાસતીજી, પૂજ્ય રૂપાબાઈ મહાસતીજી, શ્રેયાંસીબાઈ મહાસતીજી જશ પરિવારનાં વીણા – ઉષાબાઈ મહાસતીજી, સંઘાણી સંપ્રદાયનાં સાધનાબાઈ મહાસતીજી, જયશ્રીબાઈ મહાસતીજી, રાજેશ્વરીબાઈ મહાસતીજી, સોનલબાઈ મહાસતીજી આદિ તથા જશ – ઉત્તમ – પ્રાણ પરિવાર તથા સંઘાણી સંપ્રદાય લીંબડી સંપ્રદાય તથા અન્ય રાજકોટમાં બિરાજિત સર્વ સંત સતીરત્નો પધારશે.


