મોકરીયાના હસ્તે વૃક્ષારોપણ, રાધાનગરમાં શિવમંદિરે દર્શન-પૂજા અર્ચના કર્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત સરકારની પાર્લામેન્ટની ગ્રાહક અંગેની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રીમતી કનીમોજી કરુણાનિધિ (એમ.પી.) ના અધ્યક્ષ સ્થાને તા.૦૫.૦૧.૨૦૨૬ થી તા.૦૯.૦૧.૨૦૨૬ દરમ્યાન પોંડીચેરી, ચેન્નાઈ અને હેવલોક (સ્વરાજ દ્વીપ) ખાતે બેઠકો મળી હતી. જેમાં રાજયસભાના સભ્ય રામભાઇ મોકરીયાઓએ હાજરી આપી હતી.
આ બેઠકોમાં પોંડીચેરીમાં પેટ્રોલ અને પેટ્રોલીયમ પ્રોડક્ટ્સ જેવી આવશ્યક વસ્તુઓ પૂરી પાડવા તથા ખાદ્ય સામગ્રી (અનાજ) અંગેની સબસીડી નો સીધો લાભ પોંડીચેરી વિસ્તારને મળે તે બાબતે અને તામીલનાડુ રાજ્યને રેલ્વે મારફત ખાદ્ય સામગ્રી પૂરી પાડવા અંગે ખાસ વ્યવસ્થા કરવા તથા આંદમાન અને નિકોબાર નાં સંદર્ભમા ખાદ્ય સામગ્રી નાં સ્ટોરેજ માટેની હાલની માળખાકીય સુવિધાઓ અને ભવિશ્યમાં કેવી માળખાકીય સુવિધાઓ પૂરી પાડી શકાય તેમ છે તેનું આયોજન થઇ શકે તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ તમામ બેઠકોમાં રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયાએ હાજર રહી સક્રિય ભાગ લીધો હતો. તથા કાર્યક્રમ દરમ્યાન પર્યાવરણ સુધારણા હેઠળ “એક પેડ મા કે નામ” અભિયાન અતર્ગત રામભાઈ મોકારીયાને હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત, આંદમાન અને નિકોબાર ટાપુ પર આવેલ રાધાનગર ખાતે શિવમંદિર ખાતે દર્શન અને પૂજા અર્ચના કરી હતી.


