By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  વિવેકાનંદ યુથ કલબનો ૩૧માં વર્ષમાં પ્રવેશ, નવા વર્ષમાં ચક્ષુદાન-રકતદાન પ્રવૃતિ પર વિશેષ્ ધ્યાન અપાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

 વિવેકાનંદ યુથ કલબનો ૩૧માં વર્ષમાં પ્રવેશ, નવા વર્ષમાં ચક્ષુદાન-રકતદાન પ્રવૃતિ પર વિશેષ્ ધ્યાન અપાશે

Editor
Last updated: 2026/01/12 at 4:15 PM
2 months ago
Share
 વિવેકાનંદ યુથ કલબનો ૩૧માં વર્ષમાં પ્રવેશ, નવા વર્ષમાં ચક્ષુદાન-રકતદાન પ્રવૃતિ પર વિશેષ્ ધ્યાન અપાશે
SHARE

ઉતરાયણ નિમિતે પ૦૦ બાળકોને પતંગ, તલ, મમરાના લાડુનું વિતરણ કરાશે

વિવેકાનંદ યુથ કલબનો ૩૧માં વર્ષમાં પ્રવેશ, નવા વર્ષમાં ચક્ષુદાન-રકતદાન પ્રવૃતિ પર વિશેષ્ ધ્યાન અપાશે

લોકોમાં જાગૃતિ લાવવા ચક્ષુદાન જાગૃતિ યાત્રા કાઢવામાં આવશે, વોર્ડ વાઇઝ સંપર્ક અભિયાન હાથ ધરાશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટની સેવાભાવિ સંસ્થા વિવેકાનંદ યુથ કલબ  ૩૧માં વર્ષમાં પ્રવેશ કરી રહયું છે. નવા વર્ષ્ ર૦ર૬માં સંસ્થા દ્વારા ચક્ષુદાન અને રકતદાન ઉપર વિશેષ્ ધ્યાન આપવામાં આવશે. વોર્ડ વાઇઝ સંપર્ક અભિયાન હાથ ધરાશે. લોકોમાં જાગૃતિ આવે તે માટે ચક્ષુદાન યાત્રા આગામી દિવસોમાં કાઢવામાં આવશે.

અગ્ર ગુજરાતની મુલાકાતે આવેલ સંસ્થાના સેક્રેટરી અનુપમભાઇ દોશી અને ટીમે જણાવ્યું હતું કે રાજકોટમાં ચક્ષુદાન ઓછા થાય છે. ભાવનગર ચક્ષુદાન અને દેહદાનમાં અગ્રેસર છે. સંસ્થામાં પ૦ સદસ્યો કાર્યરત છે. જેમાં મોટાભાગના નિવૃત છે.

ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું પ્રેરણાદાયી સૂત્ર  આપનારા ભારતના ભાગ્યવિધાતા,  યુવાનોના આરાધ્યદેવ સ્વામી વિવેકાનંદજીના વિચારોને ધ્યાનમાં રાખીને સેવા, સંગઠન તેમજ  સહકારના ત્રિવેણી પાયા પર કાર્યરત અનેકવિધ  શૈક્ષણિક, સામાજિક, સેવાકીય, રચનાત્મક તેમજ  માનવતાવાદી પ્રવૃત્તિઓ કરતી બિન રાજકીય સંસ્થા વિવેકાનંદ યુથ કલબ વિવેકાનંદજીના  જન્મદિવસના પવિત્ર દિવસે સેવા યાત્રાના ૩૦ વર્ષ પૂર્ણ કરીને ૩૧ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે. સંપૂર્ણપણે નાત જાત ધર્મ સંપ્રદાયથી પર રહીને સમાજે મને ઘણું બધું આપ્યું છે મારે સમાજ માટે કંઈક કરી છૂટું જોઈએ એવી શુભભાવનાથી માનવતા જેના લોહીમાં વહે છે તેવા સેવાના રંગે રંગાયેલા નિષ્ઠાવાન અને સમર્પિત સ્વજનો દ્વારા સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં વિવેકાનંદ યુથ ક્લબ કાર્યરત છે.

સંસ્થાની અવિરત સેવા પ્રવૃત્તિની  નોંધ લઈને ગુજરાત સરકાર દ્વારા મોરારીબાપુ અને દિવંગત  લોક સેવક માનભાઇ ભટ્ટની ઉપસ્થિતિમાં 2001 ની સાલમાં ગુજરાત રાજ્યના તત્કાલીન રાજ્યપાલ  સુંદર સુંદરસિંહજી ભંડારીના હસ્તે શ્રેષ્ઠ સેવા સંસ્થાનો એવોર્ડ મળ્યો છે. સંસ્થા દ્વારા શહેરની સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ શારીરિક અને બૌદ્ધિક  સ્પર્ધાઓ, છાત્ર સતકાર સમારંભ, વિનામૂલ્ય નોટબુક વિતરણ,શ્રેષ્ઠ શિક્ષક સન્માન, બાલ મહોત્સવ, શિયાળુ રમતોત્સવ, શ્રેષ્ઠ શાળા એવોર્ડ, રાસ ગરબા હરીફાઈ, પ્રવાસ પર્યટન, તહેવારોની ઉજવણી, દર ગુરુવારે દાતાઓના સહયોગથી શાળામાં છાત્રોને નાસ્તા નું વિતરણ, રમતગમત સ્પર્ધાઓ સહિતના કાર્યક્રમમાં કરવામાં આવે છે

સંસ્થાની સેવાકીય સામાજિક પ્રવૃત્તિ અંતર્ગત જન્માષ્ટમી તેમજ દિવાળીના તહેવારોમાં જરૂરતમંદ પરિવારોને વિનામૂલ્યે  મીઠાઈ ફરસાણ વિતરણ, અનાજ દવા સહાય, વિધવા બહેનોને સિલાઈ મશીન, વિકલાંગોને ટ્રાયસિકલ, કુદરતી તેમજ  માનવીય આપત્તિ વેળાએ સહાય,  વડીલોને યાત્રા પ્રવાસ, વડીલ વંદના કાર્યક્રમ, વિધવા ત્યકતા બહેનોને સરકારી યોજનાઓનો લાભ મળે તે સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છેસંસ્થા દ્વારા વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી સમાજમાં સુખ શાંતિ વધે તેવા શુભ આશયથી પ્રતિવર્ષ ઈસુના નવા વર્ષના પ્રારંભે 11કુંડી ગાયત્રી    મહાયજ્ઞ, કારગીલ યુદ્ધ વેળાએ જવાનો માટે બુટ ચંપલને બુટ પાલીશ કરી જવાનો માટે ફંડ, હેરિટેજ વોક, બાળ તંદુરસ્તી હરીફાઈ, મોક ઇન્ટરવ્યૂ ,કવિ સંમેલન, સાક્ષરોનું સન્માન, પુસ્તક પ્રદર્શન, ગ્રંથ યાત્રા, વાંચન શિબિર સહિતની રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

ઉનાળાના ધોમધખતા તાપમાં છેલ્લા 22 વર્ષથી ઉઘાડા પગે ફરતા સમાજના બાંધવોના પગ ઠરવાનું અભિયાન સ્લીપર વિતરણ, શિયાળાની ઠંડીમાં ધાબળા વિતરણ, ઉનાળાની કાળજાળ ગરમીમાં છાશ વિતરણ, મકરસંક્રાંતિમાં પતંગ તેમજ ના લાડુ વિતરણ, વિવિધ રોગનિદાન કેમ્પો નિરાધાર દીકરીઓને લગ્ન માટે સહાય, વસ્ત્રદાન સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

સંસ્થા દ્વારા જીવદયા પ્રવૃતિ  અંતર્ગત દરરોજ નાના પાયે પક્ષીને ચણ, સ્વાન ને દૂધ, કીડીને કીડિયારું આપવામાં આવે છે તેમજ લોકો શાકાહારી બને તેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે વ્યસન મુક્તિ પ્રવૃત્તિ પણ સંસ્થા  દ્વારા કરવામાં આવે છે.

રાજકોટમાં રહેતા કલા સાહિત્ય સંગીત પત્રકારત્વ રમત ગમત જન સેવા સહિતના પોતાના  ક્ષેત્રમાં  વિશિષ્ટ યોગદાન આપનારા ઘરદીવડાઓનું પ્રતિષ્ઠિત રાજકોટ રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે જેમાં સ્વ. હરસુખભાઈ સંઘાણી, કવિ અમૃત ઘાયલ, ભજનિક  મુગટલાલ જોશી, સુશીલાબેન શેઠ,ભરત યાજ્ઞિક, કવિ રમેશ પારેખ, સંતોકબેન બેંગાલી, સ્વ. કિશોરભાઈ કડવાણી, ભાનુપ્રસાદ પંડ્યા સહિતના 40 થી વધુ લોકોને રાજકોટ રત્ન એવોર્ડ આપવામાં આવેલ છે

રક્તદાન એ નવા જમાનાની નવી જવાબદારી છે, આપણે સૌએ સ્વેરછાએ સ્વીકારેલ સામાજિક  વેરો છે તેમ સમજી  સમયાતંરે રક્તદાન કેમ્પ,બ્લડ ગ્રુપીંગ કેમ્પ, સેન્ચ્યુરીયન બ્લડ ડોનર સન્માન, રક્તદાતા સન્માન, કપલ રક્તદાતા સન્માન, બ્લડ બેન્ક ની મુલાકાત, રક્તદાન પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓ સંસ્થાઓનું સન્માન સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

સંસ્થા દ્વારા રાજકોટ નગરના એસટી, રેલવે, પોસ્ટ, હોસ્પિટલ, ટેલિફોન, શિક્ષણ સહિતના તેમજ રાજકોટ મહાનગરપાલિકાને લગતા પ્રશ્નોની જે તે વિભાગમાં અધિકારીઓ પદાધિકરીઓ સમક્ષ  અસરકારક રજૂઆતો કરીને વિવાદ નહીં પરંતુ સંવાદથી ભૂમિકા અપનાવીને ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે

સંસ્થાના ફ્રેન્ડ ફિલોસોફર  ગાઈડ તરીકે મુકેશભાઈ દોશી, કિરીટભાઈ આદરોજા, જેન્તીભાઈ પટેલ, ગીરીશભાઈ કડવાણી,  ગૌરાંગ ઠક્કર, કિરીટભાઈ સી.પટેલ, નિલેશભાઈ પંડ્યા,હરેનભાઈ મહેતા,વસંતભાઈ ગાદેશા, નિદત બારોટ, હરદેવસિંહ જાડેજા, રમેશભાઈ ભાયાણી સહિતના સ્વજનો  હર હંમેશ સાથે રહે છે

સંસ્થાની પ્રવૃત્તિને વિસ્તૃત અને  વેગવાન  બનાવવા માટે માનવતા જેના લોહીમાં વહે છે તેવા  સેવાના રંગે રંગાયેલા કાર્યકર્તાઓ  અનુપમ દોશી, પંકજ રૂપારેલીયા, હસુભાઈ શાહ, જનાર્દન આચાર્ય, સુનિલ વોરા, નલિન તન્ના, ઉપેનભાઈ મોદી, મિતલ ખેતાણી, જયેન્દ્રભાઈ મહેતા, દિનેશભાઈ ગોવાણી, પરિમલભાઈ જોષી, વિપુલભાઈ ભટ્ટ, મહેશ જીવરાજાની, જીતુ ગાંધી, રમેશ શિશાંગીયા,મહેશભાઇ વ્યાસ, ઉપમન્યુભાઈ રાવલ, હસુભાઈ રાછ, ચેતન મહેતા, ભનુભાઈ રાજ્યગુરુ,ભાસ્કરભાઈ પારેખ, અજીતભાઇ દેસાઈ, નૈસધભાઈ વોરા, કિશોર ટાકોદરા, નયન ગંધા,ગોપાલ વ્યાસ, હિરેનભાઇ મહેતા, સાવન વાજા, આર.ડી. જાડેજા, અનિલ ધોળકિયા, દક્ષિણ જોશી, નટવર આહલપરા, શરદભાઈ દવે સુરેશભાઈ બાટવીયા, હિતેશભાઈ બાલાજી,મહેશ પરમાર, રાજદીપ શાહ,  રાહુલભાઈ ગોહેલ, કેતન મેસવાણી,  પ્રવીણ હાપલિયા, મનસુખભાઈ રાજાની, હાર્દિક દોશી, રવિ ધાનાણી, અનિરુદ્ધ પાઠક, પ્રકાશ હાથી,દીપક ત્રિવેદી, અશ્વિન ચૌહાણ, કોમુ માજી, મિહિર ગોંડલીયા, કમલેશ ટોલિયા, બીપીનભાઇ મહેતા, દિનેશભાઈ મોદી,પ્રવીણભાઈ પરસાણા,અરૂણ નિર્મલ, વિજય ઓઝા, કે સી પંડ્યા, વસંત વાગડીયા, ઉપેન ભીમાણી, ઉદયભાઈ ગાંધી,સંજય ગાંગાણી, ભરતભાઈ સુરેલીયા, ભાવેશભાઈ શેઠ,વિજય કુંભાણી કાર્યરત છે.

મૃત્યુ બાદ બળીને રાખ થઈ જતી આંખ કોઈને ઉપયોગી થાય તે માટે થઈને ચક્ષુદાન જ જાગૃતિ અભિયાન અંતર્ગત પત્રિકા વિતરણ, વાહનો પર સ્ટીકર લગાડવા, ચક્ષુદાન સંકલ્પપત્રો ભરાવા,પદયાત્રા, માનવ સાંકળ, રક્તદાન પ્રવૃત્તિ કરતી વ્યક્તિ કે સંસ્થાઓનું સન્માન,ડોક્ટરનું સન્માન તેમજ વધુ ને વધુ લોકો રક્તદાન પ્રવૃત્તિમાં રસ લેતા થાય તે માટે પ્રયાસો કરવામાં આવે છે તેમજ વર્ષ 2026 માં સમગ્ર વર્ષ દરમિયાન વિશેષ રક્તદાન પ્રવૃત્તિને વેગ મળે તેવા પ્રયાસો કરવામા આવનાર છે. દેશના ભાવિ તબીબોને અભ્યાસ અને સંશોધનમાં ઉપયોગી થાય તે માટે  શહેરીજનો દેહદાન પ્રવૃત્તિમાં રસ લેતા થાય દેહદાન પ્રવૃતિને વેગ મળે તે માટે નાની મોટી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સંસ્થાના પ્રયાસોથી અત્યાર સુધીમાં 51 થી વધુ દેહદાન થયેલ છે.

કુદરતે પણ જેમની સાથે અન્યાય કરેલ છે અને રક્ત જેમનો ખોરાક છે તેવા લોહીના વારસાગત રોગ થેલેસેમિયાનો ભોગ બનેલા બાળકોના જીવનમાં આનંદનો ઉજાસ પથરાય, બાળકોની વેદના હળવી થાય, બાળકોને સરળતાથી રક્ત દવા ઇન્જેક્શન મળી રહે તેવા પ્રયાસો સંસ્થા દ્વારા કરવામાં આવે છે થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન અંતર્ગત પદયાત્રા પત્રિકા વિતરણ માનવ સાંકળ, બાળકોની રક્તતુલા,થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ  તેમજ પહેલા થેલેસેમીયા ટેસ્ટ પછી સગાઈ કે લગ્ન આ સૂત્ર સમાજમાં ગુંજતુ થાય તેવા સવિશેષ પ્રયાસો કરવામાં આવે છે.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
રાજકોટ

રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા

Editor By Editor 6 days ago
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?