શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના સહયોગથી
સિવિલ હોસ્પિટલના લાભાર્થે શનિ-રવિવારે રકતદાન કેમ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે તા.૧૭ અને તા.૧૮ના રોજ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રકતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી જયોતી સીએનસી દ્વારા તા.૧૭-૧ને શનિવાર સવારે ૯ થી સાંજે પ વાગ્યા સુધી જયોતી સીએનસી, યુનિટ નં.3, ગેટ નં.૨ના છેવાડે જીઆઇડીસી મેટોડા, રાજકોટ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, વિક્રમસિંહ રાણા, જયોતી સીએનસી પરિવાર સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.
આ ઉપરાંત તા.૧૮-૧ને રવિવારે સવારે ૯ થી ૨ સુધી નાગર બોર્ડિગ કમ્પાઉન્ડ, વિરાણી હાઇસ્કૂલ સામે, ટાગોર રોડ ખાતે સ્ટાર સીનર્જી હોસ્પિટલ તથા કુંડારીયા કેન્સર પ્રવેન્શન ફાઉન્ડેશનના સપોર્ટથી રાજકોટ કોમ્પ્યુટર ટ્રેડર્સ એસોસીએશન દ્વારા ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહના સંયુકત ક્રમે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નાગર બોર્ડિગના ચેરમેન ડો.હેમાંગ વસાવડાનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ બંને રકતદાન કેમ્પમાં શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના પેથલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે.


