પંચનાથ હોસ્પિટલ કાલે પાંચ વર્ષ પૂર્ણ કરશે : ૭,3૦,33પ દર્દીઓની સારવાર
પાંચ વર્ષ દરમિયાન કુલ ૧૪33૮ દર્દીઓએ દાખલ થઇ રાહતદરે સારવાર લીધી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરની સેવાભાવી સંસ્થા પંચનાથ હોસ્પિટલ દ્વારા માનવતાભરી આરોગ્ય સેવાઓ આપતાં સફળતાપૂર્વક સેવા ના પાંચ વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરની મધ્યમમાં આવેલ પંચનાથ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છની જનતામાં સચોટ સારવાર અને સેવા અંગેની વિશ્વસનિયતા અને લોકપ્રિયતામા અવિરત વધારો થઈ રહ્યો છે. છેલા ૫ વર્ષથી કાર્યરત પંચનાથ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ના જટીલ દર્દીઓને સચોટ અને સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી છે. પંચનાથ સાર્વજનિક હોસ્પિટલમાં જરૂરીયાતમંદ દર્દી નારાયણને ટોકન દરે તપાસ કરવામાં આવે છે તેમ જ અનુભવી ડોકટરોની ટીમ દવારા જરૂરિયાત મુજબની સારવાર પણ ખુબ જ નજીવા દરે કરે છે.
આ માનવતા આધારિત વિચારસરણી સાથે હોસ્પિટલ સતત સેવારત રહી છે.
પંચનાથ હોસ્પિટલમાં વિવિધ તબીબી ક્ષેત્રોના કુલ ૪૬ ડોક્ટરો પૂર્ણ સમય માટે દરરોજ હાજર રહી પોતાની સેવાઓ પ્રદાન કરે છે. હોસ્પિટલની અનોખી અને સેવાભાવી OPD વ્યવસ્થામાં MBBS ડોક્ટર દ્વારા માત્ર રૂ. ૧૦માં દર્દીની તપાસ તથા નિદાન કરવામાં આવે છે અને ત્રણ દિવસની દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.
MD ડોક્ટર દ્વારા માત્ર રૂ. ૫૦માં દર્દીની તપાસ તથા નિદાન કરવામાં આવે છે, જ્યારે DM/MCh (સુપર સ્પેશિયાલિટી) ડોક્ટરો દ્વારા ગંભીર તથા જટિલ રોગોના નિદાન માટે માત્ર રૂ. ૨૦૦ OPD ફી લેવામાં આવે છે. આ રીતે હોસ્પિટલ રાજકોટના તમામ વર્ગના દર્દીઓને ગુણવત્તાયુક્ત અને સસ્તી સારવાર ઉપલબ્ધ કરાવે છે.
છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન કુલ ૨૨,૦૪,૯૮૩ દર્દીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી છે, જે સરેરાશ રોજના ૧,૪૫૧ દર્દીઓ થાય છે. કુલ ૧૪,૩૩૮ દર્દીઓ દાખલ થઈ અત્યંત રાહત દરે સારવાર મેળવી છે. કુલ ૧૦,૫૪૩ ઓપરેશનો કરવામાં આવ્યા છે, જેમાં આંખ, ઓર્થોપેડિક, ગાયનેક, ન્યુરોલોજી, યુરોલોજી તથા જનરલ, કાન-નાક-ગળાના ઓપરેશનોનો સમાવેશ થાય છે. કુલ ૭,૯૮૦ દર્દીઓએ ઇમરજન્સી વિભાગમાં સારવાર લીધી છે.
છેલ્લાં પાંચ વર્ષમાં પંચનાથ હોસ્પિટલ દ્વારા દર્દીઓને કુલ રૂ. ૨,૮૮,૪૧,૩૫૭/- જેટલી આર્થિક રાહત આપવામાં આવી છે. હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને વિનામૂલ્યે ભોજન-પ્રસાદ આપવામાં આવે છે. વિનામૂલ્યે આધુનિક તબીબી સુવિધાઓ પંચનાથ હોસ્પિટલ સૌરાષ્ટ્રની એવી સેવાકીય હોસ્પિટલ છે, જ્યાં દાખલ દર્દીઓને વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફ્યુઝન પંપ, સિરીંજ પંપ તથા મેડિકલ મોનિટર જેવી અદ્યતન તબીબી સુવિધાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવે છે. કોરોનાકાળ દરમિયાન પંચનાથ હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને અંદાજે રૂ. ૪૧ લાખની સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.
ઇમરજન્સી વિભાગ – વિશેષ નોંધ
પંચનાથ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં કોઈપણ પ્રકારની ઇમરજન્સી ફી લેવામાં આવતી નથી. ઇમરજન્સી વિભાગ અદ્યતન અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, મેડિકલ મોનિટર, એક્સ-રે મશીન, ECG મશીન તેમજ તમામ આવશ્યક જીવનરક્ષક દવાઓ સાથેની મેડિકલ ઇમરજન્સી ક્રેશ કાર્ટ ઉપલબ્ધ છે. ઉપરાંત, ઇમરજન્સી વિભાગના દરેક બેડ પર ૨૪×૭ ઓક્સિજન સપ્લાય ઉપલબ્ધ છે.
ટ્રસ્ટીઓની સક્રિય ભૂમિકા અને સમર્પણ
પંચનાથ હોસ્પિટલના સર્વાંગી વિકાસ પાછળ પંચનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. પંચનાથ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગ માંકડ, મયુર શાહ, ધરમેન્દ્રભાઈ મહેતા, મહેન્દ્રસિંહ ગોહેલ, વસંતભાઈ જસાણી, નીરજ પાઠક, સંદીપભાઈ ડોડીયા, નીતીનભાઈ મણીયાર, અનીલભાઈ દેસાઈ, ડૉ. રવિરાજ ગુજરાતી તથા નીખીલ મહેતા, નારાયણલાલ લાલકીયા હોસ્પિટલના કાર્યોમાં સક્રિય રીતે જોડાયેલા છે.


