By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિરપુરમાં લોખંડના બેરલમાં છુપાવાયેલો વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વિરપુરમાં લોખંડના બેરલમાં છુપાવાયેલો વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપાયો

Editor
Last updated: 2026/01/20 at 2:49 PM
2 months ago
Share
વિરપુરમાં લોખંડના બેરલમાં છુપાવાયેલો વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપાયો
SHARE

વિરપુરમાં લોખંડના બેરલમાં છુપાવાયેલો વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપાયો

રૂરલ એલસીબીની કાર્યવાહીથી રૂ.9 લાખથી વધુ કિંમતની 3804 બોટલ કબ્જે, મુખ્ય આરોપી ફરાર

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લાના વિરપુર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સંગ્રહિત વિદેશી દારૂ સામે રૂરલ એલસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી છે. લોખંડના બેરલમાં છુપાવી રાખવામાં આવેલ વિદેશી શરાબનો મોટો જથ્થો પકડી પાડતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. એલસીબી પોલીસે કુલ રૂ.9 લાખથી વધુ કિંમતનો દારૂ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે દારૂનો જથ્થો રાખનાર અતુલ સખીયા ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
વિરપુર
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા વિદેશી દારૂના કેશ શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના પગલે રૂરલ એલસીબીના અધિકારીઓએ પેટ્રોલિંગ અને બાતમીના આધારે કાર્યવાહી શરૂ કરી હતી.
એલસીબી પીએસઆઈ એચ.સી. ગોહીલ અને આર.વી. ભીમાણીની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વિરપુરમાં રહેતા અતુલ મનજી સખીયાએ પોતાના ભાઈના કબ્જાના રહેણાંક મકાન પાછળ આવેલા વાડામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું હતું. બાતમીને આધારે ટીમે તાત્કાલિક દરોડો પાડી સ્થળની તપાસ હાથ ધરી હતી.
રૂરલ એલસીબી
દરોડા દરમિયાન એલસીબી ટીમને આરોપીના મકાન પાછળ આવેલા વાડામાં લોખંડના અનેક બેરલ નજરે પડ્યા હતા. બેરલ તોડી તપાસ કરતાં અંદરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 14 લોખંડના બેરલમાંથી 3804 બોટલ વિદેશી દારૂ કબ્જે કરી હતી, જેની અંદાજિત કિંમત રૂ.9.06 લાખ થાય છે. તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
દરોડાની કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો રાખનાર અતુલ મનજી સખીયા પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. એલસીબી પોલીસે જણાવ્યું છે કે આરોપીની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. આ સાથે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય થવાનો હતો તે દિશામાં પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે.
રૂરલ એલસીબીની આ સફળ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપારમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

 

 

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
અમદાવાદ

વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી

Editor By Editor 4 days ago
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?