By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 hours ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    3 weeks ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 weeks ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    4 weeks ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    2 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    2 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    2 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    2 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સિહોરના સર નજીક ગાંજો-અફિણનું વાવેતર, ૧૧ કરોડનો મુદામાલ જપ્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

 સિહોરના સર નજીક ગાંજો-અફિણનું વાવેતર, ૧૧ કરોડનો મુદામાલ જપ્ત

Editor
Last updated: 2026/02/24 at 4:20 PM
3 hours ago
Share
 સિહોરના સર નજીક ગાંજો-અફિણનું વાવેતર, ૧૧ કરોડનો મુદામાલ જપ્ત
SHARE

 સિહોરના સર નજીક ગાંજો-અફિણનું વાવેતર, ૧૧ કરોડનો મુદામાલ જપ્ત

 ૧૦૮૭.૫૨ કિલો લીલા, ૨૬.૦૬૦ કિલો સુકા ડોડા અને ૧૯,૧૪૦ કિલો ગાંજા સાથે બે શખ્સની ધરપકડ

 

અગ્ર ગુજરાત, ભાવનગર

સિહોર તાલુકામાં નશીલા માદક પદાર્થોના ગેરકાયદેસર વાવેતર અને કારોબાર સામે સિહોર પોલીસ દ્વારા ઐતિહાસિક અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. “મરબી ઢોરાવાળી” તરીકે ઓળખાતી વાડીમાં પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યા વાડીમાં ગાંજો અને અફીણની ખેતી જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે અહિં 11 કરોડથી વધુના મુદ્દામાલ સાથે બે શખસોને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર સર અને સખાવદર ગામની સીમ પર કરકોલીયા રોડ નજીક આવેલી “મરબી ઢોરાવાળી” તરીકે ઓળખાતી વાડીમાં લાંબા સમયથી લીલા ગાંજા તથા અફીણનું મોટા પાયે ગેરકાયદેસર વાવેતર ચાલી રહ્યું હોવાની ગુપ્ત બાતમી સિહોર પોલીસને પ્રાપ્ત થઈ હતી. આ બાતમીની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા વિશેષ ટીમ તૈયાર કરી કાર્યવાહીનું સુચિત આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે પોલીસ ટીમે સ્થળ પર અચાનક દરોડો પાડી સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન જ મોટા પાયે નશીલા પદાર્થોનું વાવેતર નજરે પડતા પોલીસ દળ ચોંકી ઉઠ્યું હતું. સીમમાં અફીણ તથા ગાંજાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું.

સ્થળ પરથી અંદાજે 1087.52 કિલો લીલો પોશ ડોડા અફીણ ( રૂ. 10,86,98,000), 26.060 કિલો સુકા પોશ ડોડા (રૂ. 3,90,900) તેમજ 19.140 કિલો લીલો ગાંજો ( રૂ. 1,91,400) મળી કુલ રૂ. 10 કરોડ 92 લાખ, 85 હજાર, 300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મુદ્દામાલનું વજન, ગણતરી, નમૂના લેવાની પ્રક્રિયા તથા પંચનામું સહિતની તમામ કાનૂની કાર્યવાહી મોડી રાત સુધી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

આ મામલે વાડીના માલિક બોઘા ચૌહાણ અને સંજય ઉર્ફે મનુ ઉર્ફે સંઘા ચૌહાણ એમ બે ભાઈઓને સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(B), 8(C), 15(B), 18(B), 20(A), 20(2)(B) તથા 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓના ભૂતકાળના ગુનાહિત રેકોર્ડ તેમજ આ નેટવર્ક સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલ છે તેની દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સિહોર પોલીસ મથકના ઇતિહાસમાં આ સૌથી મોટી અને મહત્વપૂર્ણ રેડ માનવામાં આવી રહી છે. કરોડોની કિંમતના નશીલા પદાર્થોના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ થતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક સ્તરે પોલીસની કડક અને સમયસર કાર્યવાહી માટે પ્રશંસા થઈ રહી છે.

પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. જાડેજાના સચોટ માર્ગદર્શન, આયોજનબદ્ધ કાર્યવાહી અને ટીમ વર્કના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું પોલીસ વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે. નશાના કાળા કારોબાર સામે સિહોર પોલીસનું આ મોટું પગલું ગણાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી સિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. બી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આઈ.કે. ડોડીયા, પી.એસ.આઈ એન.કે. મકવાણા, એ.એસ.આઈ એચ.વી. ગોસ્વામી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

 

You Might Also Like

 ભાવનગરમાં આર્થિંક ભીંસથી અલંગના વેપારીનો મસ્જિદમાં ફાંસો ખાઇ આપઘાત

ભાવનગર : પોલીસ અને માલધારી યુવાનના મારામારી કેસમાં સમાજ મેદાને

મહુવાના મોટા ખુંટવડા નજીક માલધારી અને ફોજદાર વચ્ચે છુટાહાથની મારામારી

 ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનો બિમારીથી કંટાળી આપઘાત

 ભાવનગરમાં મહિલા પોલીસ કર્મચારી પર દુષ્કર્મ, ખેડામાં કોન્સ્ટેબલે યુવતીનો દેહ અભડાવ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ૨૦૨૭થી શાળાઓમાં AIનો અભ્યાસક્રમ લાગુ
રાજકોટ

ગુજરાતમાં ૨૦૨૭થી શાળાઓમાં AIનો અભ્યાસક્રમ લાગુ

Editor By Editor 3 hours ago
બંગાળની ખાડીના લો-પ્રેશરથી ગુજરાતમાં ઋતુઓની ગડબડ
ઉપલેટામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર
ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન
વાંકાનેરમાં સાસરું ધરાવતી પરિણિતાનું શંકાસ્પદ હાલતમાં મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?