બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
વિદ્યાર્થીઓ અને ફાર્માસીસ્ટોને અમદાવાદના ધક્કા બંધ થશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ગુજરાત દ્વારા ખૂબ અગત્યના અને ઇતિહાસિક નિર્ણય કરી સૌરાષ્ટ્ર કચ્છના વિદ્યાર્થીઓને સુવિધા પૂરી પાડવા માટે બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે તારીખ 13 માર્ચના રોજ સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના હેલ્પ સેન્ટર નો વિધિવત શુભારંભ કરવા માટેનો ભવ્ય કાર્યક્રમ કોલેજ ખાતે ના એન્યુઅલ ફંકશન દરમિયાન યોજાયેલ કરવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં હેલ્પ સેન્ટરનું ઉદઘાટન ડો બી એચ તલાટી, કમિશનર ટેકનિકલ એજ્યુકેશન, ગુજરાત સરકાર, ભરતભાઈ પટેલ, પ્રેસિડેન્ટ સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ, ડો અશ્વિન દુધરેજીયા, મેમ્બર ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બીકે મોદીના પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલ હતું અને આ કાર્યક્રમમાં કશ્યપભાઈ પટેલ વાઇસ પ્રેસિડેન્ટ સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ, રસિકભાઈ પટેલ અને સત્યનભાઈ પટેલ, મેમ્બર એસપીસી તથા મયુરસિંહ જાડેજા વાઇસ પ્રેસિડેન્ટ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશન, ડો રીશાદ જીવાણી, ડિરેક્ટર, યુ લિવા ફાર્મા , ડો એ એસ પંડ્યા , પ્રિન્સિપાલ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ , રાજકોટ, ડો એમ એમ સોનીવાલા પ્રોફેસર વગેરે હાજીરી આપેલ હતી. અને કાર્યક્રમની શોભા વધારવા માટે સેન્ટર ના ઉદ્ઘાટન સમારંભમાં રાજકોટ કેમિસ્ટ એસોસિયેશન સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ એસોસિએશન, રાજકોટ ડ્રગીસ્ટ ફેડરેશન વગેરેના પ્રતિનિધિઓ હાજર રહેલા હતા
ઉદ્ઘાટન સમારંભ પર માં ભરતભાઈ પટેલ કે જેઓ સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રેસિડેન્ટ છે તેઓએ જણાવેલ હતું કે હવે રાજકોટ માટે ફાર્મસી કાઉન્સિલ આપના દ્વાર. સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના રિજીયોનલ સેન્ટરની ઘણા લાંબા સમયથી સૌરાષ્ટ્ર કચ્છના ફાર્માસિસ્ટ ટો દ્વારા માંગ કરવામાં આવતી હતી અને જેને ખરેખર આજના દિવસે ચરિતાર્થ થયેલ છે અને હું આ ભગીરથ કાર્ય મારા હાથથી થવા જઈ રહ્યું છે એની ખુશી વ્યક્ત કરું છું અને તમામ ફાર્મસીસ્ટ મિત્રોને અભિનંદન આપું છું
ડો અશ્વિન દુધરેજીયા એ જણાવ્યું હતું કે બીકે મોદી ફાર્મસી કોલેજ ખાતે આ સેન્ટરનું શુભારંભ એ કોલેજ માટે ખૂબ ગૌરવની બાબત છે. અને હવે સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના કામ માટે વિદ્યાર્થીઓને અને ફાર્મસીસ્ટોને અમદાવાદ ના ધક્કા ખાવાને બદલે રાજકોટ ખાતે સુવિધા પ્રાપ્ત થનાર છે. આ સુવિધાઓમાં સ્ટેટ ફાર્મસી કાઉન્સિલને લગતી તમામ કામગીરી થનાર છે જેવી કે ફાર્મસીસ્ટ માટેના નવા રજીસ્ટ્રેશન, રજીસ્ટ્રેશન રીન્યુઅલ, રજીસ્ટ્રેશનની રિ -એન્ટ્રી વગેરે અને વધુમાં જે ફાર્મસીસ્ટો અન્ય રાજ્યમાં કે દેશની બહાર જતા હોય છે તેમની માટે ઉપયોગી એવું ગુડ સ્ટેન્ડિંગ સર્ટિફિકેટ પણ આ સેન્ટર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે .
સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અને બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ વચ્ચે હેલ્પ સેન્ટરના સંદર્ભે એક એમઓયુ પણ સાઇન કરવામાં આવેલ હતો. આ સુવિધા રાજકોટ ખાતે ચાલુ થવા બદલ ડો બીએચ તલાટી, કમિશનરશ્રી ટેકનિકલ એજ્યુકેશન એ ખુશી વ્યક્ત કરી હતી અને કોલેજ દ્વારા આ ઈનીસીએટીવ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સ્ટેટ ફાર્મસી કાઉન્સિલને પણ આવા કાર્યો અન્ય સેન્ટર પર કરવા અને વિદ્યાર્થીઓની સુવિધા વધારવા માટે આહવાન કરેલ હતું. અને જ્યારે પણ જ્યાં પણ કમિશનર ઓફિસ ટેકનિકલ એજ્યુકેશન ની જરૂર પડે ત્યારે સહયોગ આપવા તૈયારી બતાવી હતી.
આ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ડો રચના કાંટબામના, પ્રાધ્યાપક શ્રી બી કે મોદી સરકારી ફાર્મસી કોલેજ દ્વારા કરવામાં આવેલ હતી.


