By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી

Editor
Last updated: 2026/03/19 at 3:31 PM
6 hours ago
Share
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
SHARE

રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી

શોભાયાત્રાના રૂટ પર સ્વાગત અને દર્શન માટે ઉમિયા ભકતોની ભીડ જામી: રથયાત્રા પર પુષ્પવર્ષા

રાષ્ટ્રીય, આરોગ્ય, કૃષિ, શિક્ષણ, જીવદયા, પર્યાવરણ, જળસંચય ગ્રામ્ય-ભારતીય સંસ્કૃતિ, ની થીમ પર ૧૩ર ફલોટસ

બશેનો દ્વારા એકટીવા યુવાનોની વિશાળ બાઇક રેલી નીકળી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

પરિશ્રમ પર શ્રધ્ધા, શકિતની આરાધના અને પરસ્પર સહયોગની બુનિયાદ પર બેનમૂન સામાજીક અને આર્થિક વિકાસ સાધનારા કડવા પાટીદાર સમાજનો પ્રત્યેક સદસ્ય કુળદેવી માઁ ઉમિયા ના આશીષ વર્ષા માટે પોતાના ઘેર પર્ધાયાનો થનગનાટ અનુભવી રહયો છે. કુળદેવી મા ઉમિયા સ્થઆરૂઢ થઇને રાજકોટના નગરજનોને આશિર્વાદ આપવા નીકળ્યા હોય ત્યારે અભૂતપૂર્વ માહોલ સર્જાયો હતો. રાજકોટના ઇતિહાસમાં નોધનીય કહી શકાય તેવી ૨.૫ કી.મી. લાંબી અને ૧૫૦ થી વધુ ફલોટસ્- દાતાઓ સાથેની રથયાત્રા અવિસ્મરણીય બની રહી છે.

મા ઉમિયાના આ અલૌકીક સ્વરૂપના દર્શન કરવા રાજકોટવાસીઓની ઠેર-ઠેર ભીડ જામી હતી. મા ના જયઘોષ સાથે પાટીદારો શોભાયાત્રામાં જોડાયા હતા. કડવા પાટીદાર સમાજ જ નહી પરંતુ, સર્વે સમાજના આગેવાનોએ શોભાયાત્રા દરમ્યાન સ્વાગત પોઇન્ટ પર મા ઉમિયાના વધામણા કરી આરતી અને દર્શનનો લ્હાવો લીધો હતો. આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નું બપોરે ૪ કલાકે રમેશ પારેખ રંગમંચ રેસકોર્ષ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, મુખ્ય દાતા જીવનભાઈ ગોવાણી પરિવાર, ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયા, જગદીશભાઈ કોટડીયા, મંત્રી જયેશભાઈ પટેલ, ટ્રસ્ટીઓ રમેશભાઈ રાણીપા, રસીકભાઈ ફળદુ, ભાવેશભાઈ ફળદુ, સંગઠન સમિતિ સિદસરના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયાના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ. શોભાયાત્રાના પ્રસ્થાન વેળાએ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી લલીતભાઈ વાડોલીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા, પૂર્વ દંડક મનીષભાઈ રાડીયા, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, સુરેન્દ્રસિંહ વાળા, શહેર ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, મનહરભાઈ બાબરીયા, ઉદ્યોગપતિઓ વલ્લભભાઈ વડાલીયા, નાથાભાઈ કાલરીયા, મનસુખભાઈ પાણ, પ્રભુદાસભાઇ કણસાગરા, કીરીટભાઈ આદ્રોજા, રાજનભાઈ વડાલીયા, રાજુભાઈ કાલરીયા, ગૌતમભાઇ ધમસાણીયા, નીતીનભાઇ કણસાગરા, રાજેશભાઈ ભાલોડીયા (ગેલેકસી ગ્રુપ) સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. શોભાયાત્રા બહુમાળી ભવન,

સરદાર પટેલ સ્ટેચ્યુ, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, મહિલા કોલેજ સર્કલ, બાનલેબ ઓફીસ, અક્ષરમાર્ગ, અમીનમાર્ગ, ૧૫૦ ફુટ રીંગ રોડ, નાનામૌવા સર્કલ, નાનમૌવા મેઈન રોડ, ભીમનગર ચોક સર્કલ થઇ સ્પીડવેલ ચોક શ્રીનાથધામ હવેલી ખાતે પહોંચી હતી. સમગ્ર શોભાયાત્રા દરમ્યાન રાજકોટવાસીઓ મા ના દર્શનનો લ્હાવો લઇ સહભાગી બન્યા હતા.

આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં મા ના અલૌકિક રથ સાથે ૧૩૨ જેટલા આકર્ષક મનમોહક ફલોટસ્ વિશેષ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રા ની સાથે ડી.જે. સાથે સુશોભીત રથ, ખરેડીના યુવાનો દ્રારા બેન્ડ ઢોલ પાર્ટી, યુવાનો દ્રારા બાઇક રેલી, બહેનો દ્રારા એકટીવા રેલી, માતાજીનો રથ, બગીઓનો વિશાળ કાફલો જેમાં ડબલ ઘોડા સાથેની આશરે ૧૨ બગીઓ, સિંગલ ઘોડા વાળી ૫ બગીઓ, ૩ જેટલી મશીન બગીઓમાં દાતાઓ તથા પાટીદાર અગ્રણીઓ બિરાજમાન થયા હતા. મા ઉમિયાની આ શોભાયાત્રામાં ૩ વિન્ટેજ કાર, ૨૦ જેટલી જીપ્સી કાર સાથે સ્વયંસેવકો, ડીજે રથ સહીત સામેલ થયા હતા. બહેનો ભાઇઓ એ ઝવેરા સાથે પગપાળા યાત્રા કરી હતી.

‘ત્રિવેણી સમારોહ’ પૂર્વે રાજકોટના આંગણે નગરચર્યા એ નિકળેલ મા ઉમિયાની ભવ્ય દિવ્ય શોભાયાત્રાનું રાજકોટના રાજમાર્ગો પર માત્ર કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ જ નહી પરંતુ, સર્વે સમાજના આગેવાનોએ ઉમળકાભેર સ્વાગત કરી મા ઉમિયાના દર્શન પૂજનનો લ્હાવો લીધો હતો. સમગ્ર શોભાયાત્રાના રૂટ પર ૪૦ જેટલા સ્વાગત પોઈન્ટ પર વિવિધ જ્ઞાતીના આગેવાનો સાથે સાયુજય સાંધી સ્વાગતની વ્યવસ્થાઓ કલબ યુવીની ટીમ દ્રારા કરવામાં આવી હતી. શોભાયાત્રામાં રાજકોટ શહેર સંગઠનના પ્રમુખ દિનેશભાઈ ચાપાણીના માર્ગદર્શન હેઠળ શહેર સંગઠનના હોદેદારો, મહિલા અને યુવા સંગઠનના હોદેદારો તેમજ દરેક વોર્ડની ઉમિયા પરિવાર સંગઠન ટીમે જહેમત ઉઠાવી તેમ ઉમિયાધામ સિદસરના પ્રેસ મીડીયા સમિતિના કન્વીનર રજની ગોલે જણાવ્યુ છે.

 

પાટીદારોનું શકિત પ્રદર્શન નહી, મા ઉમિયાના માધ્યમથી શકિતનું દર્શન: મૌલેશભાઇ ઉકાણી

કડવા પાટીદાર સમાજ હમેંશા ‘સૌનો સાથ સૌનો વિકાસ’ ના સૂત્રને સાર્થક કરી સર્વ સમાજના વિકાસ થકી રાષ્ટ્ર વિકાસ માટે ઉન્મુખ રહયો છે. રાજકોટના રાજમાર્ગો પર જગતજનની મા ઉમિયાની શાહી શોભાયાત્રા દરમ્યાન પત્રકાર મિત્રો સાથે સંવાદ સાંધતા ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી એ જણાવ્યુ હતુ કે આ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા પાટીદારોનું શકિત પ્રદર્શન નહી પરંતુ, સ્વયં શકિત સ્વરૂપા મા ઉમિયાના માધ્યમથી શકિતનું દર્શન છે. તેઓએ જણાવ્યુ હતુ કે પાટીદાર સમાજ સૌને સાથે રાખી ચાલનારો, સર્વાનુવિકાસ થકી રાષ્ટ્રવિકાસનો સ્વપ્નદ્રષ્ટા સમાજ છે. તેઓએ શોભયાત્રા દરમ્યાન મા ઉમિયાના વધામણા કરી ઠેર-ઠેર સ્વાગત અને દર્શન નો લ્હાવો લેતા સર્વે સમાજના આગેવાનો, સામાજીક સંસ્થાઓ, દર્શનાર્થીઓ, રાજકોટવાસીઓ, સ્વયંસેવકોનો આ તકે આભાર માન્યો હતો.

મોચી જ્ઞાતિ સમાજ દ્વારા માં ઉમિયાની શોભાયાત્રાનું સ્વાગત

મોચી જ્ઞાતિ સમાજ દ્વારા મા ઉમિયા માતાજીની શોભાયાત્રા નું ભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતુ, તારીખ 18 ને બુધવારના રોજ ઉમિયા ધામ તરફથી રાજકોટ શહેરમાં મા ઉમિયા માતાજીની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ તેમાં સર્વે સમાજના સ્ટેજ રાખવામાં આવેલ તેમાં કિસાનપરા ચોક માં મોચી સમાજનું સ્ટેજ રાખવામાં આવેલ હતું તેમાં મોચી સમાજના આગેવાનો રસિકભાઈ ઝાલા, સુરેશભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ, સરવૈયા ચંદ્રેશભાઈ ચૌહાણ, નિલેશભાઈ ચાવડા તથા સમાજના બહોળી સંખ્યા માં ભાઈઓએ મા ઉમિયા માતાજીની શોભાયાત્રા નું પુષ્પો  અને હારતોરા કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવેલ તેમજ શોભાયાત્રામાં જોડાયેલા લોકો માટે ઠંડા પાણી તથ કોલ્ડ્રિંક્સ ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

 

ઉમિયા માતાજી શોભાયાત્રાનું ભરવાડ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત

જગત જનની માં ઉમિયા માતાજીની ભવ્ય શોભાયાત્રા ગઇકાલે રાજકોટ શહેરના રાજમાર્ગો ઉપર નીકળી હતી. આ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાના સ્વાગત માટે રાજકોટના અમીન માર્ગ પર ભરવાડ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી માતાજીના રથ ઉપર પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે ઉમિયા ધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઇ ઉકાણીનું માલધારીના પારંપરિક પોષાક પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમમાં ભરવાડ સમાજના પ્રમુખ ભીખાભાઇ પડસારીયા, રાજુભાઇ જુંજા, લાલાભાઇ મીર, જીતુભાઇ કાટોળીયા, રઘુભાઇ ઘોળકીયા, કાનાભાઇ ચૌહાણ, ધીરૂભાઇ સભાડ, વાઘજીભાઇ બાંભવા, દેવકરણભાઇ જોગરાણા, લાલાભાઇ બાંભવા, મહેશભાઇ બાંભવા, દાનાભાઇ શિયાળીયા, મુનાભાઇ શિયાળીયા, રવિભાઇ મીર, રણછોડભાઇ સાટીયા, રાહુલભાઇ પરમાર, રામભાઇ કીહલા, ગોપાલભાઇ શિયાળીયા, ઓધળભાઇ છાપરા, ભોજાભાઇ શિયાળીયા, રણછોડભાઇ બામ્વા, વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

You Might Also Like

 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું

 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી

ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર

અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ

પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
સુરેન્દ્રનગર

સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી

Editor By Editor 2 days ago
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
 હોટેલો, રેસ્ટોરન્ટ, ઢાબામાં લાગ્યા બંધના બોર્ડ, રાજયમાં સર્જાય અરાજકતા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?