સતત નવમાં વર્ષે સંસ્થા દ્વારા શરૂ કરાયું સેવાકાર્ય
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નગરની જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા પ્રતિવર્ષ જીવદયાપ્રેમી માનવતાવાદી જૈન સમાજના મીનાબેન વીરેન્દ્રભાઇ દોશીના મુખ્ય આર્થિક સહયોગથી સ્વ.વીરેન્દ્રભાઈ દોશીના સ્મરણાર્થે શહેરના એસ.ટી.બસ સ્ટેશનમાં ઉનાળા દરમ્યાન દર રવિવારે ઉનાળાની કાળજાળ ગરમીમાં આકરા તાપમાં બસમાં મુસાફરી કરતા મુસાફરોને રાહતરૂપ થાય તેવા શુભાશયથી છાસ વિતરણ કરવામાં આવે છે આ વર્ષે પણ ઉનાળો બેસતાની સાથે જ છાસ વિતરણ કેન્દ્રનો શુભારંભ અગિયારસના પવિત્ર દિવસે નિવૃત સેલેસ્ટેક્સ અધિકારી શૈલેષભાઈ શાહ અને સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના પૂર્વ પ્રમુખ જનાર્દનભાઈ આચાર્યના હસ્તે કરવામાં આવેલ. પ્રથમ રવિવારે જ અંદાજિત પંદરસોથી વધુ લોકોએ મસાલયુક્ત તાજી અને પૌસ્ટિક અમૃતૃરૂપી છાસ પીધી હતી.
રાજકોટના જાણીતા ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠક્કર અને ઉષાબેન ઠક્કર તરફથી જનસેવાના આ ઉમદા કાર્યમાં પોતાની પુત્રી સ્વ.ડોલીબેન પારેખની સ્મૃતિમાં છાસ વિતરણ પ્રવૃતિમાં આર્થિક સહયોગ મળ્યો હતો. છાસ વિતરણ પ્રવૃતિ અંગે વિશેષ માહિતી પૂછપરછ માટે અનુપમ દોશી 9428233796 નો સંપર્ક સાધવા જણાવાયું છે.
માનવતા જેના લોહીમાં વહે છે તેવા સંસ્થાના સેવાભાવી કાર્યકર્તાઓ અનુપમ દોશી, હસુભાઈ શાહ, પંકજ રૂપારેલિયા, પરિમલભાઇ જોશી, જયેન્દ્રભાઈ મહેતા, અશ્વિન ચૌહાણ, વિજય કુંભાણી, પ્રદીપભાઈ ઉનડકટ, હરેશભાઈ બોરીયા, અશ્વિનભાઇ સોનાગરા, વિપુલભાઈ ભટ્ટ, મહેશ જીવરાજાની, સુનિલ સોમૈયા, ઉદયભાઈ ગાંધી, ચેતનભાઈ મહેતા,હાર્દિક સૂચક, વસંતભાઈ વાગડીયા સહિતના કાર્યરત રહ્યા હતાં.


