ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ દ્વારા તા. ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ કોલેજના મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના સભ્યો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધેલ હતો.કાર્યક્રમનું આયોજન ડૉ. શ્વેતા દવે દ્વારા કરવામાં આવ્યું હતું તથા સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. પરેશ રાવલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો અને ઉપસ્થિત તમામ લોકોએ યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યના મહત્વને સમજ્યું હતું.


