By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાજપ વોર્ડ-જિલ્લા પ્રમુખોને ટિકિટ નહીં આપે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

ભાજપ વોર્ડ-જિલ્લા પ્રમુખોને ટિકિટ નહીં આપે

Editor
Last updated: 2026/04/02 at 3:40 PM
2 hours ago
Share
ભાજપ વોર્ડ-જિલ્લા પ્રમુખોને ટિકિટ નહીં આપે
SHARE

શૃધ્ધિકરણ અભિગમથી દિગ્ગજનેતાઓમાં ચિંતા ફફડાટ

ભાજપ વોર્ડ-જિલ્લા પ્રમુખોને ટિકિટ નહીં આપે

૬૦ વર્ષથી મોટી વયના અને સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડનાર નેતાઓને પણ આરામ આપવા નિર્ણય

 ગુજરાત પ્રદેશની સેન્ટ્રલ ઇલેકશન કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં ઉમેદવાર પસંદગી માટેના કડક માપદંડો નકકી કરાયા

 નવા ચહેરાને તક આપવાના અભિગમથી ટિકિટ માટેની દોડ વધુ રસપ્રદ બનવાની ચર્ચા

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

ચૂંટણીની જાહેરાત બાદ ઘણા ઉમેદવારો ભાજપ તરફથી ચૂંટણી લડવા માટે સેન્સ પ્રક્રિયામાં ઉમટી પડયા હતા. તેમાં જૂના જોગીઓ પણ દાવેદારો નોંધાવી હતી. પરંતુ કેટલાક નેતાઓની સેવાની ભાવના પર પાણી ફરી વળ્યું છે. વોર્ડ-જિલ્લા પ્રમુખો, ૬૦ વર્ષથી વધુ વયના અને ત્રણ ટર્મ ચૂંટણી લડનારની ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજકોટ સહિત રાજયભરમાં દિગ્ગજ ગણાતા નેતાઓને ઘરે બેસવાનો વારો આવશે તેવી ચર્ચા થઇ રહી છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં સમગ્ર રાજ્યમાં રાજકીય ચહલપહલ વધતી જોવા મળી રહી છે. 26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે, જેને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે, જેમાં ચૂંટણીની વ્યૂહરચના સાથે ઉમેદવાર પસંદગી માટે કડક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. પક્ષે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને નવા ચહેરાઓને આગળ લાવવા માટે આ વખતે ‘નો રિપીટ’ જેવો આકરો અભિગમ અપનાવ્યો છે.

બેઠકમાં લેવાયેલા મોટા નિર્ણય મુજબ, હવે સંગઠનના હોદ્દેદારોને ચૂંટણી લડવાની મંજૂરી નહીં મળે. વોર્ડ પ્રમુખો અને જિલ્લા પ્રમુખો ઉમેદવારી કરી શકશે નહીં, જેથી તેઓ સંપૂર્ણ રીતે સંગઠનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. સાથે જ, ભાજપે વયમર્યાદા નક્કી કરતા 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે. સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને પણ આ વખતે આરામ આપવામાં આવશે.

ભાજપના નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે, ટિકિટ વિતરણમાં વર્ષોથી પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકરોને પ્રાથમિકતા આપવામાં આવશે. પાયાના કાર્યકરોને સત્તામાં ભાગીદારી આપવાનો પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બેઠક દરમિયાન આગામી દિવસોમાં લોકસંપર્ક અભિયાનને તેજ બનાવવા અને પેજ સમિતિઓને વધુ સક્રિય કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના આ ‘શુદ્ધિકરણ’ અભિગમથી પક્ષના અનેક દિગ્ગજ નેતાઓમાં ચિંતા અને ફફડાટ ફેલાયો છે, જેના કારણે ટિકિટ માટેની દોડ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.

જીતુ વાઘાણીએ આ જાહેરાતને આવકારતા જણાવ્યું કે, એકસાથે આટલી મોટી ચૂંટણી યોજાશે તે રાજ્ય માટે ઐતિહાસિક ગૌરવ છે. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે લાંબી ચૂંટણી પ્રક્રિયામાં નાના-મોટા વિક્ષેપ જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે ટૂંકા ગાળામાં જ જનતાને પોતાના પ્રતિનિધિઓ પસંદ કરવાની તક મળશે, જે લોકશાહી માટે સકારાત્મક છે. વાઘાણીએ જણાવ્યું કે, લોકશાહીના આ મહાપર્વમાં જનતાએ વધુમાં વધુ મતદાન કરીને વિકાસની દિશામાં કાર્ય કરનાર પ્રતિનિધિઓને પસંદ કરવા જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપના વિકાસના એજન્ડાને લોકો ફરી એકવાર સમર્થન આપશે.

ભાજપના સ્થાપના દિવસને લઈને પણ વાઘાણીએ જણાવ્યું કે, ભાજપ વર્ષના 365 દિવસ કાર્ય કરતી પાર્ટી છે, જ્યારે અન્ય પક્ષો માત્ર ચૂંટણી સમયે સક્રિય થાય છે. ભાજપ સતત લોકો સાથે સંપર્કમાં રહે છે અને ઘર-ઘર તિરંગા જેવા કાર્યક્રમો દ્વારા લોકો વચ્ચે રહે છે. તેમણે ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી અને તેઓ છેલ્લી ઘડીએ કોઈને પણ ઊભા રાખે છે. અંતમાં વાઘાણીએ દાવો કર્યો કે આવનારી ચૂંટણીમાં ભાજપને જનતા ફરી એકવાર આશીર્વાદ આપશે અને ‘કમળ ખીલશે, વિકાસ જીતશે’.

 

ભાજપ લોકશાહી પધ્ધતિથી કામ કરે છે : વાઘાણી

પ્રક્રિયા અંગે વાઘાણીએ જણાવ્યું કે, ભાજપ લોકશાહી પદ્ધતિથી કામ કરે છે અને નિરીક્ષકો દ્વારા લોકોનો મત જાણી લેવામાં આવી રહ્યો છે. લોકોને વડાપ્રધાનના નેતૃત્વમાં વિશ્વાસ છે. ભાજપમાં ઉમેદવારની પસંદગી થયા બાદ પાર્ટી સંપૂર્ણ રીતે ઉમેદવાર સાથે ઉભી રહે છે, જ્યારે કોંગ્રેસમાં ટિકિટ આપ્યા પછી ઉમેદવારોને એકલા છોડી દેવામાં આવે છે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ અને આપ પાસે યોગ્ય ઉમેદવારો નથી અને તેઓ માત્ર હાર માટે ઉમેદવારો ઊભા રાખે છે.

You Might Also Like

નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે આશિષકુમારની કરાઈ નિયુક્તિ

ગુજરાત ભાજપ દ્વારા રાજય અનુશાસન સમિતિની રચના

 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ

ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું

વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી
રાજકોટ

દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી

Editor By Editor 3 days ago
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ
 સ્થાનિક સ્વરાજયની તા.૨૬મીએ ચૂંટણી, જિલ્લામાં ૧૯.૪૨ લાખ મતદારો
ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?