વડાપ્રધાનને દાઢે વળગેલો સ્વાદ ગુજરાતી પ્રજા ચાખશે
બાલાજી વેફર્સે બજારમાં મૂકયા પાંચ રૂપિયાવાળા જાલમૂરી
કોલકત્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જાલમૂરીનો સ્વાદ લેતા આ અવસરને કમાણીમાં કન્વર્ટ કરતા રાજકોટના વિરાણી બંધૂઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચીમ બંગાળની વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના પ્રવાસ દરમિયાન એક નાનકડા દુકાનદાર પાસેથી દસ રૂપિયાના જાલમુરી ખરિદ્યા. કડક સુરક્ષા વચ્ચે બંધ રસ્તા ઉપર ચાલીને આ એક માત્ર ખુલ્લી દુકાને જઇને જાલમુરી ખરીદી દસ રુપિયા ખિસ્સામાંથી આપે છે. સમગ્ર ઇવેન્ટ વાઇરલ થઇ અને જાલમુરીનું નામ કંઠસ્થ થઇ ગયુ. જેમાં રાજકોટના બાલાજી વેફરવાળાએ ગુજરાતી બિઝનેમેનનું દિમાગ વાપરીને મોકે પે ચોકકો મારી દીધો છે.
રાજકોટના વેફર કીંગ બાલાજી વેફર દ્વારા બજારમાં મોદી જાલમુરીનું પાંચ રૂપિયાનું પેકેટ મુકી દીધુ છે. જેનૂં માર્કેટિંગ ક્રિએટિવ્સ બાલાજી વેફરના હેન્ડલ ઉપર છે. જે ઘટના વાઇરલ થઇ છે તેને જ જમ્પ પોઇન્ટ બનાવી બાલાજી વેફરવાળાએ કેચલાઇન મુકી છે. આ ક્રિએટીવનું હેશટેગ અને કેચ લાઇન snack so goated … no one can resist ! લખ્યુ છે. ત્યાર બાદ જાલમુરી ,જાલમુરી સ્નેકસ જાલમુરી બાય બાલાજી વેફર્સ,સ્નેકસ,ફુડ અને સ્ટ્રીટસ્નેકસ લખ્યુ છે.
ચંદુભાઇ વિરાણીએ વેફરમાંથી સોનુ પેદા કર્યુ છે. બાલાજી વેફર કંપનીની માર્કેટ સાઈઝ 3પ૦૦૦ કરોડની છે. દેશભરમાં અને કદાચ કેટલાંક વિદેશમાં પણ બાલાજીની વેફર અને અન્ય પ્રોડકટ ૪.પ લાખ કિરાણા સ્ટોર કે સ્નેકસ આઉટલેટ સુધી પ્રેઝન્સ ધરાવે છે. ૧૫ રાજયોમાં બાલાજી વેફરની સ્નેક પ્રોડકટ માર્કેટ પ્રેઝન્સ ધરાવે છે. બાલાજી વેફરના પ્લાન્ટ મેટોડા રાજકોટ,ગુજરાતના વલસાડમા અને ઇન્દોરમાં છે.


