By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    19 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભક્તિનગર ખાતે ચિત્રકલા, નિબંધ લેખન અને ‘સેલ્ફી વિથ સ્ટેશન’ સ્પર્ધા યોજાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ભક્તિનગર ખાતે ચિત્રકલા, નિબંધ લેખન અને ‘સેલ્ફી વિથ સ્ટેશન’ સ્પર્ધા યોજાઇ

Editor
Last updated: 2026/07/16 at 5:58 PM
6 days ago
Share
ભક્તિનગર ખાતે ચિત્રકલા, નિબંધ લેખન અને ‘સેલ્ફી વિથ સ્ટેશન’ સ્પર્ધા યોજાઇ
SHARE

ભક્તિનગર ખાતે ચિત્રકલા, નિબંધ લેખન અને ‘સેલ્ફી વિથ સ્ટેશન’ સ્પર્ધા યોજાઇ

​૧૧ શાળાઓના ૭૫૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ કલાનું પ્રદર્શન કર્યુ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ પુનર્વિકસિત ભક્તિનગર રેલવે સ્ટેશનના ૧૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થનારા ઉદ્ઘાટન સમારોહના ઉપલક્ષ્યમાં વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, જનજાગૃતિ તથા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે સકારાત્મક વિચાર વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે ૧૨ થી ૧૫ જુલાઈ, ૨૦૨૬ સુધી ચિત્રકલા, નિબંધ લેખન અને ‘સેલ્ફી વિથ સ્ટેશન’ સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

​નિબંધ લેખન સ્પર્ધાનો વિષય – “મારા શહેરનું વિકસિત સ્ટેશન કેવું હશે?” હતો, જ્યારે ચિત્રકલા સ્પર્ધાનો વિષય – “વિકસિત ભારતના નિર્માણમાં હું શું યોગદાન આપીશ?” રાખવામાં આવ્યો હતો.

​આ કાર્યક્રમ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ તથા સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર અમૃત વી. સોલંકીના નેતૃત્વ અને સુપરવિઝનમાં કલ્યાણ નિરીક્ષકોની ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

​રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ભક્તિનગર-રાજકોટ વિસ્તારની ૧૧ પ્રતિષ્ઠિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આશરે ૭૫૦ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં એ.એસ. ચૌધરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, જી.ટી. હાઇસ્કૂલ ફોર ગર્લ્સ, સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલ, પી.વી. મોદી હાઇસ્કૂલ, કરણસિંહજી હાઇસ્કૂલ, લાલ બહાદુર કન્યા વિદ્યાલય, રમેશભાઈ છાયા કન્યા વિદ્યાલય, મા આનંદમયી કન્યા વિદ્યાલય તથા એસ.જી. બધાણી સરસ્વતી માધ્યમિક શાળા સહિત અન્ય શાળાઓના છાત્રોએ સહભાગિતા નોંધાવી હતી.

​વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મક પ્રતિભા, કલ્પનાશીલતા તેમજ અભિવ્યક્તિ કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ચિત્રો, પોસ્ટરો અને નિબંધોના માધ્યમથી વિકસિત ભારતની પરિકલ્પના, સામાજિક સરોકાર તથા ભારતીય રેલવેના વિકાસ અને આધુનિકીકરણ પ્રત્યેના પોતાના સકારાત્મક વિચારોને પ્રભાવશાળી રીતે રજૂ કર્યા હતા.

​આ સ્પર્ધાઓનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં અમૃત ભારત સ્ટેશન યોજના, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ તથા ભારતીય રેલવેના વિકાસ અને આધુનિકીકરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો.

​’સેલ્ફી વિથ સ્ટેશન’ સ્પર્ધા અંતર્ગત શાળાના બાળકોએ પુનર્વિકસિત ભક્તિનગર રેલવે સ્ટેશનના આકર્ષક ભવનના બેકગ્રાઉન્ડમાં સામૂહિક તેમજ વ્યક્તિગત તસવીરો ખેંચાવીને આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવી હતી.

​વિવિધ સ્પર્ધાઓમાં પસંદ થયેલા આશરે ૯૦ વિજેતા વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોને ૧૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં પ્રશસ્તિ-પત્ર અને સ્મૃતિચિહ્ન એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.

 

You Might Also Like

સોની બજારમાં બાળમજૂરી કરાવતા બે દુકાનદારો અને એક ઠેકેદાર સામે એ-ડિવિઝનમાં ફોજદારી ગુનો!

રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ સહિત ૩ લોકોના હૃદય બંધ પડતાં કરુણ મોત

રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો

ઉપલેટા નજીક રાજકોટ સિવિલ હોસ્પિટલની નર્સ અને મંગેતર પર પૂર્વ પ્રેમી અને તેના પિતાનો હુમલો

રોમાંચ સાથે ફિટનેસનો નવો ક્રેઝ: રાજકોટ પોલીસની રાઇડિંગ ક્લબમાં અશ્વસવારી શીખવા યુવાધનનો અદભૂત ધસારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સહકાર ભારતીના સ્થાપક લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબની પુણ્યતિથિએ શ્રદ્ધા સુમન
રાજકોટ

સહકાર ભારતીના સ્થાપક લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબની પુણ્યતિથિએ શ્રદ્ધા સુમન

Editor By Editor 7 days ago
ભાવાવદર નજીકના ખાખીજાળીયાની સીમમાં જુગાર રમતા છ ઝડપાયા
અમરેલીના સરંભડામાં ઈકો-સેન્સિટીવ ઝોનમાં રેતી ચોરી સામે લોકો મેદાને
ચૈતન્ય ટેક્નો સ્કૂલ ખાતે ઇન્વેસ્ટિચર સેરેમની અને ‘મિશન હરિતોદય’ યોજાયો
જૂનાગઢના ધારા મર્ડર પ્રકરણમાં સુરજ ભુવાજી સહિત પાંચ આરોપીઓને આજીવન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?