રૂ.૨3.૬૦ કરોડના ખર્ચે નિર્માણધીન વાજપેયી કોમ્પ્લેક્ષમાં જીમનો પ્રારંભ
૮ ઇન્ડોર અને ચાર આઉટડોર ગેમ્સની આંતરરાષ્ટ્રીય નિયમો મુજબની સુવિધા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્રના પ્રતિભાશાળી ખેલાડીઓ અને નાગરિકોને રમતગમત તેમજ ફિટનેસ માટે વૈશ્વિક કક્ષાનું માળખું મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ શ્રુંખલા અંતર્ગત, મવડી વિસ્તારમાં ₹૨૩.૬૦ કરોડના ખર્ચે ૧૧,૮૩૧ ચોરસ મીટર જમીન પર નવનિર્મિત ‘શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ ખાતે અત્યાધુનિક જિમ (Gym) સુવિધાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અવસરે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમણીયા, શાસક પક્ષ દંડક સજયસિંહ રાણા, મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર વોર્ડ નં.૧૨ ડૉ. પ્રદિપ ડવ, કિશન ટીલવા, કીરણબેન હરસોડા, જયશ્રીબા જાડેજા, પ્રભારી નરશીભાઇ કાકડીયા, પુર્વ કોર્પોરેટર મગનભાઇ સોરઠીયા, યોગરાજસિંહ જાડેજા, કંચનબેન મારડીયા, ધિરજભાઇ મુંગરા, મહેશભાઇ તીરડવા, મહિપતભાઇ કુંબલ, મનસુખભાઇ વેકરીયા, જયભાઇ ગજ્જર, આસી. મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઘોણિયા, રેસકોર્ષ સંકુલના મેનેજર એચ.બી ભસોટીયા, સી.ઑ.ઑ.આર.એસ.પી.એફ. રાજદીપસિંહ જાડેજા, વોર્ડ એન્જીનીયર અનિરુધ્ધ સિસોદીયા અને રોશની શાખા એન્જીનીયર આર.વી. જલુ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે જીમની સાથે યોગ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે. સમગ્ર કોમ્પ્લેક્ષમાં ડે-નાઇટ સુવિધા ઉપલબ્ધ હોવાથી નોકરીયાત વર્ગ અને રમતવીરો પોતાની અનુકૂળતા મુજબ વહેલી સવારથી મોડી રાત સુધી આ સેવાનો લાભ લઈ શકે તે રીતે રાખવાનું મહાનગરપાલિકા દ્વારા નિયત કરવામાં આવ્યું છે. નાગરિકો માટે આજથી ઉપરોક્ત સેન્ટર ખાતેથી ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે.
સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ૮ ઇન્ડોર ગેમ્સ તથા ૪ આઉટડોર ગેમ્સની આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અનુસારની સુવિધાઓ સહિત આઉટડોર તથા ઇન્ડોર તમામ ગેમ્સ ડે-નાઇટ બંને સમયે રમી શકાય તે રીતે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે વીજળી ખર્ચ ઘટાડવા અને ગ્રીન એનર્જી વપરાશના હેતુથી ૭૪.૩૫ કીલોવોટ કેપેસીટીની સોલાર પેનલ લગાવવામાં આવેલ છે. જેનાથી વાર્ષિક આશરે ૧,૦૭,૦૦૦ જેટલા યુનિટ જનરેટ થવાથી વીજળીના ખર્ચમાં ઘટાડો થાય છે અને પરંપરાગત વીજળીના સ્ત્રોત પરનું ભારણ પરોક્ષ રીતે ઘટાડી શકાય છે.
જીમની મુખ્ય વિશેષતાઓ
- અદ્યતન ફિટનેશ મશીનો
- કાર્ડિયો સેક્શન
- ટ્રેડમિલ્સ
- ક્રોસ ટ્રેનર્સ
- સ્ટ્રેન્થ અને વેઇટ ટ્રેનિંગ સેક્શન
- ફ્રી વેઇટ્સ, ઓલિમ્પિક બારબેલ રોડ્સ અને વજનની પ્લેટ્સ.
- એડજસ્ટેબલ બેન્ચીસ
- લેટ પુલડાઉન, ચેસ્ટ પ્રેસ, લેગ પ્રેસ, કેબલ ક્રોસઓવર મશીન.
- ફંક્શનલ અને ફ્રી-સ્ટાઇલ એરિયા
- વોશરૂમ અને શાવર એરિયા
- સર્ટિફાઇડ ટ્રેનર્સ


