નાગરિક બેંક લિ. આયોજીત ‘૨૮’માં નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો સમાપન સમારોહ યોજાયો
તાલીમાર્થીઓને સર્ટીફીકેટ એનાયત : ઉજ્જવળ કારકિર્દી બનાવવા ચેરમેન દિનેશભાઇ પાઠકે પાઠવી શુભેચ્છા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા આયોજીત ‘૨૮’માં નિ:શુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો સમાપન સમારોહ બેંકની હેડ ઓફિસ ખાતે યોજાયેલ હતો. તાલીમાર્થી બાળકોને પ્રેરણાત્મક ફિલ્મ બતાવવામાં આવી હતી. દરેક તાલીમાર્થીને મનોરમ્ય સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.
બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે, ‘કેમ્પનો આજે સમાપન સમારોહ છે. શુભારંભ સમારંભ વખતે મે ઘણી બધી વાત રજુ કરી હતી. આજે ફરીથી એક વાત કહીશ, આ કેમ્પમાં એકવખત સિવાય બીજી, ત્રીજી કે તેનાથી વધુ વખત આવનાર બાળકો ઘણા બધા છે. આપ એકથી વધુ વખત તાલીમ લીધી છે તેનો અર્થ તેમને કેમ્પમાં મજા આવે છે અને માત્ર મજા આવે છે તેવું નથી પરંતુ શીખવા મળે છે એટલે મજા આવે છે. વેકેશનના સમયમાં, ફરવા જવાનું કે આરામ કરવાને બદલે, વહેલી સવારની ઉંઘ બગાડી કેમ્પમાં આવી જાય અને દર વર્ષે આવે એવું તો જ બને કે અહીં કંઇક શીખવા મળવું હોય તો. ફરીથી આવતા વર્ષે પણ આવજો. તમને સહુને આ રમતમાં કારકિર્દી બનાવવા માટે ખૂબ ખૂબ શુભેચ્છા.’
ક્રિકેટ કોચીંગ કેમ્પના કોચ અને ફ્રીલ્ડ ઇન્ચાર્જ કૌશિકભાઈ અઢીયાએ વિસ્તૃત વિગત આપતાં જણાવ્યું હતું કે, ‘આ કેમ્પનું સમગ્ર આયોજન રાજકોટ નાગરિક સહકારી બેક કરે છે. ફક્ત ખર્ચ આપવા પુરતુ જ નહિ પરંતુ બેંકના પદાધિકારીઓ, કર્મચારીઓ સતત હાજર રહી કેમ્પને સફળ બનાવવા માટે અથાગ મહેનત કરે છે. ક્રિકેટ કોચીંગ કેમ્પની જેમ બેંકની અનેક સેવાકીય અને સભાસદ કલ્યાણકારી પ્રવૃત્તિ કરે છે.’
આ સમાપન સમારોહમાં દિનેશભાઈ પાઠક (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઈસ ચેરમેન), પ્રોજેક્ટ ચેરમેન દીપકભાઈ મકવાણા, પ્રોજેક્ટ ડિરેકટર હંસરાજભાઈ ગજેરા, વિક્રમસિંહ પરમાર, ડિરેકટરગણમાંથી હસમુખભાઈ ચંદારાણા, ડો. એન.જે.મેઘાણી, નવીનભાઈ પટેલ, સીએ. ભૌમિકભાઈ શાહ, જ્યોતિબેન ભટ્ટ, બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી હંસરાજભાઈ ગજેરા અને વિજયભાઈ કોઠારી, વિનોદ શર્મા (જનરલ મેનેજર-સીઈઓ), કૌશિકભાઈ અઢીયા (કોચ અને ફીલ્ડ ઇન્ચાર્જ), ભવાનીસિંહ રાઠોર (એજીએમ-એકાઉન્ટ), વિપુલભાઈ દવે, ભરતભાઈ કુંવરીયા, અજયભાઈ ચાવડા, જીજ્ઞેશભાઈ દવે (વહીવટી ઈન્ચાર્જ), હિતેશભાઈ ચોક્સી- કમલેશભાઈ રાઠોડ, વૈરાજભાઈ જાની (સંયોજક), શાખા વિકાસ સમિતિના સદસ્યો, તાલીમાર્થી બાળકો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સરળ અને સફળ સંચાલન ભરતભાઈ કુંવરીયાએ કર્યુ હતું.


