વિશ્વ પર્યાવરણ દિવસ- પ જૂન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા ’’ એક પેડ માં કે નામ’’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા. ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો થકી દેશના પર્યાવરણનું સંરક્ષણ થાય અને આવનાર પેઢીને ફાયદો થાય તેવા હેતુથી કેન્દ્રના તેમજ રાજયના તમામ હોદ્દેદારોને વૃક્ષારોપણ ’’એક પેડ માં કે નામ’’ અંતર્ગત વધુને વધુ વૃક્ષો ઉગાડવા અને તેનું જતન કરવા માટે સુચના આપવામાં આવેલ છે. ’’એક પેડ માં કે નામ’’ અભિયાન દ્વારા તા. ૫ જૂન વિશ્વ પર્યાવરણના દિવસે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે તેમજ પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ નાહિનભાઈ કાઝી, પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી રાજુભાઈ દલવાણીની સુચના અનુસાર અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઈબ્રાહિમભાઈ સોની મહામંત્રી ફિરોઝભાઈ ડેલા, અમીનભાઈ સમાની આગેવાનીમાં લઘુમતી મોરચા દ્વારા રાજકોટ શહેરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. રાજકોટ શહેરની વોરા સોસાયટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાજકોટ વિધાનસભા-૬૯ ના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, શહેર ઉપપ્રમુખ મેહુલ નથવાણી તેમજ વોર્ડ પ્રભારી, પ્રમુખ અને મહામંત્રી તેમજ વોર્ડ નં.૩ ના નવનિયુકત કોર્પોરેટરશ્રી સાથે વોરા સોસાયટીના દાઉદી વોરા સોસાયટીના આમીલ સાહેબ શેખહુસેનભાઈ સાથે ગાંધી સોસાયટીની કારોબારી સહિત લઘુમતી મોરચાના શાહનવાઝ સીદીકી, સમીર જસરાયા, સાબીર બાવાણી, દાઉદ ચૌહાણ, યુસુફ ભારમલ, ફકરૂદીનભાઈ, હુસેનભાઈ હેરંજા, સૈયદ અર્શબાપુ બુખારી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ ગેબનશાહપીર દરગાહના ટ્રસ્ટી યુસુફભાઈ દલ, સૈયદ એઝાઝબાપુ બુખારી, સૈયદ અઝરૂદીન બાપુ, સઝરૂદીનભાઈ બાદી, વકારભાઈ બ્લોચ, અહેશાનભાઈ ચૌહાણ, તૈયબભાઈ ભાણું ટ્રસ્ટીઓએ પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના નાહિનભાઇ કાઝી અને રાજુભાઈ દલવાણીનું સન્માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ગેબનશાહપીર દરગાહના ટ્રસ્ટીઓ તેમજ લઘુમતી મોરચાના કાર્યકર્તાઓ સમીર જસરાયા, શાહનવાઝ સીદીકી, સુલતાનભાઈ સુમરા, યાસીનભાઈ હેરંજા, અનવરભાઈ દલ, અર્શબાપુ બુખારી, અમીરૂલ્લા દલ, ફારૂક કટારીયા, હુસેનભાઈ અંસારી, યુસુફભાઈ ભારમલ, રસીદભાઈ મુરાદીયા, હુસેનભાઈ હેરંજા, યાસીન મીર, અલ્તાફ શેખ, મહેબુબ અજમેરી, ગફાર કુરેશી, મહમદ વડારીયા, રમીઝભાઈ મુલતાની, સાબીર બાવાણી, દાઉદ ચૌહાણ, ફરદીન બ્લોઝ, સલીમ દશાડીયા, ઈશાભાઈ ભૈયા, અજીતભાઈ કેડા, સલીમભાઈ જુનાચ, હુસેનભાઈ સૈયદ સહિત તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા અને વૃક્ષોના લાભો અંગે માહિતગાર કરવામાં આવેલ હતા. આ તકે પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના નાહિનભાઇ કાઝી અને રાજુભાઈ દલવાણી તેમજ લઘુમતી મોરચા દ્વારા ગેબનશાહપીરને ચાદર અર્પણ કરી દુવા માંગવામાં આવેલ હતી.


