તા.૧૮ મે,૧૯૭૪-ભારતના પ્રથમ શાંતિમય પરમાણું પરિક્ષણની ઐતિહાસિક સિધ્ધિ
આજથી બરાબર બાવન વર્ષ પહેલાં ભારતે તા.૧૮ મે,૧૯૭૪ ના રોજ શાંતિમય હેતુસર રાજસ્થાનના એક દુર્ગમ સ્થળ સમાન પોખરણ વિસ્તારમાં પ્રથમ પરમાણુ પરીક્ષણ કરેલ તેની જે અતિહાસિક સિધ્ધિ મેળવી હતી. આ સિધ્ધિ કંઈ જેવી તેવી સિધ્ધિ નહોતી, કદાચ જે તે સમયે માત્ર પાંચ દેશ જ અગાઉ આવા પરમાણું પરિક્ષણ કરી ચુકયા હતા અને ત્યારના ભારત જેવા અલ્પ વિકસિત કે વિકાસ પામનારા દેશે આ જવલંત પરાક્રમ કરીને અનેક દેશોને ચિંતામાં મુકી દીધા હશે,પણ ભારતે હમેંશા શાંતિની કામના કરી છે અને આ પરમાણું પરિક્ષણ પણ શાંતિમય હેતુસર કરવામાં આવેલ એવું આ પરિક્ષણ બાદ જણાવેલ જ હતું. આપણે એક ભારતીય તરીક આને ભારતના સાર્વભોમત્વની રક્ષા કાજે કરવામાં આવેલ પરિક્ષણ માનીએ છીએ જ. આજે જ્યારે ભારતના પ્રથમ પરમાણું પરિક્ષણના બાવન વર્ષ પુર્ણ થઈ રહ્યા છે ત્યારે ભારતની આ ઐતિહાસિક સિધ્ધિ,જુની,મનને આનંદ આપનારી યાદો પણ રોમાંચિત કરવા સક્ષમ છે.
ભારતના આ પ્રથમ પરમાણું પરિક્ષણને “સ્માઈલિંગ બુધ્ધ” એવું કોડનેમ આપવામાં આવ્યું હતું, કારણ કે,તા.૧૮ મે-૧૯૭૪ના રોજ “બુધ્ધ પુર્ણિમા” હતી. આ શાંતિમય પરમાણું પરિક્ષણ પોખરણ-૧ તરીકે પણ ઓળખાય છે.આ સીમાચિહ્નરૂપ ઘટનાએ વૈશ્વિક પરમાણુ રાજકારણની ગતિશીલતાને પુન:આકાર આપતા ભારતની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધો માટે ઊંડી અસર કરી હતી.ભારતે શાંતિમય હેતુસર પણ જે તે સમયે પરમાણું પરિક્ષણ કરવાના કારણો અનેક હતાં.ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એપીજે અબ્દુલ કલામ સહિત અનેક વૈજ્ઞાનિકો અને ઇજનેરોની અથાક મહેનત બાદ તા.૧૮-૫-૧૯૭૪ના રોજ ભારતે તેનું પ્રથમ શાંતિમય ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું.આ ઐતિહાસિક સિધ્ધિએ યુનાઇટેડ સ્ટેટ્સ,સોવિયેત યુનિયન(હવે રશિયા),યુનાઇટેડ કિંગડમ,ફ્રાન્સઅને ચીન પછી ભારત વિશ્વનું છઠ્ઠું પરમાણુ શક્તિ રાષ્ટ્ર બન્યું હતું.ભારત પોતાના સાર્વભૌમત્વની રક્ષા કાજે યોગ્ય અને ઉચિત પગલાં લેવા સક્ષમ છે એની પ્રતિતી વિશ્વના દેશોને ત્યારે થઈ ચુકી હતી.
પ્રથમ પરિક્ષણના ઈતિહાસની વાત પણ અનેક રોમાંચથી ભરપુર છે.સ્વ. ઈંદીરા ગાંધી વડાપ્રધાન બન્યા બાદ ભારતના પરમાણુ કાર્યક્રમ પર પુન:નવેસરથી નવા જોમ સાથે કામ શરૂ થયું.તા.૭ સપ્ટેમ્બર-૧૯૭૨ પછી ઈન્દિરા ગાંધીએ “ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર”ને પરમાણુ ઉપકરણ બનાવવા અને તેને પરીક્ષણ માટે તૈયાર કરવા માટે અધિકૃત કર્યા.ભારતીય- સેના પરમાણુ પરીક્ષણમાં સંપૂર્ણ રીતે સામેલ ન હોવા છતાં સૈન્યના સર્વોચ્ચ કમાન્ડને પરીક્ષણની તૈયારીઓ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ભારતીય રાજકીય નેતૃત્વની સતર્ક નજર હેઠળ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી.ભારતએ પોતાની શાંતિમય પરમાણું પરિક્ષણ અને પરમાણું શક્તિનો દુર ઉપયોગ નહિં કરવાની પ્રતિબધ્ધતા કાયમ રાખી હતી અને અત્યારે પણ એક શાંતિપ્રિય દેશ તરીકે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.
ઓપરેશન સ્માઈલિંગ બુધ્ધનું જે તે સમયેનું મહત્વ:-ડિટરન્સ અને રાષ્ટ્રીય સુરક્ષા:-આ પરિક્ષણથી ભારતને તેની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરીને વિશ્વસનીય પરમાણુ પ્રતિરોધક પ્રદાન કર્યું. પરમાણુ શસ્ત્રોનો કબજો સંભવિત આક્રમણકારો સામે અવરોધક તરીકે કામ કરે છે અને તેનો હેતુ રાષ્ટ્રની સલામતી અને સાર્વભૌમત્વને સુનિશ્ચિત કરવાનો હતો.
તકનીકી પ્રગતિ:-ઓપરેશનની સફળતાએ પરમાણુ સંશોધન અને વિકાસમાં ભારતની તકનીકી કુશળતાને પ્રકાશિત કરી. તે રાષ્ટ્રની જટિલ વૈજ્ઞાનિક અને ઇજનેરી પડકારોને નિપુણ બનાવવાની ક્ષમતાનું નિદર્શન કરે છે, એક તકનીકી રીતે અદ્યતન દેશ તરીકે તેની પ્રતિષ્ઠાને આગળ ધપાવે છે.રાજદ્વારી મહત્વ:-પરીક્ષણની વૈશ્વિક રાજકારણ પર નોંધપાત્ર અસર પડી હતી.તેણે વિવિધ રાષ્ટ્રો તરફથી પ્રતિક્રિયાઓ શરૂ કરી જેના કારણે પરમાણુ અપ્રસાર અને શસ્ત્ર નિયંત્રણ પર ચર્ચાઓ થઈ.આ પરીક્ષણે ભારતને દક્ષિણ એશિયા અને તેનાથી આગળના આંતરરાષ્ટ્રીય સંબંધોની ગતિ શીલતાને પ્રભાવિત કરી.આત્મનિર્ભરતા અને સ્વદેશી ક્ષમતા:-આત્મનિર્ભરતા અને સંરક્ષણ ક્ષમતાઓ માટે વિદેશી સહાય પર નિર્ભરતા ઘટાડવાની ભારતની પ્રતિબધ્ધતાને રેખાંકિત કરી.તે દેશની સ્વદેશી વૈજ્ઞાનિક અને તકનીકી કુશળતાનું પ્રદર્શન કરે છે, રાષ્ટ્રીય ગૌરવ અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપે છે.પરમાણુ અપ્રસાર શાસન:-પરીક્ષણે પરમાણુ પ્રસાર અને સખત અપ્રસાર પગલાંની જરૂરિયાત અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતાઓ ઉભી કરી. તેણે વૈશ્વિક નિઃશસ્ત્રીકરણના પ્રયાસો અને વૈશ્વિક સુરક્ષા જાળવવામાં પરમાણુ શસ્ત્રોની ભૂમિકા પર ચર્ચાને વેગ આપ્યો.
આ પરીક્ષણને આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ મળી.જ્યારે કેટલાક દેશોએ પરમાણુ પરીક્ષણ પરના વાસ્તવિક વૈશ્વિક મોરેટોરિયમને તોડવા માટે ભારતની ટીકા કરી હતી જ્યારે અન્ય લોકોએ પોતાનો બચાવ કરવાના ભારતના અધિકારને સ્વીકાર્યો હતો અને સુરક્ષા ચિંતાઓને સંબોધવા માટે શાંતિપૂર્ણ વાતચીતની હિમાયત કરી હતી.ભારત પોતાના સાર્વ ભૌમત્વની રક્ષા કાજે યોગ્ય અને ઉચિત પગલાં લેવા સક્ષમ છે એની પ્રતિતી વિશ્વના દેશોને ત્યારે થઈ ચુકી હતી અને એટોમીક એનર્જીનો પ્રથમ ઉપયોગ નહિં કરે એની ખાત્રી વિશ્વને હર હમેંશા આપી છે અને એટલે જ ૧૯૭૪ના પ્રથમ પરમાણું પરિક્ષણ બાદ લગભગ ૨૪ વર્ષો સુધી કોઈ પણ અન્ય પરમાણું પરિક્ષણ નહોતાં કરેલ અને છેક ૧૯૯૮મા જ્યારે સ્વ.અટલ બિહારી વાજપઈજી બીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે પોખરણ-૨ અને “ઓપરેશન શક્તિ” તરીકે ઓળખવામાં આવેલ કોડનેમથી ભારતે તા.૧૧ અને ૧૩ મે-૧૯૯૮ના રોજ બીજી વખત કુલ પાંચ પરમાણું પરિક્ષણો કરેલ.ભારતની આ બીજી વખતની ગૌરવમય ઘટનાને તેમજ ભારતના વૈજ્ઞાનિકો અને ટેકનોક્રેટસની અવિસ્મરિણ સિધ્ધિઓને ઈતિહાસમાં હમેંશા યાદગાર બનાવવા દર વર્ષે ૧૧-મે ના દિવસે ભારતમાં “નેશનલ ટેકનોલોજી દિવસ”ની ઉજવણી વિવિધ થીમને ધ્યાને લઈ કરવામાં આવે છે જેની શરુઆત તત્કાલિન વડા પ્રધાન સ્વ.અટલ બિહાઈ વાજપઈજી દ્વારા જ કરવામાં આવેલ,જે હકીકત સમગ્ર ભારત માટે આજે ગૌરવશાળી છે.હજુ થોડાં દિવસ પહેલા એની ભવ્ય ઉજવણી થયેલ હતી.
ભારતની પરમાણું ઉર્જા અંગેની નીતિ ખુબજ સ્પષ્ટ જોવા મળેલ છે,ભલે કોઈ પણ પક્ષની સરકાર હોય, ભારતે હમેંશા પોતાના સાર્વભૌમત્વની રક્ષા સામે ક્યારેય કોઈ બાંધછોડ કરેલ નથી અને આજે ભલે ભારત પરમાણું બોમ્બ ધરાવતું હોય પણ તે વિશ્વમાં શાંતિ જ ઈચ્છે છે અને અણુંપરિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં બહુ ચર્ચિત એવી “અણું બિન પ્રસારણ સંધિ”(સી.ટી.બી.ટી.) ખુબજ જટીલ હોવાથી ભારતે હજુ સુધી આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી પણ ભારતની પ્રભુતા અને તેની મજબુત ઈચ્છા શક્તિથી આજે પણ વિશ્વમાં ઘણાં દેશો માટે એક વિશ્વાસુ દેશ-મિત્ર તરીકે ગૌરવ પ્રાપ્ત કરી રહેલ છે.ભારતે એટોમીક એનર્જીનો પ્રથમ ઉપયોગ નહિં કરે એની ખાત્રી વિશ્વને હમેંશા આપી છે જે એની મહાનતા અને આજના સમયમાં પણ વિશ્વ શાંતિની પોતાની આશાઓને જીવંત રાખે છે.આજે જ્યારે ભારતના પ્રથમ શાંતિમય પરમાણું પરિક્ષણની ભવ્ય ઉજવણી ક્યાંક કદાચ થવા જશે ત્યારે ભારતના તમામ વૈજ્ઞાનિકો/ટેકનોક્રેટસોને અભિનંદન અને સદગત વૈજ્ઞાનિકો/ટેકનોક્રેટસ,સદગત વડાપ્રધાનશ્રીઓને પ્રણામ કે જેઓએ ભારત દ્વારા શાંતિમય પરમાણૂં પરિક્ષણો થકી ભારતને વિશ્વમાં એક અલગ પહેચાન ઉભી કરી અને ભારતની શાન બઢાવી.જય હિંદ.


