By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: તા.૨૬મીએ સૂર્યનારાયણ અને રાજકીય ગરમાવો મતદારો પર હાવી રહેશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

તા.૨૬મીએ સૂર્યનારાયણ અને રાજકીય ગરમાવો મતદારો પર હાવી રહેશે

Editor
Last updated: 2026/04/20 at 4:16 PM
4 months ago
Share
તા.૨૬મીએ સૂર્યનારાયણ અને રાજકીય ગરમાવો મતદારો પર હાવી રહેશે
SHARE

મતદાનના દિવસે અગનવર્ષાની હવામાન નિષ્ણાંતની ધગધગતી આગાહી

તા.૨૬મીએ સૂર્યનારાયણ અને રાજકીય ગરમાવો મતદારો પર હાવી રહેશે

ગરમીનો પારો ૪૨ ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વચ્ચે રાજકીયપક્ષોએ મતદાન માટે એકશન પ્લાન બનાવ્યા

સવારે ૧૦ વાગ્યા પહેલા અને બપોરે ૪:3૦ બાદ વધુમાં વધુ મતદાન થાય તે માટે તૈયારીઓ શરૂ કરી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કારણે રાજકીય ગરમાવો છે, તો બીજી તરફ કુદરતી ગરમીએ પણ પ્રકોપ બનાવવાની શરૂઆત કરી દીધી છે. 26 એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન યોજાવાનું છે. ત્યારે અંબાલાલ પટેલે ગરમીને લઈ કરેલી આગાહીએ રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. 26મીએ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો 41થી 42°C આસપાસ રહેવાની સંભાવના છે. ત્યારે રાજકીય પક્ષોએ સવારે 10 પહેલા અને બપોરે સાડા ચાર વાગ્યા પછી વધુમાં વધુ મતદાન થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 21થી 23 એપ્રિલ દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ મતદાનના દિવસે ગરમી યથાવત્ રહેવાની શક્યતા છે. રાજ્યના વિવિધ ઝોનમાં મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ 42 ડિગ્રી આસપાસ ગરમી રહેશે. સૌરાષ્ટ્રમાં 38થી 42 ડિગ્રી, કચ્છમાં 40 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં 38થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષોએ મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે અલગ-અલગ રણનીતિ અપનાવી છે. ભાજપ દ્વારા મતદારોને વહેલી સવારે અથવા સાંજે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ મતદાન મથકો પર છત્રી, ઠંડુ પાણી અને ORS જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સૂચનાઓ આપવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ મતદારોમાં ઉત્સાહ અને આક્રોશને મતપેટી સુધી પહોંચાડવા માટે પરિવહન, પાણી અને છાશ જેવી સુવિધાઓ સાથે સિનિયર સિટિઝન માટે ખાસ વ્યવસ્થા કરી રહ્યો છે.

આમ આદમી પાર્ટી પણ ગરમી વચ્ચે મતદાનને લોકશાહીનો ઉત્સવ ગણાવીને લોકોને પ્રોત્સાહિત કરી રહી છે. ખાસ કરીને વડીલો અને બીમાર મતદારો માટે સવારે અથવા સાંજે મતદાન કરવા અપીલ સાથે પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવાની તૈયારી દર્શાવવામાં આવી છે. પાર્ટીનું માનવું છે કે ગરમી થોડા સમય માટે હોય છે, પરંતુ મતનો પ્રભાવ પાંચ વર્ષ સુધી રહેવાનો છે.

આ રીતે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમી એક મોટો મુદ્દો બની છે અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે સેમિ-ફાઇનલ મનાતી આ ચૂંટણીમાં દરેક પક્ષ વધુમાં વધુ મતદાન થાય તે માટે પૂરજોશમાં પ્રયત્ન કરી રહ્યો છે.

રાજકોટ સહિત શહેરોમાં ૪૦થી વધુ ડિગ્રી તાપમાન

હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે રાજકોટનું 43°C, અમદાવાદનું 41°C, સુરતનું 38°C, વડોદરાનું 42°C, ગાંધીનગરનું 40°C, ભાવનગરનું 38°C, અમરેલીનું 42°C, ભૂજનું 39°C અને ડીસાનું 40°C મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે. રાજકોટ 43 ડિગ્રી તાપમાન સાથે અંગભઠ્ઠી બને તેવી પૂરી શક્યતા છે, તો લોકોએ કામ વગર બહાર ન નીકળવું. આગામી સાત દિવસમાં રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. રાજ્યમાં આકરી ગરમીના રાઉન્ડ વચ્ચે હવામાન વિભાગે બે દિવસ અલગ-અલગ જિલ્લામાં માવઠાની આગાહી કરી છે. વાતાવરણમાં પલટાની શક્યતાના કારણે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જૂનાગઢમાં વિદ્યાર્થીઓને ફિશીપ વગર અને પરીક્ષા વગર પાસ કરવાનું કારસ્તાન
જૂનાગઢ

જૂનાગઢમાં વિદ્યાર્થીઓને ફિશીપ વગર અને પરીક્ષા વગર પાસ કરવાનું કારસ્તાન

Editor By Editor 4 days ago
સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર
ઉપલેટા તાલુકાના બિસ્માર રસ્તાઓ સામે ગ્રામજનોનો વિરોધ
ગેરકાયદે પાણી ખેંચવા અને વરસાદી પાણીનો સંગ્રહ ન કરનારને થશે જેલ
જૂનાગઢમાં અશોક શિલાલેખ નજીક ચાર સિંહોનો મસ્તીનો વીડિયો વાયરલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?