ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે PGVCLના હેલ્પરને વીજ કરંટ લાગ્યો
સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે PGVCLના હેલ્પરને વીજ કરંટ લાગ્યો, ધોરાજી સરકારી હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા
ધોરાજી તાલુકાના ભોલગામડા ગામના વતની અને PGVCL માં હેલ્પર તરીકે ફરજ બજાવતા ગૌતમભાઈ મકવાણા છાડવાવદર ગામના વાડી તેમજ સીમ વિસ્તારમાં લાઈન રિપેરિંગનું કામ કરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન અચાનક કોઈ કારણસર તેમને જોરદાર વીજ કરંટ (શોર્ટ) લાગ્યો હતો.
વીજ કરંટ લાગતા જ ગૌતમભાઈને તાત્કાલિક પ્રથમ ધોરાજીની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની ગંભીર સ્થિતિને જોતા તબીબોએ તેમને વધુ ગહન સારવાર માટે જૂનાગઢ રીફર કર્યા છે.
હાલ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને PGVCL દ્વારા વાડી અને સીમ વિસ્તારોમાં વીજ લાઈનોના ફોલ્ટ સુધારવા તેમજ પ્રી-મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન જ આ કમનસીબ ઘટના સર્જાઈ હતી PGVCl અધિકારી અને કર્મચારી ધોરાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા


