By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 hour ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

Editor
Last updated: 2026/05/30 at 4:00 PM
13 minutes ago
Share
ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી
SHARE

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

રાજકોટ સહિત અમદાવાદ અને સુરતની મહત્વપૂર્ણ ટીપીને પણ લીલીઝંડી અપાઇ : દસ્તાવેજો, નકશા અને પુનવિતરણ સ્ટેટમેન્ટ જાહેર જનતા માટે નિરીક્ષણ અર્થે ખુલ્લા મૂકવા આદેશ

રસ્તા, જાહેર સુવિધાઓ, ખુલ્લી જગ્યાઓ અને આધુનિક શહેરી માળખાના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ, અમદાવાદ અને સુરત હવે મેટ્રો સિટીમાં આવી ગયા છે. દિવસે દિવસે શહેરની વસ્તી અને વિસ્તારમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરીજનોની સુખાકારી માટે રાજય સરકાર પણ એકશન મોડમાં આવી છે. વિકાસ અને જરૂરીયાતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા રાજકોટ, અમદાવાદ અને સુરતની કેટલીક મહત્વપૂર્ણ ટાઉન પ્લાનિંગ સ્કીમને લીલીઝંડી આપવામાં આવી છે.

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે અમદાવાદ, રાજકોટ અને સુરતની અનેક ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમોને મંજૂરી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન મુજબ અમદાવાદના પાલડી એક્સ્ટેન્શન અને આંબાવાડી વિસ્તારની TP સ્કીમોને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અમદાવાદની વિરોચનનગર-ખોરજ વિસ્તારને લગતી TP સ્કીમને નામંજૂર કરવામાં આવી છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે મંજૂર કરાયેલી તમામ TP સ્કીમોના દસ્તાવેજો, નકશા અને પુનર્વિતરણ (Redistribution) સ્ટેટમેન્ટ જાહેર જનતા માટે નિરીક્ષણ અર્થે ખુલ્લા રાખવામાં આવશે. નાગરિકો કચેરીના કાર્યકારી દિવસો દરમિયાન સંબંધિત સત્તામંડળની કચેરીએ જઈને આ દસ્તાવેજો જોઈ શકશે.

રાજકોટ અને સુરતની પણ કેટલીક TP સ્કીમોને મંજૂરી મળતા વિકાસકાર્યોને ગતિ મળશે. રસ્તા, જાહેર સુવિધાઓ, ખુલ્લી જગ્યાઓ અને આધુનિક શહેરી માળખાના વિકાસ માટે આ TP સ્કીમો મહત્વની સાબિત થશે.

અમદાવાદના પાલડી એક્સ્ટેન્શન (ચોથી ફેરફારિત) TP સ્કીમને મંજૂરી આપતા કેટલાક ફેરફારો પણ સૂચવાયા છે. સ્કીમમાં અંતિમ પ્લોટોના હેતુ અને વિસ્તાર અંગે સુધારા કરવામાં આવ્યા છે. સરકારના આદેશ મુજબ સંબંધિત દસ્તાવેજો અને નકશાઓમાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદની આંબાવાડી TP સ્કીમમાં સામાજિક સુવિધાઓ માટે જમીન અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોમાં વધતી વસતિને ધ્યાનમાં રાખીને જાહેર ઉપયોગની સુવિધાઓ માટે જમીન ઉપલબ્ધ રહે તે માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

શહેરી વિકાસ વિભાગના આ નિર્ણય બાદ સંબંધિત વિસ્તારોમાં વિકાસની નવી તકો ઉભી થશે, જ્યારે વિરોચનનગર-ખોરજ TP સ્કીમ નામંજૂર થતાં તે વિસ્તાર અંગે નવી દરખાસ્ત અથવા સુધારેલી યોજના રજૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે.

 

રાજકોટની ટીપી સ્કીમ

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) દ્વારા રજૂ કરાયેલી પ્રાથમિક ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 36/3 (ઘંટેશ્વર-પરાપીપળિયા)ને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. સ્કીમમાં વિવિધ ફાઈનલ પ્લોટના વિસ્તાર, હેતુ અને નંબરિંગમાં ફેરફારો મંજૂર કરવામાં આવ્યા છે. કેટલાક પ્લોટોને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાર્કિંગ અને જાહેર ઉપયોગની સુવિધાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. સરકારના નિર્ણય બાદ આ વિસ્તારમાં માર્ગો, જાહેર સુવિધાઓ અને આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ મળશે.

 

સુરતની ટીપી સ્કીમ

સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA)ની પ્રાથમિક ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 47 (ખોલવડ-ભાડા) અંગે રાજ્ય સરકારે શુદ્ધિ પત્ર જાહેર કરીને અગાઉની નોટિફિકેશનમાં સુધારા કર્યા છે. સુધારા મુજબ કેટલાક ફાઈનલ પ્લોટના ક્ષેત્રફળ અને ઉપયોગ સંબંધિત વિગતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેમજ કેટલાક ક્રમાંકો રદ કરવામાં આવ્યા છે. નવા સુધારાઓને અનુરૂપ TP સ્કીમના દસ્તાવેજો, નકશા અને રીડિસ્ટ્રિબ્યુશન સ્ટેટમેન્ટમાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવશે.

You Might Also Like

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ

વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું

રાજકોટથી લંડન સુધી BMW બાઈક પર ત્રણ મિત્રોની ધમાકેદાર સફર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સિંહોરમાં ટ્રકે એકસેસને હડફેટે લેતા યુવાનનું મોત, એક ઘાયલ
ગુજરાત

 સિંહોરમાં ટ્રકે એકસેસને હડફેટે લેતા યુવાનનું મોત, એક ઘાયલ

Editor By Editor 3 days ago
ધ્રોલના લતીપુર ખાતે સોમવારે ‘નકલંક નેજાધારી રામામંડળ’નો મહોત્સવ
રાજકોટ ડિવિઝન દ્વારા અલિયાવાડા સ્ટેશન પર 3 વિશાળ ગર્ડરનું સફળ લોન્ચિંગ
માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
ઓનલાઇન બેટીંગ પર ગુજરાત, દમણ સહિત ૧૭ જેટલા સ્થળોએ EDના દરોડા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?