‘માઁ તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમે’ કૃતિમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ
સરગમ ક્લબ – ગેલેક્સી ગ્રૂપ– કંકણ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમમાં ગરબા – ગરબી રાસની 45 પ્રકારોની Gen-Z રેપ(છંદ) રાસ સુધીની કલામય પ્રસ્તુતિ
અગ્ર ગુજરાત, રાજકોટ
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલા સંસ્થા કંકણ ઇન્ટરનેશનલ ગરબા ગ્રૂપ રાજકોટ- ગુજરાત – ભારત (ઇંડિયન કાઉન્સીલ ફોર કલ્ચરલ રિલેશન્સ – મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફ્ફૈર્સ – નવી દિલ્હી માન્યતા પ્રાપ્ત)દ્વારા પ્રતિ વર્ષ યોજાતા કલાત્મક ગરબા – ગરબી – રાસ – રાસડાનો કાર્યક્રમ ‘માઁ તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમે’ દશેરા તા. 20 ઓક્ટોબર, 2026 (મંગળવાર) ના રોજ યોજાયેલ. હેમુગઢવી હોલ –રાત્રિના 8: 45 કલાકે કંકણ પ્રસ્તુત ભવ્ય કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય આદરણીય શ્રી વજુભાઈ વાળા (પૂર્વ રાજ્યપાલ ,કર્ણાટક) એ કરેલ. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મનીષભાઈ માદેકા અને અતિથિ વિશેષશ્રી વિશાલ વિક્રમ (હેડ,I.C.C.R)ના હાજર રહેલ. તેમજ ગુણવંતભાઈ ડેલાવાળા, સોનલબેન સાગઠિયા, હેલિબેન ત્રિવેદી ડૉ. ઘનશ્યામ જાગાણી (સદભાવના હોસ્પિટલ) દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરગમ ક્લબ રાજકોટના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ. અલ્પનાબેન ત્રિવેદી અને ગેલેક્સી ગ્રુપ ઓફ સ્કૂલના શ્રી કિરણભાઈ પટેલ જહેમત ઉઠાવી હતી.
કંકણ પ્રસ્તુત ‘માઁ તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમે’ કાર્યક્રમનું સંચાલન કંકણ કલાકાર RJ નિશિતાદીપ માંડવીયા અને ‘કલાધરીત્રી’ સોનલ હંસદેવજી સાગઠિયા એ કરેલ. કલાત્મક ગરબા – ગરબી – રાસ – રાસડાનું સમગ્ર કલ્પન – સંકલન અને નૃત્ય નિર્દેશન કંકણ મેનેજિંગ ટ્રસ્ટી ટ્વીંકલ ઘનશ્યામ જાગાણી,ઝલક મિહિર છાયા,શુભશ્રી સ્મિત ઠકરાર, ભક્તિ કેતન રાવલ અને Gen–Zમીમાંસા રૂપારેલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગીત – સંગીત ડૉ. ભરત પટેલ (MusicDirector,AllIndiaRadio–Rajkot) તેમજ કલીમ શેખ (YashStudio,Rajkot) દ્વારા કરવામાં આવ્યું હતું.


