By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ‘આપ’ આવશે તો હોસ્પિટલમાં દર્દીઓ ઘટશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 ‘આપ’ આવશે તો હોસ્પિટલમાં દર્દીઓ ઘટશે

Editor
Last updated: 2026/04/23 at 5:00 PM
4 months ago
Share
 ‘આપ’ આવશે તો હોસ્પિટલમાં દર્દીઓ ઘટશે
SHARE

વોર્ડ નં.૨ના ઉમેદવારોએ પ્રજાને આપેલું ચૂંટણીલક્ષી આશ્વાસન

‘આપ’ આવશે તો હોસ્પિટલમાં દર્દીઓ ઘટશે

વોર્ડ નં.૨માં રોડ-રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાની સમસ્યાઓના નિરાકરણને પ્રાથમિકતા અપાશે

મનપામાં આપ જીતશે તો સૌ પ્રથમ શહેરના વિવિધ વિસ્તારોના પાણીના ટાંકાઓ અને ગટરોની સાફ-સફાઇ કરાશે

દર મહિને જનતાની સુવિધા માટે લોક દરબાર યોજાશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વર્ષે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ૭૦ ઉમેદવારો ઉભા રાખતા ત્રિપાંખીયો જંગ સર્જાશે તેવું રાજકીય નિષ્ણાંતોમાં ચર્ચાઇ રહ્યું છે. ત્યારે વોર્ડ નં.૨ના આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જનતાને વિશ્વાસ અપાવ્યો છે કે મનપામાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો શહેરની મોટા ભાગની હોસ્પિટલોમાં દર્દીઓમાં ઘટાડો થશે તેમજ લોકોની સમસ્યા જાણવા માટે દર મહિને લોક દરબાર યોજવામાં આવશે.

‘અગ્ર ગુજરાત’ કાર્યાલયની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના વોર્ડ નં.૨ના ઉમેદવાર ચિંતનભાઇ દવે, હેતલબેન મકવાણા અને હંસાબેન ધમ્મરે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં રાજકોટમાં પાણીજન્ય રોગચાળાએ ભયંકર ભરડો લીધો છે. શહેરમાં માર્ચ મહિનામાં લેવામાં આવેલા નમૂના પણ ફેઇલ થયા છે. તેમજ રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે. વોર્ડ નં.૨માં પણ લોકોને પ્રદુષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ વારંવાર ગટરો પણ ઉભરાઇ રહી છે. આ સમસ્યાઓમાંથી આમ આદમી પાર્ટી પ્રજાને મુકિત આપશે.

આપના ઉમેદવારોએ જણાવ્યું હતું કે પ્રચાર દરમિયાન લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે અગાઉના ચુંટાયેલા પ્રતિનિધિ કે અધિકારીઓ લાઇટ, રસ્તા, ગટર, પાણી સહિતના પ્રશ્નો બાબતે ફોન ઉપાડતાં નથી. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એકને એક ભૂગર્ભ ગટરની વારંવાર મરામત કરવામાં આવે છે. રીપેર થયા બાદ થોડાક જ દિવસમાં તે ગટર ફરી ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે પ્રજાના પૈસાનો દુરૂપયોગ થઇ રહ્યો છે. આ તમામ સમસ્યાઓનું નિરાકરણ માત્ર આમ આદમી પાર્ટી પાસે હોવાની ખાત્રી આપી હતી.

ચિંતન દવે, હેતલબેન મકવાણા અને હંસાબેન ધમ્મરે વધુમાં કહ્યું હતું કે મોટા ભાગના વોર્ડમાં રોડ ઊંચા અને ઘરના દરવાજાઓ નીચા આવી ગયા છે. જેના કારણે ચોમાસા દરમિયાન લોકોના ઘરમાં પાણી ભરાઇ રહ્યાં છે. આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો રોડ ખોદી નવા બનાવવામાં આવશે. જે ઘરના ઉમરાથી નીચા હશે. જેનાથી લોકોના ઘરમાં પાણી ભરાવાની સમસ્યાનું કાયમી ઉકેલ આવશે તેમજ ખખડધજ રોડમાંથી પણ નાગરિકોને મુકિત મળશે. પ્રાથમિક સુવિધાઓ માટે વારંવાર રજુઆત કરવા છતાં પણ તેનો નિવેડો આવતો નથી અને પ્રજાના સૂચનોને પણ શાસકો ઘોળીને પી રહ્યાં છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા દર મહિનાની પહેલી તારીખે જનતાનો દરબાર ભરવામાં આવશે. તેમાં પ્રજાને થતી સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પ્રજાજનો દ્વારા કરવામાં આવેલા સૂચનોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જીત અંગે જણાવ્યું હતું કે હાલ આઇબીના રિપોર્ટ અંગે વોર્ડ નં.૨માં ચિંતનભાઇ દવે ૧૬૦૦ મત, હેતલબેન મકવાણા ૨૧૦૦ મત અને હંસાબેન ધમ્મર ૭૦૦ મતથી વિજેતા થશે ઉપરાંત ૭૦ બેઠકમાંથી ૫૦ ટકા બેઠક એટલે કે 3૪ સીટ ઉપર આપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

પ્રજાનો આર્થિક ભારણને હળવું કરાશે

ઉમેદવારોએ જણાવ્યું હતું કે લોકોના આવકના સ્ત્રોતમાંથી 3૦ ટકા બાળકોની ફીમાં અને ૪૦ ટકા હેલ્થ પાછળ ખર્ચાઇ જાય છે. જેના કારણે લોકોને જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. આ દોઝખ પરિસ્થિતિમાંથી લોકોને રાહત આપવામાં આવશે. દરેક વોર્ડમાં હાઇટેક સરકારી શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવશે. જેમાં લોકોને આધુનિક સારવાર મળી રહેશે. જેનાથી તેઓને પોતાની આવકમાંથી થતો ખર્ચો બચાવી શકાશે. જેનાથી તેઓનું આર્થિક ભારણ પણ ઘટશે.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CBSE દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે ગુણોના વેરીફીકેશનની માર્ગદર્શિકા જાહેર
રાજકોટ

CBSE દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે ગુણોના વેરીફીકેશનની માર્ગદર્શિકા જાહેર

Editor By Editor 4 days ago
ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી
રાજકોટ રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે
સોના-ચાંદી પર દબાણ, ક્રૂડ ઓઈલમાં મિશ્ર ચાલ : ડોલર સામે રૂપિયાની નજર વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં સાવચેતીનો માહોલ
સૌરાષ્ટ્ર-કચ્છના 355 ગામોમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા જળસંચયના ભગીરથ કાર્યોનો ધમધમાટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?