By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 days ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    6 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: અંબાજીમાં પ્રસાદ વિવાદનો મામલો વધુ બીચક્યો, જાણો શું કહ્યું જિલ્લા કલેક્ટરે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અંબાજીમાં પ્રસાદ વિવાદનો મામલો વધુ બીચક્યો, જાણો શું કહ્યું જિલ્લા કલેક્ટરે?

agragujaratnews
Last updated: 2023/11/21 at 4:14 AM
3 years ago
Share
અંબાજીમાં પ્રસાદ વિવાદનો મામલો વધુ બીચક્યો, જાણો શું કહ્યું જિલ્લા કલેક્ટરે?
SHARE

  • મોહનથાળના પ્રસાદને લઈને લેવાયો નિર્ણય
  • અંબાજી મંદિરમાં ટચ સ્ટોન ફાઉન્ડેશન બનાવશે પ્રસાદ
  • અત્યાર સુધી મોહિની કેટરર્સ બનાવતી હતી પ્રસાદ

છેલ્લા કેટલાક દિવસોથી પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી તેના પ્રસાદને લઈને ચર્ચામાં છે. પહેલા નકલી ઘીના કારણે યાત્રાધામ અંબાજીનો પ્રસાદ ચર્ચામાં રહ્યો હતો. આ સમયે આ પ્રસાદની જવાબદારી મોહિની કેટરર્સની હતી. જો કે કંપનીએ આ મુદ્દે તપાસમાં પોતાના હાથ ખંખેરી દીધા હોવાનું સામે આવ્યું હતું.

ટચ સ્ટોન ફાઉન્ડેશન બનાવશે પ્રસાદ

યાત્રાધામ અંબાજીમાં ભક્તો શ્રદ્ધાથી માતાજીના ચરણોમાં શીશ નમાવે છે અને સાથે જ અહીંના વર્ષો જૂના મોહનથાળના પ્રસાદને લઈને પણ ઘણી આસ્થા જોવા મળે છે. પહેલા ભેળસેળવાળા ઘીના પ્રસાદના કારણે પણ મંદિર ચર્ચામાં રહ્યું હતું. હવે કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં હવેથી ટચ સ્ટોન ફાઈન્ડેશનને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એટલે કે હવે મોહનથાળનો પ્રસાદ ટચ સ્ટોન ફાઉન્ડેશન બનાવશે.

પ્રસાદમાં દૂધની જગ્યાએ ગરમ પાણીમાં પાવડર નાખતું ટચ સ્ટોન ફાઉન્ડેશન

શ્રી ટચ ઈન ફાઉન્ડેશન એ ભૂતકાળમાં મોહનથાળના પ્રસાદમાં દૂધની જગ્યાએ ગરમ પાણીમાં પાવડર નાખતું હતું. તંત્રએ અંબાજીમાં પ્રસાદ માટે ચોરને કાઢી ઘંટી ચોરને લાવ્યાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અંબાજીમાં પ્રસાદ બનાવવાની કામગીરી સાથે સંકળાયેલી વ્યક્તિએ અગાઉ જણાવ્યું હતું કે અંબાજીના મોહનથાળના પ્રસાદમાં ઘી, ખાંડ અને બેસનનું પ્રમાણ અનુક્રમે 3:6:4 હોય છે. શરૂઆતમાં બેસન સાથે દૂધ અને ઘી ભેળવવામાં આવે છે, જેના માટે ‘ધાબું દેવું’ એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. એ પછી લોટને ધીમા તાપે બદામી રંગનો થવા દેવામાં આવે છે. એ પછી સામાન્ય વિધિ મુજબ જ મોહનથાળ બનાવવામાં આવે છે.

જાણો શું કહ્યું જિલ્લા કલેક્ટરે

ટચ સ્ટોન સંસ્થાને પ્રસાદની કામગીરી સોપાયા બાદ જિલ્લા કલેકટરનું નિવેદન સામે આવ્યું છે. વરુણ બરનવાલનું કહેવું છે કે 3-4 લોકો મીડિયાનો દૂર ઉપયોગ કરી મંદિરને બદનામ કરવાનું કામ કરે છે. ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયા બાદ મોહીની કેટરર્સની કામગીરી અટકાવ્યા બાદ પ્રસાદની કામગીરી સરકારની મંજૂરી લઈને ટચ સ્ટોન સંસ્થાને આપી હતી. આ બાદ વહીવટી પ્રોસેસ કરી કામગીરી શરૂ કરાવી છે. તે સમયે કોઈ વિવાદ ન હતો. એક દિવસ જ પ્રસાદમાં દૂધની જગ્યાએ દૂધ પાવડર વાપર્યો હતો અને તે બાદ તેને દંડ પણ કરાયો હતો. આકસ્મિક સમયે આપડે વધુ પ્રસાદ બનાવવાનું કહ્યું અને તેમની પાસે દૂધનો જથ્થો ન હોવાથી પાવડર વાપર્યો હતો. 

નથી કરાયું ટેન્ડર રીન્યૂ

મોહિની કેટરર્સ વિવાદમાં આવ્યા બાદ તેનું ટેન્ડર રીન્યુ કરવામાં આવ્યું નહોતું. છેલ્લા કેટલાય દિવસોથી અંબાજી મંદિર દ્વારા પ્રસાદ બનાવવામાં આવતો હતો. પરંતુ હવે હવે ટચ સ્ટોન ફાઉન્ડેશન દ્વારા પ્રસાદ બનાવવાની શરૂઆત કરાઈ છે. જો કે ટચ સ્ટોન ફાઉન્ડેશન ઉપર પહેલાં પણ પ્રસાદ બનાવવા મામલે આરોપ લાગેલો છે.

કેવી રીતે શરૂ થયો મોહિની કેટરર્સનો વિવાદ

ભાદરવી પૂનમના મેળા પહેલાં ફૂડ વિભાગે અંબાજી મંદિરના ભોજનાલયમાં પ્રસાદના સ્થળેથી ઘીના સેમ્પલ લીધા હતા. જે બાદ રિપોર્ટમાં ખુલાસો થયો કે ઘીમાં ભેળસેળ હતી. અંબાજી મંદિરમાં મોહનથાળના આ પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને અપાયો હતો. મોહિની કેટરર્સના સંચાલક પ્રમાણે અમૂલના લોગોવાળું ઘી અમદાવાદથી લાવવામાં આવ્યું હતું. ઘી શંકાસ્પદ લાગતા તેનો ઉપયોગ નહોતો કરાયો અને બાદમાં બનાસ ડેરીમાંથી ઘી લવાયું હતું. સંચાલકે તો દાવો કર્યો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે કેમ કે તેમને જ નકલી ઘી પધરાવી દેવામાં આવ્યું હતું. તો આ અંગે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના કમિશ્નર ડૉ. હેમંત કોશિયાના જણાવ્યા પ્રમાણે મોહિની કેટરર્સે જ સસ્તાની લ્હાયમાં ભેળસેળિયું ઘી લીધું હતું.

દર 100 ગ્રામ મોહનથાળમાં 30 ગ્રામ બેસન, 46 ગ્રામ ખાંડ, 23 ગ્રામ ઘી વપરાય છે

અનેક વિવાદો બાદ અંબાજી મંદિર દ્વારા વેંચવામાં આવતા મોહનથાળના પ્રસાદના પૅકેટ પર આપવામાં આવેલી વિગત પ્રમાણે, દર 100 ગ્રામ મોહનથાળમાં 30 ગ્રામ બેસન, 46 ગ્રામ ખાંડ, 23 ગ્રામ ઘી તથા એક ગ્રામમાં દૂધ અને એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. અંબાજીના મંદિર દ્વારા આપવામાં આવતા મોહનથાળના પ્રસાદનું FSSAI (ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા) રજિસ્ટ્રેશન થયેલું છે. નિયમ મુજબ, પ્રસાદ બનાવનારે પણ આ સર્ટિફિકેટ લેવાનું રહે છે.

You Might Also Like

 BAPS સ્વામિનારાયણ મંદિરે ચોપડા પૂજન અને નૂતનવર્ષે ૧૫૦૦થી વધુ વાનગીઓનો અન્નકૂટ યોજાશે  

હોસ્પિટલના કેશ કાઉન્ટર પર જ હાથફેરો ; રિસેપ્શનિસ્ટે રૂ.5.20 લાખની ઉચાપત કરી

બીલીયાળા નજીક કંપનીમાં ટ્રક પરથી પટકાતાં 38 વર્ષીય યુવાનનું મોત

પાંચ કાર એકસાથે આગની લપેટમાં, બિલ્ડિંગના 10 માળ સુધી ધુમાડો ફેલાયો

ધનતેરસે ધન લાભ લેવા જુગારનો પાટલો માંડનાર 8 જુગારીઓને LCB એ દબોચ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 બેવડી મૌસમ, રાતે ઠંડી, દિવસે બફારો
ગુજરાતરાજકોટ

 બેવડી મૌસમ, રાતે ઠંડી, દિવસે બફારો

Editor By Editor 1 day ago
દિવાળી પહેલા અદાણી CNGમાં ભાવ વધારાનો બીજો બોમ્બ ફૂટયો
વેરાવળમાં ‘કર્તવ્ય એક વિચારધારા’ સંસ્થાનું ભવ્ય રીલોન્ચિંગ
સમઢીયાળાની સીમમાં દારૂ ભરેલી ઇકો સાથે મહિલા સહિત બે ઝડપાયા
 રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ૨ ડિગ્રીનો ઘટાડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?