બાગેશ્વરના દરબાર સામે પોલીસે રેલી-ધરણાની મંજુરી ન આપતા જાથાએ કાર્યક્રમ રદ કર્યા
સરકારી તંત્રે ધીરેન્દ્ર શાસ્ત્રીની રાજકીય વગથી મંજુરી રદ કરવામાં આવી છ જાથા
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત જન વિજ્ઞાન જાથાએ રાજકોટના રેસકોર્સ મેદાનમાં સનાતન હનુમંત કથામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર સામે વિરોધ પ્રદર્શિત કાર્યક્રમોની જાહેરાત કરી હતી. પોલીસ તંત્રે કોઈપણ પ્રકારની પરવાનગીની મંજુરી આપી નથી. ધરણા-રેલી નામંજુર કરતા તમામ આયોજનોની બંધની જાહેરાત કરવામાં આવે છે.
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે હનુમંત કથાને કદાપિ વિરોધ નથી. બાબા બાગેશ્વર દિવ્ય દરબારમાં અંધશ્રદ્ધા પ્રેરક, લોકોને પાછલી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ, વગર લાયસન્સે મેડિકલ સારવારની કાર્યપદ્ધતિનો સદૈવ વિરોધ કરે છે. તેથી ધરણા-રેલી કાર્યક્રમની સરકાર પાસે મંજુરી માંગી હતી જે કાયદો-વ્યવસ્થા લોકોની ધાર્મિક લાગણી દુભાય તેમ હોય અને ઉશ્કેરાય તેમ હોય કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવતી નથી. વિરોધ કાર્યક્રમની મંજુરી આપવામાં આવતી નથી તેની જાણકારી તા. ૩ જી એ સાંજે ૬ કલાકે તંત્ર દ્વારા કરવામાં આવી હતી, જેના કારણે આયોજનો રદ કરવામાં આવ્યા છે. જાથાએ હંમેશા કાયદાને માન આપી કાર્યક્રમો કર્યા છે. છેલ્લા ૩૫ વર્ષથી જાથા ઉપર એકપણ કોર્ટ કેસ નથી.
વિજ્ઞાન જાથા સમાજનું અંગ છે. સનાતની ધર્મના પ્રણેતા છે. ધાર્મિકતા વ્યક્તિગત બાબત છે છતાં લોકોનું બેધ્યાન કરી ખોટી હકિકત મુકવામાં આવે છે. બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર માત્ર અંધશ્રદ્ધા પ્રેરક પદ્ધતિનો જ વિરોધ છે. પર્ચીથી મોટો લોકસમુહ હાજર રહે છે. બાબા સંત કે કથાકાર નથી, ખલનાયક છે. તેમની વર્તણૂંકથી મોટાભાગનો જાગૃત વર્ગ નારાજ છે. રાજકોટ હનુમંત કથાના આયોજકો ઉપર જાથાને માન-કદર છે. તેમણે સંયમપૂર્વકના નિવેદનો આપ્યા છે. આદરભાવ વ્યકત કરે છે.


