By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: શાળામાં પ્રાર્થના હોલ, કોમ્પ્યુટર લેબ અને રૂમ નિર્માણ કરવાં માટે શિક્ષકે ઘેર ઘેર માંગી ભીખ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
લેખક

શાળામાં પ્રાર્થના હોલ, કોમ્પ્યુટર લેબ અને રૂમ નિર્માણ કરવાં માટે શિક્ષકે ઘેર ઘેર માંગી ભીખ

Editor
Last updated: 2026/06/01 at 3:52 PM
3 days ago
Share
શાળામાં પ્રાર્થના હોલ, કોમ્પ્યુટર લેબ અને રૂમ નિર્માણ કરવાં માટે શિક્ષકે ઘેર ઘેર માંગી ભીખ
SHARE

શાળામાં પ્રાર્થના હોલ, કોમ્પ્યુટર લેબ અને રૂમ નિર્માણ કરવાં માટે શિક્ષકે ઘેર ઘેર માંગી ભીખ

**********************************

દાતાઓના સહયોગમાં શિક્ષકો પણ પોતાનું કોન્ટ્રિબ્યુશન જોડે ત્યારે સોનામાં સુગંધ ભળે

~~~~~~~~~~~~~~~~~~~~~~

– વિઠ્ઠલ વઘાસિયા

સમગ્ર ગુજરાતની શિક્ષણજગતમાં ક્યારેયના ઘટી હોય એવી ઘટના. આજે મારે ભાણવડ તાલુકાના એવા શિક્ષકની ઓળખ કરાવવી છે,જેને સમગ્ર પંથક નામથી તો ઓળખે છે, પણ આજે એમના અદ્ભુત કામ, સાહસ અને સાલસ સ્વભાવની ઓળખાણ કરાવવી છે: રાહુલભાઈ કંડોરિયા – એક એવું નામ જેમણે ભાણવડ તાલુકાની સઈ દેવળિયા સરકારી પ્રાથમિક શાળામાં હટકે કામ કરીને શિક્ષણ ક્ષેત્રે તાલુકામાં ડંકો વગાડ્યો છે.

રાહુલભાઈના કાર્યના સાક્ષી શંકરસિંહભાઈ વિશેષ પ્રકાશ પાડતાં જણાવે છે કે, મારી 29 વર્ષની સર્વિસમાં મેં ભાણવડ તાલુકામાં આટલા સમર્પણ ભાવથી પોતાની શાળા માટે કામ કર્યું હોય એવો એક પણ કિસ્સો જોયો નથી. રાહુલભાઈ કંડોરિયા હાલ ભાણવડ તાલુકાની સઈ દેવળીયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કામ કરી રહ્યા છે. ઘણા સમયથી શાળાએ જતાં – આવતા તેઓના મનમાં એક વિચાર કાયમી આવતો કે દાતાઓના સહયોગથી એક પ્રાર્થનાહોલ બનાવવો છે. જયારે જયારે એ ખાલી જગ્યા પર એમની નજર પડતી ત્યારે શાળા વિકાસ માટે આ પ્રાર્થના હોલનું નિર્માણ કરવાનો વિચાર આવતો. પણ આ વિચારને મૂર્તિમંત કરવો કેવી રીતે ? કારણ કે, મરવું અને માંગવું એક સમાન. બોલવું સહેલું અને કરી બતાવવું કઠીન. રાહુલભાઈનો સંકલ્પ નક્કી હતો કે, ગામમાં ઘરે ઘરે જઈને લોકફાળો કરી આ કામને શક્ય બનાવવું. સાથે સાથે એવો સંકલ્પ પણ કર્યો કે આ નિર્માણ કાર્ય માટે માત્ર સઈ દેવળીયા ગામલોકોના સહયોગથી જ પાર પાડવું.

રાહુલભાઈ કંડોરીયા અને શાળાના એક શિક્ષક હેમંતભાઈ ઓળકિયાએ સાથે મળીને તા. 28/11/2023 ના રોજ આ ભગીરથ કાર્યનો પ્રારંભ કર્યો. ગામમાં એક પણ મિટિંગ વગર, લોકોને ભેગા કરીને વાત કર્યા વગર ગામની ગૌશાળામાં કામ કરતાં પાંચ – સાત યુવાનોને સાથે લઈને સમસ્ત ગામ પાસેથી ફંડ એકત્ર કરવા માટે આ બંને મિત્રોએ રોજ રાતે 7.00 થી 9.00 એમ બે કલાક લોકફાળો લેવાનું શરુ કર્યું. દરરોજ પંદરથી વીસ ઘરની મુલાકાત લેવામાં આવતી. ફંડ આવતું ગયું,

જયારે ફંડ ઉઘરાવવા જતાં ત્યારે બધી જગ્યાએ સારા જ અનુભવો થતાં એવું નહોતું. ક્યાંક માંગ્યા કરતાં વધુ રકમ આપતાં તો વળી ક્યાંકથી મળતાં જવાબોથી આંખમાં આંસુ પણ આવી જતાં. આ આદરેલાં કામને પાર પાડવા માટે લોકોના કડવા ઘૂંટડા પણ પીવા પડતા. તેમ છતાં હિંમત હાર્યા વગર બાળકોનાં સપનાંની શાળા અને પોતે સેવેલાં સપનાંને પૂરું કરવા સહન કર્યે જતા. ગામમાં દેવીપૂજકના ઘરથી માંડીને પૈસાદાર લોકોના ઘર સુધીના લગભગ પોણા ચારસો જેટલાં ઘરમાં ભિક્ષા માંગવા જતાં. રાહુલભાઈએ જૂન 2024નું વેકેશન ખુલે ત્યાં સુધી સમગ્ર ઉનાળુ વેકેશનમાં એક પણ રજા રાખ્યા વગર દરરોજ સવારે 8.00 થી રાત્રીના 10.00 વાગ્યા સુધી આ કામને પાર પાડવા માટે સક્રિય હાજરી આપી. જેમ જેમ દાન એકઠું થતું ગયું એમ એમ રાહુલભાઈ અને ગામ લોકોમાં પણ વિશ્વાસ વધતો ગયો. ગામલોકોને રાહુલભાઈ પ્રત્યે અહોભાવ થયો અને પચાસ રૂપિયાથી લઈને એક લાખ સુધીનું દાન આ કામ માટે મળતું ગયું.

બીજી બાજુ કામ શરુ થયું. આ કામમાં શ્રમદાનનું મહત્વ ખૂબ રહ્યું. કોપિંગ, લેન્ટર, પથ્થર ઉપાડવા, રેતી ચાળવી જેવા કામ શ્રમદાન થકી કરવામાં આવ્યાં. આમ કરવાથી અંદાજે રૂપિયા બે લાખ જેવી રકમ બચાવી શક્યા. શ્રમદાનમાં સ્ટાફ મિત્રો અને ગામ લોકોનો પણ સહયોગ મળ્યો હતો.

 હજી ફંડ આવવાની શરૂઆત થાય ત્યાં તો અંદાજિત 2100 ફૂટ જેટલાં બાંધકામ કે જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પ્રાર્થના હોલ અને ઉપરના માળે બે રૂમ, આવડું મોટુ ભગીરથ કાર્ય સૌ કોઈના શ્રમદાન થકી કામગીરી ઉપાડવામાં આવી. જયારે દાનમાં મળેલ માત્ર પચાસ હજાર જેટલું જ ફંડ હોય અને સામે દસથી બાર લાખનું કામ માંડવામાં આવે એ પોતાની જાત પ્રત્યેનું કમિટમેન્ટ દર્શાવે છે. એક બાજુ ઠેર ઠેર અને ઘેર ઘેર ફંડ માટે ટહેલ નખાતી ગઈ, ફાળો આવતો ગયો, કામ ચાલતું ગયું. લોકોને રાહુલભાઈ અને એમની ટીમમાં વિશ્વાસ બેસતો ગયો. મોટુ ફંડ પણ આવતું ગયું અને એક સમય આવ્યો કે સૌના સહિયારા સહયોગથી બાળદેવો માટે સુંદર પ્રાર્થના હોલનું નિર્માણ કરી થઈ શક્યું. પ્રાર્થના હોલ પણ કેવો આદર્શ, સૌને ગમી જાય એવો. એની દીવાલોની ડિઝાઈન, એનું પેઈન્ટિંગ અદ્ભુત, ખાસ બહારથી પેઈન્ટના ઉત્તમ કારીગરો થકી થીમબેઝ હોલનું નિર્માણ કર્યું. એનું ગાર લીંપણ એકદમ ઓર્ગેનિક, એકદમ દેશી પણ જેમાં ઋષિ પરંપરાની છાંટ રીતસર દેખાય. કેવી સૂઝબૂઝથી આ પ્રાર્થનાસભાનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક વાર અવશ્ય મુલાકાત લેવા જેવી.

તેઓની ઈચ્છા હતી કે ઉનાળા વેકેશન પછી સ્કૂલ ખૂલે ત્યાં સુધીમાં સફાઈ સહીત સંપૂર્ણ કામ પૂરું કરવું અને તેઓએ જાતે સફાઈ કરી આ કામ કરી બતાવ્યું. સ્ટાફને સાથે રાખીને કામ કરવાની તેઓની કુનેહ કોઈ પણને પ્રેરણા આપી જાય. દરેક સ્ટાફ મિત્રો પર વિશ્વાસ રાખી કામને ગમતું કરવું અને એ કામને પાર પાડવું એ તેમનું પેશન છે.

આ ભગીરથ કાર્યમાં રાહુલભાઈ કંડોરિયાએ પોતાનું રૂપિયા 51000/- નું યોગદાન ઉપરાંત શાળામાં કામ કરતાં હાલના શિક્ષકો અને ભૂતપૂર્વ શિક્ષકોનું યોગદાન મળીને રૂપિયા 1,62,800/- જેવી માતબર રકમનું નાણાકીય યોગદાન પણ આપ્યું છે.

તેઓ જયારે જયારે કામ કરતા ત્યારે ઈશ્વર પોતાની સાથે હોવાનો એહસાસ સતત કરતાં અને એટલે જ આવડું મોટુ કામ ભગવાનની કૃપાથી તેઓ સુંદર રીતે પાર પાડી શક્યા.

આજે સમગ્ર ગામ રાહુલભાઈની સાથે છે. તેઓના પ્રત્યે માન વ્યક્ત કરે છે. એક અકલ્પનિય કામ તેઓએ કરી બતાવ્યું અને સમગ્ર શિક્ષણ જગતમાં એક પ્રેરણાદાયી વિચાર બીજ રોપ્યું છે. તેઓના કામને સો સો સલામ.

આ સિવાય દરરોજ બાળકોને મધ્યાહ્ન ભોજન બાદ છાસ આપવામાં આવે છે. દરરોજ આ છાસનો ખર્ચ અંદાજિત 300 રૂપિયા જેટલો આવે છે. આ પણ એમની બાળકો પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. આ માટે દાતા દ્વારા આપવામાં આવતાં યોગદાન માટે શાળા એક રજિસ્ટર નિભાવે છે અને એની નોંધ કરે છે. આ પણ એક વિરલ ઘટના છે.

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સિવિલમાં ૧૦૮ના કર્મચારીઓએ પોલીસ ટેબલ પર માહિતી આપવાની પ્રક્રિયાબંધ
અમદાવાદ

સિવિલમાં ૧૦૮ના કર્મચારીઓએ પોલીસ ટેબલ પર માહિતી આપવાની પ્રક્રિયાબંધ

Editor By Editor 1 day ago
ભાવનગરમાં ઓપન ગુજરાત ચિત્ર અને ફોટોગ્રાફી સ્પર્ધા કમ પ્રદર્શનનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૫મીએ ફરી ગુજરાતમાં
રાજકોટથી હવે મળશે SOU, વડોદરા, કચ્છ જવા પ્રીમિયમ સરકારી બસ
ઉના પંથકમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ, લગ્નની લાલચે ગર્ભવતી બનાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?