By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    9 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    9 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ખોડલધામના માર્ગદર્શન હેઠળ તૈયાર થયો ઈતિહાસને ઉજાગર કરતો ભવ્ય બ્રોડવે શો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 ખોડલધામના માર્ગદર્શન હેઠળ તૈયાર થયો ઈતિહાસને ઉજાગર કરતો ભવ્ય બ્રોડવે શો

Editor
Last updated: 2026/05/25 at 4:45 PM
1 day ago
Share
 ખોડલધામના માર્ગદર્શન હેઠળ તૈયાર થયો ઈતિહાસને ઉજાગર કરતો ભવ્ય બ્રોડવે શો
SHARE

 ખોડલધામના માર્ગદર્શન હેઠળ તૈયાર થયો ઈતિહાસને ઉજાગર કરતો ભવ્ય બ્રોડવે શો

૫૦થી વધુ કલાકારો દ્વારા પાટીદાર સમાજના પંદરથી વધુ વ્યક્તિત્વને ઉજાગર કરતો શો, જે પાટીદાર સમાજના ભવ્ય ભૂતકાળને આજની પેઢી સાથે જોડશે

૩૦૦૦થી વધુ માનવ કલાકોના રીસર્ચ પછી તૈયાર થયેલા આ બ્રોડવે શો જોવો જીવનનો અમૂલ્ય લહાવો બનશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

માત્ર મનોરંજન જ નહીં, પણ આખેઆખી પાટીદાર સંસ્કૃતિને ઉજાગર કરતો એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. પાટીદાર સમાજના ગૌરવશાળી ઇતિહાસ, બલિદાન અને સંસ્કાર વારસાને ઉજાગર કરતો ગુજરાતી ભાષાનો સૌપ્રથમ ‘બ્રોડવે’ મેગા સ્ટેજ શો ‘અસરદાર પાટીદાર’નો પ્રિમિયર શો છઠ્ઠી જૂને રાજકોટ ખાતે ભજવાશે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની પ્રેરણાથી તૈયાર થયેલો શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ આયોજિત આ શો માત્ર એક નાટક નહીં, પરંતુ એક ભવ્ય વિઝ્યુઅલ ટ્રીટ છે. જેમાં ગુજરાતના પ૦થી વધુ તેજસ્વી કલાકારો પાટીદાર સમાજની વિરલ વિભૂતીઓને સ્ટેજ પર જીવંત કરશે.

એક પણ કાલ્પનિક વાતોનો આશરો લેવો ન પડે એ માટે છેલ્લા દોઢ વર્ષથી આ શો પર રીસર્ચ કામ ચાલતું હતું, જેમાં ૩૦૦૦થી વધુ માનવ કલાકો ખર્ચાઈ છે. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને રિસર્ચ ટીમ તરીકે શ્રી ખોડલધામ શિક્ષણ પાંખના સભ્યોએ જહેમત ઉઠાવી છે. કાર્યક્રમની મુખ્ય સંકલન ટીમ કહે છે, “એકેક તથ્યનો આધાર લઈને અમે આ શો ડિઝાઈન કર્યો, શો ડિઝાઇન કરતી વખતે અમારા મનમાં ક્લીઅર હતું કે પાટીદાર સમાજને જેન-ઝી (Gen-Z) સુધી પહોંચાડવો અને તેમને સમાજના એ શૌર્ય અને પરંપરાની વાતો કહેવી જે ઇતિહાસના પાનાઓમાં ધરબાઈ ગઈ છે.”

ઐતિહાસિક તથ્યો અને અત્યાધુનિક LED ટેકનોલોજીના સમન્વય સાથે આ શો પ્રેક્ષકોને ૧૪મી સદીના અડાલજથી લઈ આજના આધુનિક ભારત સુધીની સફર કરાવશે તો સાથોસાથ ઓલ ઇન્ડિયા પરમિટ ધરાવતાં પાટીદારોના મૂળ અને કૂળ સુધી લઈ જવાનું કામ પણ કરશે અને પાટીદાર સમાજની નાનામાં નાની વાતો પણ સમાજ સમક્ષ મૂકશે. વધુ માહિતી માટે મો. 9825804511, 9033971508, 9703588888 સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

મુખ્ય વિશેષતાઓની વિગત

‘અસરદાર પાટીદાર’ શોમાં પાટીદાર સમાજના પાળીયા તરીકે પૂજાતા શૂરવીરો, દેશ અને સમાજમાં શિરોમણી સમાન રાજા-રજવાડાંઓ, સમગ્ર વિશ્વને અધ્યાત્મનો નવો રાહ ચીંધનારા સાધુ-સંતો, દેશના સ્વતંત્ર-સંગ્રામમાં જીવ રેડનારા લડવૈયા, આદર્શ નારીઓ, ક્રાંતિકારી પાટીદાર આગેવાનો અને સમસ્ત સમાજને એક છત નીચે જોનારા સ્વપ્નદ્રષ્ટા એવા પાટીદારોની વાત કહેવામાં આવી છે.

યુરોપ અને અમેરિકામાં થતાં બ્રોડવે શોનો સ્ટડી કર્યા પછી તૈયાર થયેલા ‘અસરદાર પાટીદાર’ના ક્રીએટિવ ડિરેક્ટર જીતુ બાંધણિયા કહે છે, “સામાજિક સંદેશ અને સરદારની ગર્જના વ્યક્ત કરતાં ‘અસરદાર પાટીદાર’ શોમાં માત્ર ઈતિહાસ જ નહીં, પણ વર્તમાન સમયના સામાજિક મુદ્દાઓ અને સંસ્કાર સિંચન જેવા મહત્વના મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વારસદારો એવા પાટીદાર દેશની આર્થિક જ નહીં, સામાજિક અને સાંસ્કૃતિક કરોડરજ્જુ પણ છે એ પણ આ શો દ્વારા પૂરવાર થાય છે. પાટીદારના ભવ્ય અને ભાતિગળ ઇતિહાસને લોકો સમક્ષ મૂકવા માટે રેસ-અગેઈન્સ્ટ-ધી ટાઈમની ફોર્મ્યુલા પર માત્ર દોઢ મહિનામાં આખો શો તૈયાર કર્યો.”

લેખક રશ્મિન શાહ દ્વારા લખાયેલા આ શોના ગીતો પણ રશ્મિન શાહે જ લખ્યા છે, ડિરેકશન રંગભૂમિના જાણીતા ડિરેક્ટર પરમેશ્વર સિરસીકર કર્યુ છે, તો સમગ્ર શોને એક તાંતણે બાંધીને રજૂ કરવાની જવાબદારી જાણીતા લોકકલાકાર તેજસ પટેલે નિભાવી છે.

‘અસરદાર પાટીદાર’એ ગુજરાતી રંગભૂમિને આંતરરાષ્ટ્રીય સ્તરના બ્રોડવે શોની હરોળમાં મૂકવાનો એક નમ્ર પ્રયાસ છે. રાજકોટમાં યોજનારો પ્રિમિયર શો જોવો જ નહીં, એનું નિમંત્રણ મળવું એ પણ ગૌરવ ગણાશે એ નિશ્ચિત છે.

શું કહે છે લોગો?

‘અસરદાર પાટીદાર’ના લોગોના મૂખ્ય ભાગમાં ચક્ર છે, જે અંગૂલીનિર્દેશ કરે છે કે પાટીદારોએ બળદગાડાં થકી જીવનનો આરંભ કર્યો અને તેમના વિકાસનો રથ આજે પણ અવિરતપણે આગળ વધી રહ્યો છે. આ ચક્ર એટલે કે પૈડાંની અલગ-અલગ ધરી પર પાટીદાર સમાજને રીપ્રેઝન્ટ કરતાં જૂદા-જૂદા સિમ્બોલ મૂકવામાં આવ્યા છે. જેમાં બિલકુલ મધ્યમાં પાટીદાર પહેરવેશમાં સમાવિષ્ટ પાઘડી અને સાથે શૌર્ય દર્શાવતી વાંકડિયાળી મુંછ છે. એક ધરી પર ખેડૂતોની જીવાદોરી સમાન હળ છે તો ધર્મના પ્રતિક સમાન ઓમકારને પણ એક ધરી પર સમાવવામાં આવ્યો છે. પાટીદારોએ બિઝનેસમાં પણ જબરજસ્ત કાઠું કાઢ્યું અને વિકાસ કર્યો છે, જેને પણ એક ધરી પર દર્શાવવામાં આવ્યું છે તો આજે પણ ગૌમાતાને લખલૂટ પ્રેમ કરતાં, આદર આપતાં પાટીદારોની ગાયમાતાને પણ એક ધરી પર દર્શાવવામાં આવી છે. જ્યારે એક ધરી પર બહાદુરીમાં પણ ક્યાંય પાછળ નહીં હટનારા પાટીદારોનું પ્રતિનિધિત્વ કરતી ઢાલ અને તલવાર પણ મૂકવામાં આવ્યા છે.

આજે જૂજ લોકો જાણે છે કે કાઠિયાવાડમાં પાટીદારોના પાળીયાઓ પણ છે. વીર પાટીદાર ભાઈઓએ ગૌધન અને સ્ત્રીધન માટે પોતાનો જીવ આપ્યો છે. જેના પાળીયા બન્યા એ વીર પાટીદારોની વાતો તો શોમાં છે પણ એ પાળીયાઓને પણ શોના સિમ્બોલમાં સમાવવામાં આવ્યા છે. કર્મનિષ્ઠ, ખંતિલા અને ગૌરવવંતા એવા પાટીદારના તમામ ગુણોને પણ લોગોમાં દર્શાવવામાં આવ્યા છે.

You Might Also Like

પખવાડિયા પહેલા જ જેલમાંથી છૂટેલો શખ્સ ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો

રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા

કચરામાંથી બનશે ખાતર, ત્રણ MRF સેન્ટરોનું નિર્માણ

ટીલાળા ચોકમાં પાઈપલાઈનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો થયો બગાડ

સસ્તા ઈંધણમાં મોંઘવારી, CNG ૨ રૂપિયા મોંઘો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love1
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટમાં પ્રથમ આધાર સેવા કેન્દ્રનો શુભારંભ
રાજકોટ

 રાજકોટમાં પ્રથમ આધાર સેવા કેન્દ્રનો શુભારંભ

Editor By Editor 4 days ago
જસદણ નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના કરુણ મોત
વિદ્યાર્થીઓની વિગતો AI પર અપલોડ કરતા પહેલા વાલીની મંજૂરી ફરજીઆત
જેતપુરમાં ડીઝલ-ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર
મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા બાકોર ખાતે ૧૭૮ વિદ્યાર્થિઓ માટે સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) સમર કેમ્પનું સફળ આયોજન કરાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?