લિટલ વન્ડર્સ ઈન્ટરનેશનલ પ્રીસ્કૂલ દ્વારા ધો.૧ થી ૫માં અંગ્રેજી માધ્યમનો પ્રારંભ
સર્જનાત્મક અને એકિટવિટી આધારિત શિક્ષણ આપવાની નેમ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તારમાં પેડક રોડ પર આવેલ ટાગોર વિદ્યાસંકુલ બિલ્ડીંગમાં શિક્ષણ ક્ષેત્રે એક નવા અઘ્યાયની શરૂઆત રૂપે લિટલ વન્ડર્સ ઈન્ટરનેશનલ પ્રીસ્કૂલ તેમજ ધો.૧ થી ૫ ઇંગ્લીશ મીડિયમનું ઉદ્ઘાટન તા. 17ને રવિવારના રોજ યોજાયું હતું.
આ પ્રસંગે પરષોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લલિતભાઈ રાદડિયા, માધવભાઈ દવે, ભુપતભાઈ બોદર, વલ્લભભાઈ દુધાત્રા જેવા મહાનુભાવો તેમજ કોર્પોરેટર રક્ષિતભાઈ કલોલા, દિલીપભાઈ લુણાગરિયા, સંજયભાઈ ચાવડા, મનીષભાઈ ભટ્ટ, રસીલાબેન સાકરીયા, સિમિતાબેન ગોહેલ, ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત કાર્તિકેયભાઈ પારેખ, કિશોરભાઈ રાઠોડ તેમજ તેજસભાઈ ભટ્ટી જેવા શિક્ષણપ્રેમી આગેવાનો તેમજ ભૂતપૂર્વ મેયર નયનાબેન પેઢડિયા જેવા શહેરના અગ્રણી મહાનુભાવો, વાલીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રિસ્કૂલમાં બાળકોના સર્વાંગી વિકાસને ઘ્યાનમાં રાખી ઇન્ટરનેશનલ અભ્યાસ ક્રમ આધારિત આધુનિક શિક્ષણ પદ્ધતિ જે NEP (નેશનલ એડયુકેશન પોલિસી) ગાઇડલાઇન્સને અનુસરે છે. પ્લે, લર્ન, ડિસ્કવર થીમ સાથે સર્જનાત્મક અભ્યાસ, એક્ટિવિટી આધારિત શિક્ષણ અને સકારાત્મક વાતાવરણ પર વિશેષ ભાર મુકવામાં આવશે. આ પ્રસંગે સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લિટલ વન્ડર્સ ઈન્ટરનેશનલ પ્રીસ્કૂલનું ધ્યેય બાળકોને વૈશ્વકિ દ્રષ્ટિકોણ સાથે ગુણવત્તાસભર શિક્ષણ, મજબૂત સંસ્કાર અને આનંદમય શૈક્ષણિક અનુભવ પ્રદાન કરવાનો છે.


