By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 day ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    5 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રેમપ્રકરણ મામલે યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

પ્રેમપ્રકરણ મામલે યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારાયો

Editor
Last updated: 2026/07/28 at 4:11 PM
1 hour ago
Share
પ્રેમપ્રકરણ મામલે યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારાયો
SHARE

પ્રેમપ્રકરણ મામલે યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારાયો

ચા પીવા જઈએ, કહી મિત્રો જ યુવકને સ્કૂટર પર લઈ ગયા ; બેભાન હાલતમાં ઘરે ફેંકી ફરાર થતાં સારવાર દરમિયાન મોત : ચાર આરોપી પોલીસના સકંજામાં

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં પ્રેમપ્રકરણને લઈ વધુ એક હત્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે. રૂખડીયા ફાટક વિસ્તારમાં રહેતા 23 વર્ષીય ઉમંગ રણજીતભાઈ જાખેલીયાને તેના જ પરિચિતોએ ‘ચા પીવા જઈએ’ કહી ઘરેથી બોલાવી લઈ જઈ ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં તેને સાંજે ઘરે મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઉમંગનું મોત થતાં સમગ્ર ઘટનાએ હત્યાનું રૂપ ધારણ કર્યું છે. પ્રદ્યુમનનગર પોલીસે ઝડપી કાર્યવાહી કરી નાઝીર ઉર્ફે ઘેટી, આસિફ, સુજલ બાવાજી અને એક સગીરને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ રૂખડીયા ફાટક વિસ્તારમાં વાયરલેસ ઓફિસ પાસે રહેતો ઉમંગ જાખેલીયા સોમવારે બપોરે પોતાના ઘરે હતો. તે સમયે નાઝીર ઉર્ફે ઘેટી પોતાના સાથીદારો સાથે તેના ઘરે પહોંચ્યો હતો અને ઉમંગને ચા પીવા જવાનું કહી પોતાની સાથે લઈ ગયો હતો. પરિવારને પણ એવી જ જાણ કરવામાં આવી હતી કે તમામ મિત્રો સાથે ચા પીવા જઈ રહ્યા છે. શરૂઆતમાં પરિવારને કોઈ શંકા ન જતાં ઉમંગ તેમની સાથે નીકળી ગયો હતો.
મૃતકના પિતા રણજીતભાઈ જાખેલીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ તે સમયે રેલવે હોસ્પિટલ ખાતે રંગકામની મજૂરી કરી રહ્યા હતા. બપોર દરમિયાન પત્નીનો ફોન આવ્યો હતો કે નાઝીર ઉમંગને પોતાની સાથે લઈ ગયો છે. ત્યારબાદ નાના પુત્ર વિકાસે પણ તપાસ કરતાં ઉમંગ અને તેના મિત્રો ભગવતીપરા મેઈન રોડ પર આવેલી ચાની હોટલ પાસે હોવાનું જણાવ્યું હતું. પરંતુ સાંજે અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. પરિવારના સંબંધી વિજયનો ફોન આવ્યો કે આસિફ અને એક અજાણ્યો શખ્સ ઉમંગને સફેદ એક્ટિવા પર બેભાન હાલતમાં લાવી તેમની દુકાન પાસે મૂકી ભાગી ગયા છે. પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઉમંગને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તપાસ દરમિયાન તેના સમગ્ર શરીર પર ગંભીર મારઝૂડના નિશાન જોવા મળ્યા હતા. ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી, પરંતુ સાંજે ઉમંગે અંતિમ શ્વાસ લીધા હતા.
ફરિયાદમાં મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ કોઈ કારણસર તેમના પુત્રને નિર્દયતાથી માર મારી મરણતોલ હાલતમાં મૂકી દીધો હતો. ઘટનાના આધારે પ્રદ્યુમનનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 61(2) અને 3(5) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતક અને આરોપીઓ વચ્ચે અગાઉથી મિત્રતા હતી. મુખ્ય આરોપી નાઝીરના ભાઈ અક્ષર સાથે પણ ઉમંગના ગાઢ સંબંધો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી છે કે આરોપીઓના પરિવારની એક યુવતી સાથે ઉમંગનું પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હતું. આ સંબંધની જાણ થતાં બંને પક્ષ વચ્ચે અણબનાવ ઊભો થયો હતો અને એ જ રોષમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. નાઝીર ઉર્ફે ઘેટી, આસિફ, સુજલ બાવાજી તેમજ એક સગીરની અટકાયત કરીને તેમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હુમલામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ, હુમલો ક્યાં કરવામાં આવ્યો હતો અને કયા હથિયાર કે વસ્તુ વડે માર મારવામાં આવ્યો હતો તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ ચાલી રહી છે. યુવકને ઘરેથી વિશ્વાસમાં લઈને બહાર બોલાવી પછી નિર્દયતાથી માર મારી મોતને ઘાટ ઉતારવાની આ ઘટનાએ રૂખડીયા ફાટક સહિત સમગ્ર શહેરમાં ભારે અરેરાટી ફેલાવી છે. પ્રેમપ્રકરણમાંથી જન્મેલી દુશ્મનાવટે આખરે એક યુવાનનો જીવ લઈ લીધો હોવાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં જોરશોરથી ચાલી રહી છે, જ્યારે પોલીસ સમગ્ર ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસને અંતિમ તબક્કા સુધી પહોંચાડવાના પ્રયાસોમાં લાગી છે.

You Might Also Like

સુરતના નક્ષત્ર સેફ હાઉસમાંથી ૨૦૬ તોલા દાગીનાની ચોરી

ચોમાસાથી શિયાળા સુધી કચ્છ-સૌરાષ્ટ્રની ધરતી ધણધણશે

સોના-ચાંદીમાં સ્થિરતા, ક્રૂડ ઓઈલમાં નરમાઈ; ડોલર સામે રૂપિયો મજબૂત, શેરબજારમાં સાવચેત તેજી

રાજકોટ પોલીસની આધુનિક શૂટિંગ તાલીમ સુવિધામાં પેલિકન રોટોફ્લેક્સનું યોગદાન

વામન દેહધારી વિરાટ વ્યક્તિત્વઃ મુળવંતભાઈ જી. દોમડીયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દોઢ વર્ષથી પોલીસને ચકમો આપતો સીકલીગર ગેંગનો સાગરીત LCB ના હાથે ઝડપાયો
ગુજરાતરાજકોટ

દોઢ વર્ષથી પોલીસને ચકમો આપતો સીકલીગર ગેંગનો સાગરીત LCB ના હાથે ઝડપાયો

Editor By Editor 1 day ago
 પૂરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ જવાનોની કામગીરીની નોંધ લેતી રાજય સરકાર
MSMEs માટે નેશનલ પેન્શન સિસ્ટમ પર વર્કશોપ યોજાયો
કવિ દાદ કોલેજમાં વિવિધ કંપનીઓ દ્વારા જોબફેર યોજાયો
પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં હીર પિત્રોડાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?