મનપા ગત વર્ષના પુસ્તકોનું ૧૦ ટકાથી વેંચાણ કરશે
તા.૧૯ થી 3૦ સુધી ઓકશનનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, બહેનો તથા બાળકો માટેના ફરતા પુસ્તકાલય યુનિટ નં.-૧ અને ૨ તથા દતોપંત ઠેગડી પુસ્તકાલય તથા મહિલા વાંચનાલય નાના મવા એક્ટીવીટી સેન્ટર તથા આંબેડકર ભવન પુસ્તકાલય તથા બાબુભાઈ વૈધ લાઈબ્રેરી ચાણકય લાઈબ્રેરીનાં સભ્યો માટે ગત વર્ષના જુના મેગેઝીનો તેની મુળ કિંમતના દસ ટકાનાં ભાવથી તા. ૧૯/૫/૨૦૨૬ થી તા.૩૦/૫/૨૦૨૬ સુધી વેચાણ કરવામાં આવશે.
લાભ લેવા ઇચ્છતા સભ્યોને સોમવાર થી રવિવાર સવારે ૧૧.૦૦ થી સાંજના ૫.૦૦ સુધીમાં શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલ, કરણપરા ચોક તથા દતોપંત ઠેગડી પુસ્તકાલય, શ્રોફ રોડ તથા બાબુભાઈ વૈધ લાઈબ્રેરી પેરેડાઈઝ હોલ સામેથી મળી શક્શે. જેનો સભ્યોને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.


